ગુજરાત અન્નબ્રહ્મ યોજના 2023 : ભુખમરા અને કુપોષણથી થતા મૃત્યુ અટકાવવા સરકાર આપશે મફત રાશન

ગુજરાત અન્નબ્રહ્મ યોજના 2023 : ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને શ્રમિક લોકોના હિત માટે અનેક યોજના અમલમાં લાવવામાં આવી છે. જેમાં પ્રધાનમંત્રી જન ધન યોજના 2023, સંકટ મોચન યોજના 2023, આયુષ્માન ભારત યોજના, e-Shram card યોજના જેવી યોજનોનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા અન્નબ્રહ્મ યોજના શરૂ કરવામાં આવી છે. આજના આ આર્ટીકલમાં આપણે Gujarat Ann Brahma Yojana વિષે વિગતવાર માહિતી મેળવીશું. આ યોજની પાત્રતા, લાભો વિષે માહિતી મેળવવા માટે આ આર્ટીકલ અંત સુધી વાંચવો પડશે.

ગુજરાત અન્નબ્રહ્મ યોજના 2023

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ દ્વ્રારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગરીબ કુટુંબોને ખાંડ, ખાદ્યતેલ, અને ડબલ ફોર્ટીફાઇડ મીઠું તેમજ કઠોળનું (ચણા અને તુવેરદાળ) વિતરણ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, રાષ્ટ્રીય અન્ન સલામતી યોજના, અન્નબ્રહ્મ યોજના ચલાવવામાં આવે છે. આજના આ આર્ટીકલમાં આપણે અન્નબ્રહ્મ યોજના વિષે વાત કરીશું. આ યોજના ભુખમરા અને કુપોષણથી થતા મૃત્યુ અટકાવવાના હેતુથી લાભાર્થીને વિનામુલ્યે માસિક ૧૦ થી ૧૫ કિગ્રા અનાજ (વ્યક્તિદીઠ ૧૦ કિગ્રા ઘઉં તથા ૫ કિગ્રા ચોખા) આપે છે.

ગુજરાત અન્નબ્રહ્મ યોજના 2023 – હાઈલાઈટ્સ

આર્ટિકલનું નામઅન્નબ્રહ્મ યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને ઇંગ્લિશ
વિભાગનું નામઅન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ
યોજનો હેતુભુખમરા અને કુપોષણથી થતા મૃત્યુ અટકાવવા
યોજના કેન્દ્ર પુરસ્કૃત છે કે રાજ્ય પુરસ્કૃત ?રાજ્ય પુરસ્કૃત છે
ઓફિશિયલ વેબસાઇડhttps://dcs-dof.gujarat.gov.in/index-eng.htm

ગુજરાત અન્નબ્રહ્મ યોજનાનો ઉદેશ્ય

સરકાર ગરીબો અને શ્રમિક માટે અવિરત પણે કામ કરી રહી છે. અન્નબ્રહ્મ યોજના નો મુખ્ય ઉદેશ્ય એ ગરીબો અને શ્રમિક લોકોકે જેમનું ભુખમરા અને કુપોષણથી થતા મૃત્યુ થાય છે તેમના મૃત્યુ અટકાવવા અને તેમને સારું જીવન પૂરું પાડવું.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

આ યોજનામાં લાભ લેવા માટે નીચેની આપેલી પાત્રતા માથી તમે કોઈ પાત્રતા ધરાવો છો તો આ યોજનાનો લાભ લઈ શકો છો.

  • રેશનકાર્ડ વિહોણા અત્યંત ગરીબ, અશક્ત, નિરાધાર વ્યક્તિ
  • હોસ્પિટલના બિછાને પડેલ દર્દી
  • સામાન્ય દેખાવ પરથી યોગ્ય લાગે તેવી જરૂરીયાતમંદ વ્યક્તિ
  • ઘરવિહોણા અને અનાથ બાળક એટલે કે સ્ટ્રીટ ચીલ્ડ્રન

ગુજરાત અન્નબ્રહ્મ યોજના હેઠળ મળવાપાત્ર લાભ

  • અન્નબ્રહ્મ યોજના હેઠળ ભુખમરા અને કુપોષણથી પીડાતા લોકોને મદદ મળશે.
  • આ યોજનામાં દરેક લાભાર્થીને વિનામુલ્યે માસિક ૧૦ થી ૧૫ કિગ્રા અનાજ મળવવા પાત્ર છે.
  • જેમાં વ્યક્તિદીઠ ૧૦ કિગ્રા ઘઉં તથા ૫ કિગ્રા ચોખા મળવા પાત્ર છે.

અરજી કઈ રીતે કરવી?

  • આ અન્નબ્રહ્મ યોજના એ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ અંતરગર્ત આવે છે.
  • આ યોજનાની અમલીકર માટેની કચેરીઑ નીચે મુજબ છે.
રાજ્યક્ક્ષાએનિયામકશ્રી, અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગર
જિલ્લાક્ક્ષાએજિલ્લા પુરવઠા કચેરી, જિલ્લા પુરવઠા અધિકારી
તાલુકાક્ક્ષાએમામલતદાર કચેરી/ઝોનલ કચેરી

આ યોજનાનો લાભ લેવા માટે તમે મામલતદાર કચેરી/ઝોનલ કચેરી/જિલ્લા પુરવઠા અધિકારીને અરજી કરી શકો છો. જેમાં ઉપરોક્ત પાત્રતા ધરાવતી વ્યકિત / કુટુંબની પસંદગી મામલતદાર / જીલ્લા પુરવઠા અધિકારીશ્રીની સ્વવિવેક બુદ્ધી ઉપર કરવાની રહે છે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો