પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના : મકાન બનાવવા માટે સરકાર આપશે 1 લાખ 20 હજારની સહાય

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના : શું તમે પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનું ફોર્મ ભરવા માંગો છો? અહીં અમે તમને આ લેખ દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ની સંપૂર્ણ માહીતી આપીશુ. આ યોજના નો મુખ્ય હેતુ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો કે જેમની પાસે પોતાનો પ્લોટ અથવા કાચું મકાન છે તેમને પાકું મકાન બનાવવા સરકાર 1 લાખ 20 હજાર ની આર્થિક સહાય આપે છે. હવે અમે તમને પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ , વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે 1 લાખ 20 હજાર ની આર્થિક સહાય ગ્રામ્ય શહેરી વિસ્તારમાં સહાય આપવામાં આવે છે. મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ 2 વર્ષની છે.

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામપંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના
હેઠળગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
લેખનો પ્રકારસરકારી યોજના
અરજીપંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ઓનલાઈન ફોર્મ 2022 અરજી કરો
સત્તાવાર પોર્ટલesamajkalyan.gujarat.gov.in
લાભરૂ.1,20,000ની મકાન સહાય

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો ઉદેશ્ય

  • પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો કે જેમની પાસે પોતાનો પ્લોટ અથવા કાચું મકાન છે અને તેઓ જર્જરિત હાલતમાં છે. તેવા ગરીબ લાભાર્થીને ગુજરાત સરકાર દ્વારા નવું પાકું મકાન બનાવવા માટે 1 લાખ 20 હજાર ની આર્થિક સહાય આપશે.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

  • આ યોજના માં લાભાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જરૂરી છે.
  • લાભાર્થી ગુજરાતની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ , વિચરતી વિમુકત જાતિના જોઈએ.
  • આ યોજના હેઠળ લાભ મેળવવા માટે લાભાર્થી પાસે પોતાનો પ્લોટ અથવા તો પોતાનું કાચું મકાન હોવું આવશ્યક છે.
  • જો કોઈ વ્યક્તિને સરકાર દ્વારા મફતમાં પ્લોટ આપવામાં આવે છે તો તે પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર બનશે.
  • લાભ લેવા ઇચ્છુક લાભાર્થીના પરિવારમાં કોઈ પણ વ્યક્તિ પાસે બીજું મકાન કે પ્લોટ ન હોવો જોઈએ જો હોય તો તેવા લોકોને આ યોજનાનો લાભ મળશે નહીં.
  • જો પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છુક લાભાર્થી ગ્રામીણ વિસ્તારનો હોય, તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 20 હજાર થી વધુ ના હોવી જોઈએ.
  • જો લાભાર્થી શહેરી વિસ્તારનો હોય તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 50 હજાર થી વધુ ન હોવી જોઈએ.
  • અરજી કરનાર પરિવારમાં કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરી ન હોવી જોઈએ.
  • બી. પી. એલ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે.

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં મળવાપાત્ર લાભ

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023માં અરજી કરનાર લાભાર્થીને કુલ રૂ. 1,20,000/-ની સહાય મળવાપાત્ર થશે. આ રકમની રાશિની ચુકવણી ત્રણ અલગ અલગ મૂલ્યની રકમ હપ્તા સ્વરૂપે લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જમાં થશે.

  • પ્રથમ રાશી : પ્રથમ રાશીની રકમ રૂ. 40,000/- નો હશે. આ રકમ લાભાર્થીને નવુ પાકું મકાન/ઘરનું ચણતર કામ શરૂ કરવા માટે આપવામાં આવશે.
  • દ્વિતીય રાશિ : બીજી રાશિની રકમ રૂ. 60,000/- નો હશે. આ રકમ લાભાર્થીને મકાન/ઘરનું સ્તર લેટર લેવલે પહોંચતા મળે છે.
  • તૃતીય રાશિ : ત્રીજી અને અંતિમ રાશિની રકમ રૂ. 20,000/- છે.આ રાશિની રકમ લાભાર્થીનું મકાન/ઘર પૂર્ણ થવા પર હોય ત્યારે મળવાપાત્ર થશે.

આ યોજનામાં અરજી કરવા માટેના દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • અરજદાર જાતિ/પેટાજાતિ નો દાખલો
  • આવક નો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળીનું બિલ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ભાડાકરાર, ચૂંટણી કાર્ડ)
  • પાસબુક / કેન્સલ ચેક
  • જમીન ધારકો/દસ્તાવેજો/અકરાણી પત્રકો/જમણા રોલ/ચાર્ટર્ડ શીટનો આધાર (જે લાગુ છે)
  • જમીન ઉપર બિલ્ડીંગનું બાંધકામ, તે જમીનનો વિસ્તાર દર્શાવતા નકશાની નકલની સાહિવલી જણાવે છે કેતુરડીસા (તલાટી મંત્રીશ્રી).
  • અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
  • મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
  • BPLનો દાખલો
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
  • પાસબુક / કેન્સલ ચેક
  • અરજદારના ફોટો

અરજી કઈ રીતે કરવી?

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022 નું ફોર્મ માત્ર સમાજ કલ્યાણ વિભાગની વેબસાઇટ પર જ ભરી શકશો.

  • સૌ પ્રથમ, તમારે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગની સત્તાવાર વેબસાઇટ samajkalyan.gujarat.gov.in પર જવું પડશે.
  • તમારી સામે હોમ પેજ ખુલશે.
  • નાગરિક લૉગિન વિભાગ હેઠળ હોમ પેજ પર, તમારે તમારું વપરાશકર્તા આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
  • હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો