Kamosmi Varsad Ni Agahi : જગતનો તાત ફરીથી મુશ્કેલીમાં સીઝન પાક ઉપર તો વરસાદની પણ આગાહી

Kamosmi Varsad Ni Agahi માવઠુ આગાહિ: કમોસમી વરસાદ: હવામાન આગાહિ: અંબાલાલ પટેલ આગાહિ: રાજયમા મા હાલ સવાર અને સાંજ ઠંડી પડી રહિ છે તો બપોરે ગરમી પડી રહિ છે એમ બેવડી ઋતુ નો અનુભવ થઇ રહ્યો છે. એવામા વરસાદ ની પણ આગાહિ કરવામા આવી છે. આમ ત્રેવડી ઋતૂનો અનુભવ કરવા લોકોએ તૈયાર રહેવુ પડશે. હવામાન વિભાગની આગાહિ મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ સક્રિય થતા 1 માર્ચ થી રાજયમા અનેક જિલ્લાઓમા કમોસમી વરસાદ થવાની આગાહિ કરવામા આવી છે.

Kamosmi Varsad Ni Agahi 2024

રાજયમા હાલ ખેતીમા શિયાળુ પાક તૈયાર થઇ ગયો છે. અને જીરુ, ઘઉ, લસણ જેવા પાકની લણણી ચાલી રહિ છે. એવામા કમોસમી વરસાદ ની આગાહિ થી ખેડૂતો મા ચિંતા પ્રસરી છે અને ખેતીનો તૈયાર થયેલો પાક બગડવાની ભીતી સેવાઇ રહિ છે.

રાજયમા બદલાતા વાતાવરણ વચ્ચે હવે કમોસમી વરસાદ બાબતે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. રાજ્યમાં ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમા કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતુ કે, વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ ને લીધે 1 માર્ચે એ સક્રીય થતા કમોસમી વરસાદ થવાની સંભાવના રહેલી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને લીધે 1 માર્ચ થી 5 માર્ચ સુધી રાજયના અનેક જિલ્લાઓમા કમોસમી વરસાદ રહેશે. આ સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કમોસમી વરસાદ સાથે પવ્ન પણ ફૂંકાવાની આગાહિ કરવામા આવી છે. આ સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કમોસમી વરસાદ રહેશે અને 10 થી 12 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી

આગામી 48 કલાકમાં રાજ્યમાં વાતાવરણમાં આવશે પલટો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના કચ્છ, ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત,દક્ષિણ સૌરાષ્ટ્ર,પચિમ સૌરાષ્ટ્ર જૂનાગઢ,ભાવનગર અને દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડનાં ભાગોમાં પડી શકે છે વરસાદ. કોઈ કોઈ ભાગોમાં પવન તોફાનો સાથે ગાજવીજ સાથે વરસાદની શક્યતા. રાજ્યમાં પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે, 20 કિલોમીટર પ્રતિ કલાક જોવા મળશે.

કમોસમી વરસાદ બાદ પડશે ઠંડી

ગુજરાતમાં હાલ વરસાદ વરસવાનું કારણ જણાવતા કહ્યુ કે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જેની પોઝિશન અફઘાનિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં છે. નોર્થ ઇસ્ટ અરેબિયન સીમાં જેને સંબંધિત એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યુ છે. જેની સાથે વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સાઉથ વેસ્ટ રાજસ્થાનમાં બનેલું છે. જેના કારણે ગુજરાતમાં ઉપર જણાવેલા જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના છે.

શનિવારે વરસાદની આગાહી

હવામાન વિભાગે શનિવારે વરસાદની આગાહી કરી છે. ગાજવીજ સાથે માવઠાની આગાહી છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ માવઠું થશે. મધ્ય ગુજરાતનાં વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

1 થી 5 માર્ચ ની વચ્ચે પવન સાથે કમોસમી વરસાદ

માર્ચ મહિનામા ગુજરાતના હવામાન મા ભારે પલટો આવવાની શક્યતાની આગાહીકાર અંબાલાલ પટેલે તોફાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે માર્ચ મહિનામા ગુજરાતમાં પવનના તોફાનો, વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદ થવાની આગાહી આપી છે. જે મુજબ 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની શકયતા રહેલી છે. ગુજરાતમાં 1 થી 5 માર્ચ ની વચ્ચે પવન સાથે કમોસમી વરસાદ પડે તેવી શકયતા રહેલી છે. તો આ દિવસોમાં કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્ર ના જિલ્લાઓ તથા સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠામાં કમોસમી વરસાદ માવઠું પડે તેવી શકયતા રહેલી છે.