PM કિસાન યોજના KYC અપડેટ : આ તારીખ પહેલા ખેડૂતોને કરવી પડશે KYC, નહિતર નહીં મળે પૈસા

પ્રધાનમંત્રી યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ 12 હપ્તા સુધી સહાય ચૂકવાઈ ગયેલ છે. આગામી 13 માં હપ્તાના પૈસા આપવાનું આયોજન પણ ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. PM Kisan Yojana 13th Installment માટે આગોતરું આયોજન થઈ રહ્યું છે. પરંતુ તે પહેલાં ખેડૂત મિત્રોઓએ PM Kisan Yojana e-KYC Process Online ફરજિયાત કરવું પડશે.

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : આજે સોના ચાંદીના ભાવોમાં થયો બદલાવ, જાણો આજના ભાવ

PM કિસાન યોજના KYC અપડેટ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કિસાનોને રૂપિયા 2000/ ના ત્રણ સમાન હપ્તા મળીને કુલ 6000/- ની સહાય આપવામાં આવે છે. આગામી તેરમા હપ્તાની સહાય ચૂકવવા માટે કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. પરંતુ આ પહેલા સહાય મેળવતા તમામ ખેડૂત મિત્રોને ઈ-કેવાયસી કરવાનું રહેશે. એટલે તમામ લાભાર્થીઓએ આધાર લીંક અને સિડિંગ કરાવવું જરૂરી છે. આ આધાર લીંક કરવાની પ્રોસેસ ખેડૂતો ઓનલાઇન જાતે પણ કરી શકે છે. તથા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) તથા પોસ્ટ ઓફિસ ખાતેથી પણ કરાવી શકાશે.

PM કિસાન યોજના KYC અપડેટ – હાઈલાઈટ્સ

યોજનાનું નામપીએમ કિસાન યોજના
યોજનાની પેટા માહિતીPM Kisan Yojana eKYC Process Online કેવી રીતે કરવું?
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
પીએમ કિસાન યોજનાનો ઉદ્દેશદેશના ખેડૂતોને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા
લાભાર્થીઆ યોજના હેઠળ પાત્રતા ધરાવતા દેશના તમામ ખેડૂતો
Official Websitehttps://pmkisan.gov.in/

૨૮ ફેબ્રુઆરી પહેલાં લાભાર્થીઓએ આધાર લીંક અને સિડીંગ કરાવવું પડશે.

ખેડૂતો દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાનો લાભ મેળવતા હોય તો તેમને ઓનલાઇન e-KYC કરવું પડશે. જો કેંદ્ર સરકારની અધિકૃત વેબસાઈટ પરથી e-KYC નહીં કરેલ હોય તો રૂપિયા 2000/- હપ્તા બંધ થઈ જશે. જો ખેડૂત લાભાર્થીઓ દ્વારા 28 ફેબુઆરી 2023 પહેલાં આધાર લિંક અને સિડીંગ કરાવવું જરૂરી છે. જો નહીં કરાવેલ હોય તો સહાય મળશે નહિં.

આ પણ વાંચો : આજનું રાશિફળ : શિવજીની કૃપાથી આજનો દિવસ રહેશે આ રાશિના વ્યક્તિઓ માટે ખાસ

E-KYC પ્રક્રિયા ઓનલાઇન

કિસાન લાભાર્થીઓએ આધારકાર્ડ તેમના મોબાઈલ નંબર સાથે રજીસ્ટર થયેલ હોય તો સરળતાથી e-KYC કરી શકે છે. તમારી જાતે મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા કેવી રીતે e-KYC કરી શકાય તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

  • સૌથી પ્રથમ Google માં PM KISAN PORTAL ટાઈપ કરો.
  • આ અધિકૃત પોર્ટલ પર Home Page પર જાઓ.
  • PM Kisan Yojana Official Portal
  • હવે હોમ પેજ પર “Farmer Corner” પર જાઓ.
  • આ Farmer Corner માં eKYC પર ક્લિક કરો.
  • PM-Kisan Samman Nidhi OTP Based Ekyc
  • જેમાં “OTP Based Ekyc” નામનો ઓપ્શન આવશે. તેના પર ક્લિક કરો.
  • હવે નવું પેજ ખુલશે, તેમાં આધારકાર્ડ નંબર માંગવામાં આવશે.
  • આધારકાર્ડ નંબર નાખીને Get Mobile OTP ઓપશન પર ક્લિક કરો.
  • તમારા મોબાઈલ નંબર પર આવેલ OTP આવશે તે બોક્ષમાં નાખવાનું રહેશે.
  • ત્યારબાર Get Aadhar નામનું નવું ઑપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
  • આગળ તમારા આધારકાર્ડ સાથે Link કરેલા મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે, જે OTP ને તમારે વેબસાઈટમાં નાખવાનો રહેશે.
  • છેલ્લે, તમારે Submit for Auth બટન પર ક્લિક કરીને વેરિફિકેશનની કામગીરી કરવાની રહેશે.

આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક ન હોય ત્યારે ઈ-કેવાયસી કેવી રીતે કરવું?

જો લાભાર્થી ખેડૂતોનું આધારકાર્ડમાં મોબાઈલ નંબર એન્‍ટ્રી ન કરેલ હોય તો e-KYC કેવી રીતે કરવું એક મોટી સમસ્યા છે. પરંતુ આજે અમે તેની માહિતી આપીશું. જો તમે આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવેલ નથી અને તમારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ માટે eKYC કરાવવું પણ શક્ય છે.

આ પણ વાંચો : ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર કેમિકલ લિમિટેડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય અને e-KYC કરાવવું છે, તો તમારે નજીકના Common Service Centre (CSC) પરથી કરાવી શકો છો. CSC Center પર રૂબરૂ જઈને તમે કિસાન સન્માન નિધી યોજના માટે e-KYC કરાવી શકો છો.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટClick Here
HomePageClick Here