દિવ્યાંગ સાધન સહાય યોજના 2023 : વિકલાંગોને વ્યવસાય માટે સાધન ખરીદવા મળશે 20,000 ની સહાય

દિવ્યાંગ સાધન સહાય યોજના 2023 : ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના દરેક નાગરિક માટે અનેક હિતકારી યોજના ચલાવવામાં આવે છે. હાલમાં સરકાર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓના લાભ માટે અનેક યોજના ચલાવવામાં આવે છે. અગાઉના આર્ટીકલમાં દિવ્યાંગ બસપાસ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના જેવી યોજનાની વિગતવાર માહિતી મેળવી. આ યોજનામાં દિવ્યાંગ વ્યક્તિઓને દિવ્યાંગતામાં થોડી રાહત થાય તેવા સાધનો પણ આપવામાં આવે છે. તેમજ ધંધો કરવા માટે સાધન આપવામાં આવે છે. તો આપણે આ આર્ટિકલ દ્વારા જાણીશું કે દિવ્યાંગ સાધન સહાય યોજના માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેમજ તેમાં કયા કયા ડોકયુમેન્ટ્સ ની જરૂર પડશે. તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો.

દિવ્યાંગ સાધન સહાય યોજના 2023

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,ગાંધીનગર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટે ‘Divyang Sadhan Sahay Yojana‘ અમલમાં મૂકવામાં આવેલી છે. દિવ્યાંગ વ્યક્તિઓ સમાજમાં સન્માનપૂર્વક પોતાનું જીવન જીવી શકે અને ગુજરાન ચલાવી શકે તે હેતુથી ખાસ આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જેની હવે ફક્ત Online application ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પરથી કરવાની રહેશે. દિવ્યાંગ સાધન સહાય યોજનામાં 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને કૃત્રિમ અવયવો બેસાડવા તથા શૈક્ષણિક અને ધંધાકીય રીતે ઉપયોગી થાય તેવા સાધનો પુરા પાડી તેમનો શૈક્ષણિક વિકાસ અને સામાજિક પુન:સ્થાપન થાય તે હેતુથી આ યોજના ચલાવવામાં આવે છે.

દિવ્યાંગ સાધન સહાય યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામદિવ્યાંગ સાધન સહાય યોજના
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સમાજ સુરક્ષા
આર્ટીકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
શું સહાય આપવામાં આવે છે?આ યોજનામાં દિવ્યાંગ અને પાત્રતા ધરાવતા અરજદારોને મફત સાધન સહાય આપવામાં આવે છે.
અરજી પ્રક્રિયાઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://esamajkalyan.gujarat.gov.in/

દિવ્યાંગ સાધન સહાય યોજનાનો ઉદેશ્ય

  • રાજ્યમાં દિવ્યાંગોને કૃત્રિમ અવયવો બેસાડવા તથા શૈક્ષણિક અને ધંધાકીય રીતે ઉપયોગી થાય તેવા સાધનો પુરા પાડી તેમનો શૈક્ષણિક વિકાસ અને સામાજિક પુનઃ સ્થાપન થાય તે આ યોજનાનો મુખ્ય હેતુ છે.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

  • ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિને યોજનાનો લાભ આપવામાં આવે છે.
  • ૧૬ વર્ષથી નીચેની દિવ્યાંગ વ્યક્તિને રોજગારલક્ષી સાધનો આપી શકાશે નહી.
  • લાભાર્થી ગુજરાતના રહેવાસી હોવા જોઈએ.

દિવ્યાંગ સાધન સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

આ યોજના હેઠળ લાભાર્થીને તેની દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો અને સ્વરોજગારલક્ષી સાધનો માટે કુલ રૂ. ૨૦,૦૦૦/- ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. આ યોજના અંતરગર્ત દરેક પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને રોજગારલક્ષી તેમજ તેની દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો આપી શકાશે. સરકારશ્રી દ્રારા ૨૧ પ્રકારની દિવ્યાંગતામાં મદદરૂપ થાય તેવા સાધનો નક્કી થયેલ હશે તે મુજબ મળવાપાત્ર થશે.

યોજનામાં અરજી કરવા માટેના દસ્તાવેજો

દિવ્યાંગ સાધન સહાય યોજના માટે નીચે મુજબ ડોકયુમેન્ટ્સ ની જરૂર પડશે:

  • આધાર કાર્ડ
  • જિલ્લા સિવિલ સર્જનનું દિવ્યાંગતાનું ટકાવારી દર્શાવતું પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ, અધારકાર્ડ, વિજલિ બિલ, ભાડાકરાર, ચૂંટણીકાર્ડ) પૈકી કોઈ પણ એક
  • ઉંમરનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો, મેડિકલ સર્ટિફિકેટ) પૈકી કોઈ પણ એક

અરજી કઈ રીતે કરવી?

યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો:

  • સૌપ્રથમ ફોર્મ ભરવા માટે @ esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ખોલો.
  • ત્યાર પછી નીચે મુજબ પેજ ખુલશે.
  • ઉપર જણાવ્યા પ્રમાણે “New User” પર ક્લિક કરવાનું રહેશે. તેમજ સૌપ્રથમ નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • ત્યાર બાદ નવું રજીસ્ટ્રેશન કરશો એટલે નીચે મુજબ પેજ ખુલશે.
  • ઉપર જણાવ્યા પ્રમાણે બધીજ તમારી વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
  • ઉપર મુજબ બધી જ માહિતી ભરીને સબમિટ કરવાનું રહેશે. ત્યાર પછી Id અને Password તમારા મોબાઈલ માં આવશે.
  • ત્યાર પછી તે Id અને Password થી ઉપર દર્શાવ્યા પ્રમાણે લોગીન કરવાનું રહેશે.
  • ત્યાર પછી નીચે મુજબ બધીજ યોજનાઓ જોવા મળશે.
  • ઉપર મુજબ જણાવ્યા પ્રમાણે “દિવ્યાંગ કુત્રિમ અવયવો તથા સાધન સહાય યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
  • તે યોજના પર ક્લિક કરશો એટલે નીચે પ્રમાણે નવું પેજ ઓપન થશે.
  • ઉપર જણાવ્યા પ્રમાણે “OK” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • “OK” બટન પર ક્લિક કરશો એટલે નીચે મુજબ પેજ ઓપન થશે.
  • ઉપર જણાવ્યા પ્રમાણે અરજદારે પોતાની બધી જ વિગતી ભરવાની રહેશે.
  • આ બધી વિગતોમાં દર્શાવ્યા પ્રમાણે “અરજદારની વ્યક્તિગત માહિતી”, ” આરજદારની અન્ય વિગતો”, “ડોકયુમેન્ટ અપલોડ” અને લાસ્ટ માં “એકરારનામુ” વગેરે જેવી વિગતો ભરવાની રહેશે.
  • ત્યાર પછી લાસ્ટ “Save Application” પર ક્લિક કરીને અરજી સબમિટ કરવાની રહશે.
  • અરજી સબમિટ કરશો એટલે “અરજી નંબર” જનરેટ થશે. આ અરજી નંબર થી અરજદાર પોતાની અરજીનું સ્ટેટ્સ ચેક કરી શકે છે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો