
જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી પોરબંદર ભરતી 2023 : જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી પોરબંદર કચેરી હેઠળના સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત જીલ્લા કક્ષાએ તદ્દન હંગામી ધોરણે 11 માસ કરાર આધારિત ખાલી જગ્યાઓ ભરવા તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે આપેલ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવી છે.
જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી પોરબંદર ભરતી 2023
જિલ્લા ગ્રામ વિકાસ એજેંસી દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
ગ્રામ વિકાસ એજન્સી પોરબંદર ભરતી 2023 – હાઈલાઈટ્સ
પોસ્ટ ટાઈટલ | જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી પોરબંદર ભરતી 2023 |
પોસ્ટ નામ | ડેટા એન્ટ્રી ઓપરેટર અને અન્ય |
કુલ જગ્યા | 2 |
સંસ્થા | જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી |
અરજી પ્રકાર | ઓફલાઈન |
પોસ્ટ
પોસ્ટ નામ | કુલ જગ્યા |
મોનીટરીંગ એન્ડ ઈવેલ્યુએશન–એમઆઈએસ કન્સલન્ટન્ટ | 01 |
ડેટા એન્ટ્રી ઓપરેટર | 01 |
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ નામ | લાયકાત / અનુભવ |
મોનીટરીંગ એન્ડ ઈવેલ્યુએશન-એમઆઈએસ કન્સલન્ટન્ટ | માસ્ટર ડિગ્રી ઇન સ્ટેટિસ્ટિકસ / મેથ્સ અને પીજીડીસીએ. અનુભવ : સરકારી / અર્ધસરકારી / સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ / પબ્લિક / પ્રાઇવેટ સેક્ટરની સંસ્થાઓમાં સંબંધિત જગ્યાની કામગીરીનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ. |
ડેટા એન્ટ્રી ઓપરેટર | પીજીડીસીએ અથવા સ્નાતક સાથે સી.સી.સી.નો સરકાર માન્ય કોર્ષ તથા અંગ્રેજી / ગુજરાતી ટાઈપના જાણકાર. અનુભવ :સરકારી / અર્ધસરકારી / સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ / પબ્લિક / પ્રાઇવેટ સેક્ટરની સંસ્થાઓમાં સંબંધિત જગ્યાની કામગીરીનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ. |
ઉમર મર્યાદા
- ન્યૂનતમ : 21 વર્ષ
પગાર ધોરણ
પોસ્ટ નામ | માસિક ફિક્સ મહેનતાણું |
મોનીટરીંગ એન્ડ ઈવેલ્યુએશન-એમઆઈએસ કન્સલન્ટન્ટ | રૂ. 25,000/- |
ડેટા એન્ટ્રી ઓપરેટર | રૂ. 10,000/- |
પસંદગી પ્રક્રિયા
- પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇંટરવ્યૂના આધારે કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી સાથે પોતાના બાયોડેટાની એક નકલ, તાજેતરના પાસપોર્ટ સાઈઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર, કોમ્પ્યુટર જ્ઞાન અંગેના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત કરેલ નકલ બીડવાની રહેશે. પ્રમાણપત્રો અધુરા હશે તેવી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી.
મહત્વપૂર્ણ તારીખ
- ઉમેદવારે અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી દિવસ 10 સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે.
- સમયમર્યાદા બાદ મળેલ અરજી સ્વીકારવામાં આવશે નહી.
- જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી પહેલો દિવસ ગણવામાં આવશે.
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |