ફટાફટ જોઈલો : તમારા નામનું સીમ બીજું કોઈ તો નથી વપરાતું ચેક કરો અહીથી

SIM Cardની મદદથી કૌભાંડીઓ ઘણા પ્રકારના ફ્રોડ કરે છે. કૌભાંડીઓ કોઈ બીજા વ્યક્તિના નામ પર સિમ લઇ લે છે. સ્વાભાવિક છે કે આ સિમને ફેક રીતે કાઢવામાં આવે છે. જેથી સામાન્ય માણસના મનમાં સવાલ આવે છે કે તેના નામ પર કેટલા સિમ કાર્ડ નિકળ્યાં છે, તે અંગે જાણકારી મેળવી શકાય છે કે નહીં.તો આ લેખ માં તમને જાણવા મળશે કે તમારા નામ પર કેટલા સીમ કાર્ડ બનેલા છે અથવા કેટલા મોબાઈલ નંબર ચાલુ છે. સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણવા મળશે. આધાર કાર્ડ પર કેટલા મોબાઈલ નંબર ચાલુ છે તે કેવી રીતે ચેક કરવું ?

તમારા નામ પર કેટલા સિમ કાર્ડ નિકળ્યાં જુઓ

ભારત માં ટેલિકોમ વિભાગે TAFCOP (ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન) દ્વારા એક પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે જેના દ્વારા દેશમાં રહેતા વ્યક્તિઓ તેમના મોબાઈલ નંબરનો ડેટબેઝ નો ડેટા અપલોડ કરેલો છે જેના દ્વારા તે વ્યક્તિ મને ફોન કરી શકે છે અને તમારા સીમકાર્ડ એક્ટિવ હોય તે માત્ર 30 સેકન્ડમાં માહિતી મેળવી શકો છો અને ત્યાંથી તમે તે માહિતી દ્વારા તમારાથી અજાણ્યા નંબરને રિપોર્ટ કરીને બંધ પણ કરી શકશે.

ગ્રાહકો ના હિત માટે ટેલિકોમ વિભાગે પોર્ટલ શરૂ કર્યું

  • તમારા આધાર નંબર પર કેટલા સિમ કામ કરી રહ્યા છે તે જાણવા માટે સરકારે એક વેબસાઇટ પણ બનાવી છે. DoT એ તાજેતરમાં છેતરપિંડી નિવારણ અને ગ્રાહક સુરક્ષા માટે ટેલિકોમ એનાલિટિક્સ વેબસાઇટ શરૂ કરી છે. આ વેબસાઈટ પરથી યુઝર્સ તેમના આધાર નંબર સાથે જોડાયેલા તમામ ફોન નંબર જોઈ શકે છે.
  • ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, એક આધાર કાર્ડમાંથી વધુમાં વધુ 18 સિમ કાર્ડ મેળવી શકાય છે. અગાઉ એક આધાર નંબર પર 9 સિમ કાર્ડ આપવાનો નિયમ હતો. બાદમાં તેને અપગ્રેડ કરીને 18 કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં, એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તમારા આધારમાંથી કોઈ અન્ય વ્યક્તિ સિમ કાર્ડ તો નથી યુઝ કરી રહ્યુંને.

આ રીતે ચેક કરો

  • આ માટે, સૌથી પહેલા https://www.tafcop.dgtelecom.gov.in/ વેબસાઇટની મુલાકાત લો.
  • અહીં તમારો આધાર નંબર દાખલ કરો. આગળ, મોબાઇલ પર OTP આવશે, જે દાખલ કરો.
  • તમે OTP ભરતાની સાથે જ તમારી સામે આધાર સાથે લિંક કરેલ સિમનું લિસ્ટ ખુલશે.
  • બીજી તરફ, જો કોઈ ગેરકાયદે નંબર મળે છે, તો તમે તેને બ્લોક પણ કરી શકો છો.

કેવી રીતે કરશો બ્લોક

જો એપ પર તમારી જગ્યાએ કોઇ બીજાનું નામ દેખાઇ તો સૌથી પહેલાં તમને મોબાઇલ પ્રોવાઇડર સાથે વાત કરવી જોઇએ. તેના માટે તમારે તે કંપનીના ગ્રાહક સેવા કેંદ્વ પર ફોન કરો અને જાણકારી પ્રાપ્ત કરો આવી સ્થિતિમાં શું કરવું જોઇએ. દર્શાવવામાં આવેલા નિર્દેશોનું પાલન કરો અને તમારા મોબાઇલ નંબરને પોતાના આધાર સાથે રજિસ્ટર કરો.

ઉપયોગી લિન્ક

ચેક કરવા માટે અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો