અતિભારે વરસાદને કારણે ગુજરાતમાં પૂરની શક્યતા, ગુજરાતમાં હજુ આગામી 4 દિવસ પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ

ગુજરાતમાં વરસાદની આગાહી : ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા સવારમાં વરસાદ થવાની આગાહી કરી છે, જેમાં રાજ્યના લગભગ તમામ ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. 60થી વધુ જગ્યાઓ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં અમદાવાદના સેટેલાઈટ, નવરંગપુરા સહિતના ભાગોમાં વરસાદ થઈ શકે છે. નાઉ કાસ્ટમાં સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

ગુજરાતમાં વરસાદની આગાહી

હવામાન વિભાગના અનુમાન મુજબ હાલ 2 વરસાદી સિસ્ટમ શ્યોર અને સાઈસર સક્રિય છે, જેના પગલે 2 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. આગામી 24 કલાક 5 જિલ્લા માટે ભારે છે. જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી મેઘમહેર છે. અમદાવાદમાં પણ આજે સામાન્યથી ભારે વરસાદનો અનુમાન છે. આગામી 2 દિવસ રાજ્યમાં પવનની ગતિ 30 કિમી આસપાસ રહ્શે. અતિભારે વરસાદના અનુમાનના પગલે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં 3 જુલાઈથી વરસાદનું જોર ઘટશે.

આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓ રાખજો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન, જાણો તમારું ભવિષ્ય

જુલાઇ માસમાં પડી શકે છે સારો વરસાદ

રાજ્યમાં ગઈકાલે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો જેમા અમરેલી, જૂનાગઢ અને વલસાડ સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે તેમજ આવતીકાલથી વરસાદનું જોર ઘટી શકે છે અને સાયક્લોનિક સરક્યુલેશન તેમજ લો પ્રેશરથી ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે જેને પગલે 1 જૂનથી 1 જૂલાઈ સુધી અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં સારો વરસાદ વરસ્યો છે. આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં જુલાઈ માસમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

જુનાગઢ જીલામાં થયો જળબંબાકાર

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આજે સતત બીજા દિવસે પણ મેઘ મહેર યથાવત છે. વિસાવદર તાલુકાના મોણીયા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. મોણીયા ગામને સડક સાથે જોડતા માર્ગ ઉપર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.

જૂનાગઢ શહેરમાંથી પસાર થતી સોનરખ નદી ભારે વરસાદના કારણે બે કાંઠે થઈ છે. ગિરનાર પર્વત પરના વરસાદથી સોનરખ નદીમાં પાણીની આવક થઈ છે. સોનરખ નદી બે કાંઠે થતા અનેક ગામડાઓ એલર્ટ પર છે. ઉપરવાસમાં સારા વરસાદના કારણે આઠ ડેમ ઓવરફ્લો થતાં જૂનાગઢ જિલ્લાના 41 ગામ એલર્ટ પર છે.

આ જીલામાં પડી શકે છે હળવાથી ભારે વરસાદ

રાજ્યમાં વરસાદે જૂનાગઢ, જામનગર અને નવસારી તેમજ દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું છે ત્યારે હવે સાબરકાંઠા ત્રણ જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તેમજ 4થી જુલાઈએ વરસાદની સંભવાન નથી જ્યારે પાંચમી જુલાઈએ છુટોછવાયો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાઓમાં પણ આગામી પાંચમી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આગામી 5 દિવસ ગુજરાતમાં રેડ એલર્ટ

ગઈકાલે રાજ્યના પાંચ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતું જેમાં અમરેલી, જૂનાગઢ તેમજ દક્ષિણ ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે આ સાથે સુરતમાં અને દેવભૂમી દ્વારકામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. રાજ્યમાં આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત રહેશે તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. જો કે વરસાદની તીવ્રતા આવતીકાલે ઘટી જશે તેવું અનુમાન છે.

ગુજરાતમાં ભારે વરસાદના પગલે કુલ આ 218 રસ્તા કરાયા બંધ

વરસાદના કારણે બંધ કરવામાં આવ્યાં છે. સૌથી વઘુ નવસારીમાં 67 માર્ગો બંધ કરવામાં આવ્યાં છે. તો રાજયમાં કુલ 32 રૂટ રદ કરાયા છે. 32 રૂટની 104 ટ્રીપ વરસાદના કારણે બંધ કરવામાં આવી છે. વરસાદી પાણી ફરી વળતા અનેક ઠેકાણે રસ્તાઓને ભારે નુકસાનના અહેવાલ છે.

આ પણ વાંચો : [MDM] મધ્યાહન ભોજન યોજના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે ઉનાની રૂપેણ અને માલણ નદીમાં પૂર આવ્યું છે. નદી બે કાંઠે વહેતી થઇ છે. ખત્રીવાડા ગામના કોઝવે પર પણ નદીના પાણી ફરી વળ્યા છે. સનખડાથી ખત્રીવાડા તરફનો રસ્તો બંધ થયો છે. વાહન વ્યવહાર ખોરવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ગીર સોમનાથમાં ગીર ગઢડામાં મૂશળધાર વરસાદના કારણે ચીખલ કુબા નેસમાં આવેલ રાવલ ડેમના વધુ 2 દરવાજા ખોલવામાં આવતા ઉનાના 19 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

જુઓ શું કહે છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ