ITBP સ્પોર્ટ્સ ક્વોટા કોન્સ્ટેબલ ભરતી 2023: ઈન્ડો–તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) એ સ્પોર્ટ્સ ક્વોટામાં કોન્સ્ટેબલની જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ, ITBP કુલ 71 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેની સૂચના 2 ફેબ્રુઆરી 2023ના રોજ બહાર પાડવામાં આવી હતી. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ITBP કોન્સ્ટેબલ ભરતી 2023 માટે 21.03.2023 સુધીમાં તેની અધિકૃત વેબસાઇટ @recruitment.itbpolice.nic.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંથાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.