Go Green શ્રમીક યોજના : શ્રમિકોને ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલરની ખરીદી પર મળશે 50% સબસિડી

GO-GREEN શ્રમીક યોજના 2023 : ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગના લોકો માટે ઘણી સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. શ્રમીકો માટે ઔદ્યોગીક શ્રમયોગી ભારત સરકારના “Green India” મિશનના ભાગીદાર બને અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરે તેવા બેટરી થી ચાલતા દ્વી-ચક્રી વાહન ખરીદીને પ્રોત્સાહન આપવા માટે તેને સબસિડી આપવા અંગેની યોજના લાગ કરવામા આવી છે. ઔદ્યોગીક શ્રમિક દ્વારા બેટરી ઓપરેટેડ દ્વિ-ચક્રી વાહન ખરીદવ માટે ૩૦% રકમ અથવા રૂ.૩૦,૦૦૦/- પૈકી જે ઓછું હશે તે રકમ સહાય પેટે ચૂકવવામાં આવશે તથા દ્વી-ચક્રી વાહનના RTO Registration Tax અને Road Tax પર પણ One time subsidy.

GO-GREEN શ્રમીક યોજના 2023

રાજ્યને ગ્રીન – પોલ્યુશન ફ્રી બનાવવા તથા શ્રમયોગીઓને પરિવહનમાં આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા “ગો-ગ્રીન યોજના” લોન્ચ કરવામાં આવી છે, GO GREEN India તે અંતર્ગત સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓને ઈલેક્ટ્રીક ટુ વ્હીલરની ખરીદી ઉપર ખાસ નાણાકીય સહાય આપવામાં આવશે. આ યોજના અંતર્ગત સંગઠીત ક્ષેત્રના તથા બાંધકામ શ્રમયોગીઓ દ્વારા બેટરી સંચાલિત ટુ-વ્હિલર વાહનની ખરીદી પર સબસિડી આપવામાં આવશે. જે અંતર્ગત ઈલેક્ટ્રિક ટૂ-વ્હિલરની ખરીદી પર 30 ટકાથી 50 ટકા અથવા રૂ.30,000ની મર્યાદામાં સબસિડી આપવામાં આવશે.

GO-GREEN શ્રમીક યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાGo Green શ્રમીક યોજના
યોજનાનો ઉદ્દેશ્યશ્રમીકો ને સ્કુટર ખરીદવા સહાય
લાભાર્થી જુથરાજયના નોંધાયેલા શ્રમીકો
સહાય ની રકમસ્કુટર ખરીદીના 50 % અથવા 30000 રૂ.
અમલીકરણગુજરાત લેબર વેલ્ફેર ફંડ
ઓફીસીયલ વેબસાઈટwww.gogreenglwb.gujarat.gov.in

GO-GREEN શ્રમીક યોજનાનો ઉદેશ્ય

  • બેટરી સંચાલિત ટુ-વ્હીલરના ઉપયોગને પ્રોત્સાહિત આપવું તથા બાંધકામ કામદારો, ઔદ્યોગિક કામદારો અને ITI વિદ્યાર્થીઓને ભારત સરકારના“ગ્રીન ઈન્ડિયા” મિશનમાં ભાગીદાર બનાવવા. કાર્બન ઉત્સર્જન ઘટાડવું અને બેટરી સંચાલિત ટુ-વ્હીલરની ખરીદી માટે સબસીડી આપવી.

સ્કુટર સબસીડી યોજનાનો લાભ લેવાના નિયમો

  • FAME-2(ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઈબ્રિડ એન્ડ ઈલેક્ટ્રિક વ્હીકલ) તથા GEDA(ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી) દ્વારા એમપેનલ કરવામાં આવેલા અધિકૃત વિક્રેતા તથા અધિકૃત મોડેલ ઉપર જ સબસિડી મળશે.
  • એક વખતમાં ઓછામાં ઓછા 50 કિ.મી. ચાલી શકે તેવા લિથિયમ બેટરી વાળા હાઈ-સ્પીડ મોડેલ્સ કે જેમાં સેપરેટ ચાર્જિંગ સ્ટેશનની જરૂર ન પડે તેવા, મોટર એન્ડ વ્હીકલ એક્ટ મુજબ માન્યતા ધરાવતા ટુ-વ્હીલર
  • ભારત સાથે જમીન સરહદ ધરાવતા દેશો(નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશ સિવાય)ના ઉત્પાદકો અને તેના વિક્રેતાઓને આ યોજના હેઠળ એમપેનલ કરી શકાશે નહીં
  • મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતમાં નિર્માણ પામેલા વાહનોને જ આ યોજના હેઠળ માન્યતા મળી છે.

GO-GREEN શ્રમીક યોજના હેઠળ મળવાપાત્ર લાભ

કન્સ્ટ્રક્શન વર્કરબેટરી સંચાલિત ટુ-વ્હીલરની એક્સ શોરૂમ કિંમતના 50% અથવા રૂ. 30,000/- બેમાંથી જે ઓછું હોય, તેમજ વાહન RTO નોંધણી કર અને રોડ ટેક્સ પર એક વખતની સબસિડી.
ઔદ્યોગિક કાર્યકરબેટરી સંચાલિત ટુ-વ્હીલરની એક્સ શોરૂમ કિંમતના 30% અથવા રૂ. 30,000/- બેમાંથી જે ઓછું હોય તે તેમજ વાહન RTO નોંધણી કર અને રોડ ટેક્સ પર એક વખતની સબસિડી.
ITI વિદ્યાર્થીઓબેટરી સંચાલિત ટુ વ્હીલરની ખરીદી પર રૂ. 12000/-

યોજનાનો લાભ લેવા માટેના દસ્તાવેજો

  • લાભાર્થી જો વિદ્યાર્થી હોઈ તો તેનું માર્કશીટ અને બોનોફાઇડ સર્ટિફિકેટ.
  • લાભાર્થી જો વિદ્યાર્થી હોઈ તો શાળા અને કોલેજમાં ફી ભર્યાની રસિદ.
  • લાભાર્થી નું આધારકાર્ડ.
  • લાભાર્થી નું જાતિનું પ્રમાણપત્ર.
  • લાભાર્થી નાં બેંકના ખાતા ની પાસબુક ની નકલ
  • લાભાર્થી વ્યક્તિ હોઈ તો તેમનું આધારકાર્ડ અથવા સંસ્થા હોઈ તો તેમનું સંસ્થા નું પ્રમાણપત્ર.
  • લાભાર્થી કોઈ વ્યક્તિ હોઈ તો તેનું Three wheeler driving licence.

અરજી કઈ રીતે કરવી?

ગુજરાત ગો ગ્રીન યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે અગત્યના સ્ટેપ નીચે મુજબ આપેલા છે.

  • અરજી કરવા માટે બાજુની લિંક ઉપર ક્લિક કરો. https://gogreenglwb.gujarat.gov.in/indexGLWB.aspx?ServiceID=9
  • Register Your Self ઉપર કિલક કરો. અથવા https://gogreenglwb.gujarat.gov.in/RegistrationGLWB.aspx લિંક ઉપર કિલક કરો.
  • ફોર્મમાં પ્રાથમિક માહિતી ભરો.
  • વિગતો ભરી યુઝર ક્રિએટ કરો.
  • Login & Update Profile
  • Login કરી માહિતી ચકાસો યોગ્ય ન હોય તો આપ સુધારો કરી શકો છો.
  • Apply For Scheme
  • સ્ટેપ ૧ અને ૨ યોગ્ય હોય યોજના હેઠળ અરજી ઓપન થશે અને માંગ્યા મુજબની માહિતી ભરો.
  • Submit Application
  • આપે ભરેલું ફોર્મ યોગ્ય છે કે કેમ? તે ચકાસી લો.
  • યોગ્ય માહિતી જણાયે એપ્લીકેશન સબમીટ કરો.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો