જામનગર મહાનગરપાલિકા ભરતી 2023: જામનગર મહાનગરપાલિકા દ્વારા મેડીકલ ઓફિસર, સ્ટાફ નર્સ, એમ.પી.એચ.ડબલ્યુ વગેરે જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. જામનગર મહાનગરપાલિકામાં આરોગ્ય શાખા હસ્તક 15માં નાણાપંચ હેઠળ તદ્દન હંગામી ધોરણે મેડીકલ ઓફિસર, સ્ટાફ નર્સ તથા એમ.પી.એચ.ડબલ્યુની 11 માસ માટે કરાર આધારીત માસિક ફિક્સ વળતરથી ભરવા માટે અરજીઓ દર્શાવેલ ગુગલ લિન્કમાં તારીખ 15-03-2023 સુધીમાં કરવાની રહેશે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
બી.એસ.સી. (નર્સીંગ) અથવા ડીપ્લોમાં ઇન જનરલ નર્સીંગ એન્ડ મીડવાઈફરી ઇન્ડીયન નર્સીંગ કાઉન્સેલીંગ દ્વારા માન્ય સંસ્થામાંથી કરેલ હોવું જોઈએ ગુજરાત નર્સીંગ કાઉન્સેલનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ તેમજ ઉમેદવાર બેઝીક કોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ.
એમ.પી.એચ.ડબ્લ્યુ (મેલ)
ધોરણ 12 + એમ.પીએચ.ડબલ્યુ. બેઝીક ટ્રેનીંગ કોર્ષ 1 વર્ષ અથવા સેનેટરી ઇન્સ્પેકટર કોર્સ સરકાર માન્ય સંસ્થામાંથી કરેલ હોવો જોઈએ બેઝીક કોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ.