ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ યોજના : સરકાર આપશે ખેડૂતોને લાઇટ ટ્રેપ ખરીદવા માટે 1400 રૂપિયાની સહાય

ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ યોજના 2023 : સરકાર દ્વારા પાકના રક્ષણ માટે પણ યોજના બનાવવામાં આવી છે. આજે આપણે ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ માટે સહાય યોજના ની વિગતવાર માહિતી આપીશું. Support Scheme for Eco Friendly Light Trap in Gujarat હેઠળ શું લાભ મળે તેની ચર્ચા કરીશું. ભૌતિક રીતનો ઉપયોગ કરી પોતાના પાકનું રક્ષણ કરવા અનેક પધ્ધતિનો ઉપયોગ થાય છે. જેમાં Support Scheme for Eco Friendly Light Trap in Gujarat શું છે? તેની માહિતી મેળવીશું. ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ માટે સહાય યોજના હેઠળ શું શું લાભ મળે?, કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.

ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ યોજના 2023

ikhedut Portal પર ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્ય પાલનની યોજનાઓ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડની યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. જેમાંની હાલ વર્ષ 2023-24 માટે આઇ ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજનાઓ કુલ 106 ઘટકો માંથી 74 ઘટકો (યોજનાઓ) માટે અરજી ફોર્મ ચાલુ થયા છે.

ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ માટે સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશખેડૂત કે જે ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ દ્વારા પોતાના પાકનું રક્ષણ કરવા માંગે છે,
તેમને સહાય પૂરી પાડવી
વિભાગનું નામબાગાયતી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે? પ્રતિ એકમ રૂ 8600 ખર્ચના મહત્તમ પ્રતિ એકમ રૂ. 1400 મળવા પાત્ર છે.
ઓફિશિયલ વેબસાઈટ@ ikhedut.gujarat.gov.in
અરજીની પદ્ધતિઓનલાઇન

ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ યોજનાનો ઉદેશ્ય

ખેડૂત દ્વારા પાકનું રક્ષણ કરવા અનેક કેમિકલ દવાનો ઉપયોગ કરે છે. સરકાર દ્વારા કેમિકલ દવાનો ઉપયોગ ઘટાડવા અને પાકનું રક્ષણ થાય એ માટે આ યોજના બાનાવવામાં આવી છે. આ યોજનાનો હેતુ એ એવા ખેડૂત કેજે ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ દ્વારા પોતાના પાકનું રક્ષણ કરવા માંગે છે, તેમને સહાય પૂરી પાડવી.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ માટે સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

  • આ યોજનામાં સામાન્ય, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો લાભ ખેડૂત વધુમાં વધુ 7 વખત લઈ શકશે.
  • ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ એ કૃષિ ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે.

ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ યોજનામાં મળતો લાભ

ખેડૂત વર્ગમળવાપાત્ર લાભ
અનુસુચિત જાતિના  ખેડૂતો માટેપ્રતિ એકમ રૂ 8600 ખર્ચના મહત્તમ પ્રતિ એકમ રૂ. 1400 મળવા પાત્ર છે.
અનુસુચિત જનજાતિના  ખેડૂતો માટેપ્રતિ એકમ રૂ 8600 ખર્ચના મહત્તમ પ્રતિ એકમ રૂ. 1400 મળવા પાત્ર છે.
સામાન્ય જાતિના ખેડૂતો માટેપ્રતિ એકમ રૂ 8600 ખર્ચના મહત્તમ પ્રતિ એકમ રૂ. 1200 મળવા પાત્ર છે.  નાનાં/સીમાંત/મહિલા લાભાર્થીને પ્રતિ એકમ રૂ 8600 ખર્ચના મહત્તમ પ્રતિ એકમ રૂ. 1400 મળવા પાત્ર છે.

આ યોજનામાં અરજી કરવા માટેના દસ્તાવેજો

ikhedut Portal પર ચાલતી ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

  • કિસાનની 7/12 અને 8-અ ની જમીનની નકલ
  • આધારકાર્ડની નકલ
  • જો ખેડૂત લાભાર્થી એસ.સી. જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી એસ.ટી. જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • લાભાર્થીનું રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

અરજી કઈ રીતે કરવી?

આયોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી Online Arji કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.

  • પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ @ ikhedut.gujarat.gov.in ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
  • “Bagayati ni yojana” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર- ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ પર ક્લિક કરવું.
  • જેમાં ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાની રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો