ગુજરાત કાર્બન ક્રેડિટ યોજના : હવે ખેડૂતો વૃક્ષોથી કરી શકશે કમાણી, જાણો પૂરી માહિતી

ગુજરાત કાર્બન ક્રેડિટ યોજના : દેશમાં ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડેલી છે. જેમાં કેન્દ્ર સરકારની યોજનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે. તાજેતરમાં ગુજરાતના ખેડૂતોને લાભ આપવા માટે Tar Fencing Yojana ના ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ કરેલ છે. પરંતુ આજે આપણે વન વિભાગ દ્વારા પાયલોટ પ્રોજેક્ટ અમલી બનાવેલ છે. આ પાયલોટ પ્રોજેક્ટનું નામ કાર્બન ક્રેડિટ યોજના છે. Gujarat Carbon Credit Scheme શું છે?, તેમાં શું લાભ મળશે? તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું.

ગુજરાત કાર્બન ક્રેડિટ યોજના

ગુજરાત વન વિભાગ દ્વારા એક મહત્વની યોજના શરૂ કરવામાં આવી છે. આ વહીવટીતંત્ર દ્વારા ખેડૂતો માટે કાર્બન ક્રેડિટ યોજના જારી કરવામાં આવી હતી. આ પ્રદાન કરવા માટે, તે હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી રહ્યું છે, જ્યાં ખેડૂતો તેમના ખેતરોમાં વાવેલા વૃક્ષોનું જરૂરી મૂલ્યાંકન કરીને ભંડોળ મેળવી શકશે. ગુજરાતનો કાર્બન ક્રેડિટ પ્રોગ્રામ વૃક્ષો વાવવામાં મદદ કરશે.

ગુજરાત કાર્બન ક્રેડિટ યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામકાર્બન ક્રેડિટ યોજના | Gujarat Carbon Credit Scheme
આર્ટીકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
ક્યા વિભાગ દ્વારા બહાર પાડેલી છે?વન વિભાગ, ગુજરાત રાજ્ય
યોજનાનો ઉદ્દેશખેડૂતોને પોતાના ખેતરમાં કાર્બન આપતા વૃક્ષો વાવીને, વધારીની આવક મેળવી શકે તે માટે
લાભાર્થીગુજરાતના ખેડૂતો
સહાયની રકમકાર્બન ક્રેડિટ આપવામાં આવશે, જેનાથી ખેડૂતો આવક મેળવી શકશે.
સત્તાવાર વેબસાઈટhttps://forests.gujarat.gov.in/

કિસાન કાર્બન ક્રેડિટ શું છે?

United Nations દ્વારા કયોટો પ્રોટોકોલ હેઠળ કાર્બન ક્રેડિટ આપવામાં આવે છે. દુનિયાના લગભગ 170 દેશો સામેલ છે. કોઈપણ ઉદ્યોગમાં ઉત્પાદનની પ્રક્રિયામાં કેટલું પ્રદૂષણ ઘટાડો કરવામાં આવે છે, તેના આધારે વર્ષે મોનિટરિંગ અને ચકાસણી બાદ કાર્બન ક્રેડિટ્સ આપવામાં આવે છે.

ખેડૂતો વૃક્ષોથી કરી શકશે કમાણી

રાજ્યમાં ઉદ્યોગોનું પ્રમાણ વધુ હોવાથી પ્રદૂષણ પણ વધારે માત્રામાં છે. તેથી જે ઉદ્યોગો પ્રદૂષણ ફેલાવે છે, તેમને વૃક્ષોનું વાવેતર કરીને કાર્બન ક્રેડિટનો લાભ આપવામાં આવે છે. પરંતુ ખેડૂતો પોતાના ખેતરમાં વૃક્ષો રોપે તો તેમને આ લાભ આપવામાં ન આવતો. જે અંગે લાંબા સમયથી ખેડૂત સંગઠનો સરકાર પાસે માંગ કરી રહ્યા હતા. તેથી રાજ્યના વન વિભાગ દ્વારા ખેડૂતોને કાર્બન ક્રેડિટ આપવા માટે એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેમાં ખેડૂતો પોતાના ખેતરમાં વાવેતર કરાયેલા વૃક્ષોનું જરૂરી મૂલ્યાંકન કરીને રોકડા રૂપિયા મેળવી શકશે.

આ યોજના માટે ગુજરાતના ખેડૂતો માંગણી કરી રહેલા હતા.

ગુજરાતના ખેડૂતો માટે વન વિભાગ દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવેલ છે. ખેડૂતો પણ પોતાના ખેતરમાં વૃક્ષો વાવીને કાર્બન ક્રેડિટનો લાભ મેળવી શકશે. રાજ્યના ખેડૂતો ઘણા સમયથી આની માંગણી કરી રહેલા હતા. જેને ધ્યાને રાખીને આ પ્રોજેક્ટ બહાર પાડવામાં આવેલ છે. ગુજરાતના ખેડૂતોને પણ કાર્બન ક્રેડિટ યોજનાનો લાભ આપવામાં આવશે. પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગનો આ નિર્ણય ખેડૂતો માટે મહત્વનો સાબિત થશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો