ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજના 2024 : સરકાર આપશે બેટરી સંચાલિત સ્કૂટર, રીક્ષા ખરીદવા માટે 12,000 ની સહાય

ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજના 2024 : સમગ્ર વિશ્વમાં પ્રદુષણ દિન-પ્રતિદિન વધતું જાય છે. પર્યાવરણનું જતન અને ઉછેર કરવો આપણી નૈતિક જવાબદારી છે. પર્યાવરણ સાચવવા માટે પરંપરાગત ઉર્જાનો વપરાશ વધારવો ખૂબ જ જરૂરી છે. આ ઉદ્દેશને ધ્યાને લઈને જુદા-જુદા દેશો પ્રદુષણરહિત સાધનોનો આવિષ્કાર કરી રહ્યા છે. જેમાં બેટરી સંચાલિત સ્કૂટર, રીક્ષા અને કાર પણ દોડતી થયેલ છે. જેથી Gujarat Government દ્વારા Electric Scooter તથા e-rickshaw નો વપરાશ વધારી હવા શુદ્ધ રાખે તે માટે Gujarat Two Wheeler Scheme વાહનોની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે.

ઇ-વાહન સબસિડી યોજના 2024

આ સહાય ટોટલ 2 પ્રકાર ના વાહનો માં આપવામાં આવે છે. રાજ્યમાં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જો તેઓ 2 વ્હીલર ઈલેક્ટીક વાહન ખરીદે તો તેઓને રૂ.12,000/- સબસિડી આપવામાં આવે છે. અને અન્ય વ્યક્તિ/સંસ્થા ને 3 વ્હીલર ઈલેક્ટ્રીક વાહન ખરીદે તો તેઓ ને રુ.48,000/- ની સબસિડી આપવામાં આવે છે. એટલે કે સરકાર આવા વાહનો પર સબસીડી આપે છે.જેનાથી લોકો વધુ ને વધુ ઈલેક્ટ્રીક વાહન ચલાવે અને પ્રદૂષણ પર નિયંત્રણ લાવી શકાય.

ઇ-વાહન સબસિડી યોજના 2024 – હાઈલાઈટ્સ

યોજનાનું નામગુજરાત સરકાર ઈલેક્ટ્રીક વ્હીકલ સબસીડી
ભાષા ગુજરાતી / અંગ્રેજી
રાજ્યગુજરાત
ઉદેશ્યઈલેક્ટ્રીક વાહન દ્વારા પ્રદૂષણની વધતી જતી સમસ્યાને રોકવા
લાભાર્થીગુજરાતના તમામ નાગરિક
હેલ્પ – લાઇન79232 57251 , 23257253

ઇ-વાહન સબસિડી યોજનાનો ઉદેશ્ય

આ યોજના લોન્ચ નો મુખ્ય હેતુ ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર ખરીદવા માટે પ્રોત્સાહન કરવાનું છે તે પ્રદૂષણની વધતી જતી સમસ્યાને રોકવામાં મદદ કરશે આ યોજનાના લાભાર્થી નવમા ધોરણથી કોલેજ સુધીના ના વિદ્યાર્થીઓ યોજનાના લાભાર્થી છે.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

ગુજરાતના નાગરિકોને electric scooter અને e rickshaw ની ખરીદી પર સબસીડીની ચૂકવણી GEDA Gujarat Gov in Bike Yojana હેઠળ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે “ગુજરાત ઊર્જા વિકાસ એજન્‍સી“ દ્વારા લાભાર્થીઓની પાત્રતા નક્કી કરેલી છે, જે નીચે મુજબ છે.

  • લાભાર્થી ગુજરાતનો નાગરિક હોવો જોઈએ.
  • Gujarat two wheeler scheme રાજ્યના ધોરણ-9 અને 12 તથા કોલેજના વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર થશે.
  • Three Wheeler Scheme રાજ્યના વ્યક્તિઓ અને સંસ્થાઓને મળવાપાત્ર જ થશે.

ઇ-વાહન સબસિડી યોજનામાં મળતો લાભ

પર્યાવરણનું રક્ષન અને જતન કરવા માટે e-scooter અને e-rickshaw નો ઉપયોગ વધારવો જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને Battery Operated Two Wheeler Scheme 2021-22 અમલમાં મૂકવામાં આવી છે, જેમાં લાભાર્થીઓને વાહનોની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. આ યોજના શું લાભ મળે તેની વિગતો નીચે મુજબ છે.

  • આ યોજના હેઠળ ધોરણ-9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓને electric scooter ની ખરીદી પર 12,000/- સહાય આપવામાં આવશે.
  • વ્યક્તિ અને સંસ્થાઓ માટે Three Wheeler અથવા e rickshaw ની ખરીદી પર 48,000/- Subsidy આપવામાં આવશે.
  • Gujarat Electric e-Vehicle Scheme યોજના હેઠળ લાભાર્થીઓને સબસીડીની રકમ Direct Benefit Transfer (DBT) દ્વારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
  • આ યોજના અંતર્ગત લાભાર્થીઓને ઇલેક્ટ્રીક વાહનો આવજ વગરના આપવામાં આવશે.
  • આ યોજના માટે છોકરા અને છોકરીઓ બન્ને લાભ મળવાપાત્ર થશે.

આ યોજનામાં અરજી કરવાના દસ્તાવેજો

  • આધારકાર્ડ
  • શાળાનું પ્રમાણપત્ર
  • બેંક ખાતા ની વિગતો
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • મોબાઈલ નંબર
  • સંપૂર્ણ વિગતો સાથેનું અરજીપત્ર (એક નકલ ડીલર દ્વારા રેકોર્ડ માટે રાખવાની રહેશે)
  • શૈક્ષણિક વર્ષ 2021-22 માટે બોનાફાઇડ પ્રમાણપત્ર (મૂળ / રંગીન સ્કેન કોપી) ધોરણ / અભ્યાસના વર્ષ, ફોટોગ્રાફ, બાહ્ય નં. અને તારીખ અથવા છેલ્લી પરીક્ષા પાસ કરેલ માર્કશીટની સ્વ-પ્રમાણિત નકલ.
  • વિદ્યાર્થીની આધારકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ
  • હાઈ સ્પીડ બેટરી સંચાલિત ટુ-વ્હીલરની ખરીદી માટે
  • સંપૂર્ણ વિગતો સાથેનું અરજીપત્ર (એક નકલ ડીલરો રેકોર્ડ માટે રાખી શકે છે)
  • શૈક્ષણિક વર્ષ 2021-22 માટે બોનાફાઇડ પ્રમાણપત્ર (મૂળ) અભ્યાસના ધોરણ/વર્ષની વિગતો સાથે, ફોટોગ્રાફ, બાહ્ય નં. અને તારીખ અથવા છેલ્લી પરીક્ષા પાસ કરેલ માર્કશીટની સ્વ-પ્રમાણિત નકલ.
  • વિદ્યાર્થીના આધાર કાર્ડની સ્વ-પ્રમાણિત નકલ.
  • વિદ્યાર્થીના ડ્રાઇવિંગ લાયસન્સની સ્વ-પ્રમાણિત નકલ (ફરજિયાત)

અરજી કઈ રીતે કરવી?

  • ગુજરાત ઇલેક્ટ્રિક ઇ-વ્હીકલ યોજનાની અધિકૃત વેબસાઇટ એટલે કે geda.gujarat.gov.in ની મુલાકાત લો.
  • હોમપેજ પર, “ઓનલાઈન અરજી કરો” બટન પર ક્લિક કરો.
  • એપ્લિકેશન ફોર્મ સ્ક્રીન પર દેખાશે.
  • જરૂરી વિગતો દાખલ કરો (બધી વિગતો જેમ કે નામ, પિતાનું નામ, જન્મ તારીખ, જાતિ, શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતીનો ઉલ્લેખ કરો) અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • એપ્લિકેશનના અંતિમ સબમિશન માટે સબમિટ બટન પર ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો