ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ યોજના : ધોરણ 11,12 તથા કોલેજના વિધ્યાર્થીઓના શિષ્યવૃતિના ફોર્મ શરૂ

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ યોજના : ધોરણ 11-12, ડિપ્લોમા, ITI, સ્નાતક, અનુસ્નાતક, પીએચડી, એમફિલ સ્તરના અભ્યાસક્રમ વર્ષ 2023 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2023 માટે અરજી કરવા. વ્યક્તિઓએ તેમની અરજીઓ ઑફિસના નિયામકને સબમિટ કરવી આવશ્યક છે. અનુસૂચિત જાતિ કલ્યાણ/આદિજાતિ વિકાસ/અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય ગાંધીનગર. 24 વર્થની શિષ્યવૃત્તિ માટે વિચારણા કરવી.

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ યોજના

આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે ગુજરાત સરકાર વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ પ્રદાન કરે છે. અનામત શ્રેણીના અને ગુજરાતના કાયમી નિવાસી વિદ્યાર્થીઓ આ યોજના માટે ઓનલાઈન મોડ દ્વારા અરજી કરી શકે છે. આ લેખમાં અમે જણાવશું કે વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 202-23 માટે કેવી રીતે ફોર્મ ભરી શકે છે કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકે છે.

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ યોજના – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023
પોસ્ટ નામગુજરાત પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના 2023
લાભ કોને મળશે?OBC, EBC, DNT, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ
ફોર્મ શરૂ તારીખ22 સપ્ટેમ્બર 2023
ફોર્મ છેલ્લી તારીખ5 નવેમ્બર 2023
સત્તાવાર વેબસાઈટ@ www.digitalgujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન

પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના OBC, EBC અને DNT વિદ્યાર્થી

નિયામક, વિકસિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ખાતા હસ્તકની કેન્દ્ર પુરસ્કૃત PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India અમ્બ્રેલા યોજના પૈકી Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજનાનો અમલ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત કરવાનો થાય છે.

વિકસિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ધોરણ 11-12, ડિપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, અનુસ્નાતક, એમફીલ, પીએચડી કક્ષાના અભ્યાસક્રમ માટે કુલ 10 યોજનાઓની જગ્યાએ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય. નવી દિલ્હી અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર હેઠળ નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કેન્દ્ર પુરસ્કૃત PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India અમ્બ્રેલા યોજના પૈકી Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજનાનો અમલ કરવાનો થાય છે.

SC વિદ્યાર્થી માટે સહાય

  • SC વિદ્યાર્થી (GOI) માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (BCK-6.1)
  • SC વિદ્યાર્થી (GOI) માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (ફક્ત ફ્રીશિપ કાર્ડ વિદ્યાર્થી) (BCK-6.1)
  • SC વિદ્યાર્થીઓ માટે ફૂડ બિલ સહાયક (BCK-10)
  • SC વિદ્યાર્થીઓ માટે M.Phil, Ph.D માટે ફેલોશિપ યોજનાઓ (BCK-11)
  • અનુ.જાતિના વિદ્યાર્થીને સાધન સહાય (મેડિકલ, એન્જિનિયરિંગ, ડિપ્લોમા વિદ્યાર્થી જ) (BCK-12)
  • ITI/વ્યાવસાયિક અભ્યાસક્રમો (BCK-13) માટે અનુ.જાતિ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ/સ્ટાઈપેન્ડ
  • માત્ર SC કન્યા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (વાર્ષિક કૌટુંબિક આવક 2.50 લાખથી વધુ) (રાજ્ય સરકારની યોજનાઓ) (BCK-5)
  • SC વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન કોચિંગ સહાય (વિજ્ઞાન પ્રવાહ) (ધોરણ : 11-12) (BCK-7)
  • SC વિદ્યાર્થીને ટેબ્લેટ સહાય (BCK-353)

OBC, EBC અને DNT વિદ્યાર્થી માટે

PM YASASVI Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજના

  • બીસીકે – 80 મેડીકલ, એન્જીનીયરીંગ, ડીપ્લોમાના વિદ્યાર્થીઓને સાધન સહાય.
  • બીસીકે – 79 મેડીકલ, એન્જીનીયરીંગ વિદ્યાર્થીઓને ભોજન બીલ સહાય.
  • ડી.એન.ટી. – 2 મેડીકલ એન્જીનીયરીંગ વિદ્યાર્થીઓને ભોજન બીલ સહાય.
  • બીસીકે – 98 એમ.ફીલ, પીએચ.ડી, વિદ્યાર્થીઓ માટેની ફેલોશીપ યોજના.
  • બીસીકે – 81 સી ડૉ. બાબાસાહેબ આંબેડકર અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ.
  • બીસીકે-325 સ્વનિર્ભર કોલેજમાં અભ્યાસ કરતા વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સહાય.
  • ટ્યુશન સહાય યોજના.

સ્કોલરશીપ માટે રજીસ્ટ્રેશન કઇ રીતે કરવું?

  • સૌપ્રથમ વિદ્યાર્થીઓએ Digital Gujarat Portal પર Citizen તરીકે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • નવું રજીસ્ટ્રેશન આધાર નંબર, મોબાઈલ નંબર, Email ID તેમજ નક્કી કરેલા પાસવર્ડ દ્વારા કરવાનું રહેશે.
  • જે કાયમી સાચવી રાખવાનો રહેશે.
  • રજીસ્ટ્રેશન વખતે મોબાઈલ નંબર અને ઈમેલ ID ફરજીયાત હોવાથી વિદ્યાર્થી પાસે ઈમેલ અને મોબાઈલ નંબર હોવો જરૂરી છે.
  • રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ પોતાના મોબાઈલ નંબર, ઈમેલ ID, યુઝરનેમ તથા જે પાસવર્ડ બનાવેલો હોય તેનો ઉપયોગ કરી પુન: લોગીન કરી પોતાની પ્રોફાઈલ અપડેટ કરવાની રહેશે.
  • જે વિદ્યાર્થી અગાઉ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પ્રોફાઈલ રજીસ્ટ્રેશન કરાવેલ હોય.
  • તેઓએ ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે નહિ.
  • તેઓ અગાઉના Login ID-Password વડે લોગીન કરી જે તે લાગુ પડતી યોજનામાં સીધી અરજી કરી શકશે.
  • જે વિદ્યાર્થીઓ ગત વર્ષનો પોતાનો ID-Password ભૂલી ગયેલ હોય તે વિદ્યાર્થીઓએ “Forger Password” પર ક્લિક કરી પોતાના રજીસ્ટર્ડ મોબાઈલ પર OTP મેળવી નવો પાસવર્ડ બનાવી લેવાનો રહેશે.
  • નવો પાસવર્ડ મળ્યા બાદ પોતાનો મોબાઈલ નંબર User ID રહેશે અને પાસવર્ડ જે નવો બનાવેલ છે તે રહેશે.
  • “Forger Password” મેનુ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગીન પેજ પર ઉપલબ્ધ છે.
  • જે વિદ્યાર્થીઓનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ખોવાઈ ગયેલ હોય કે કોઈ કારણસર બંધ થઇ ગયેલ હોય તો તેવા વિદ્યાર્થીઓ જીલ્લાની SC/ST/OBC

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો