2 વ્હિલર માટે 20 હજાર સબસિડી સરકાર આપશે અને 3 વ્હિલર માટે 50 હજારની સબસિડી અને 4 વ્હિલર માટે દોઢ લાખની સબસિડી આપશે સરકાર

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને તેની પર્યાવરણ પર થતી અસરના કારણે હવે લોકો ઈલેક્ટ્રીક વાહનો તરફ વળી રહ્યા છે. જોકે, ઈલેક્ટ્રીક વાહન માટે થતો ખર્ચ વધુ હોવાથી ગ્રાહકો પાછી પાની કરે છે. આવામાં ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઈલેક્ટ્રીક વાહન ખરીદવા ખરીદવા ઈચ્છતા લોકોને ફાયદો થશે.આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું કે, ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ વપરાશ ઓછો થાય તે માટે આ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પહેલું રાજ્ય બનશે જે આવનારા 4 વર્ષ માટે આ પોલીસી લાગુ કરશે. તેમણે પોલીસી જણાવતા કહ્યું કે, 2 વ્હિલર માટે 20 હજાર સબસિડી સરકાર આપશે. આ સાથે 3 વ્હિલર માટે 50 હજારની સબસિડી અને 4 વ્હિલર માટે દોઢ લાખની સબસિડી સરકાર આપશે. આ પોલીસી 6 લાખ કાર્બન ઉત્સર્જન અટકાવશે અને રાજ્યને પ્રદૂષણમુક્ત બનાવશે.

કેટલી મળશે સબસીડી ?

રાજ્યમાં ઇલેકટ્રીક ટુ વ્હીલર ખરીદનાર વ્યક્તિને 20 હજાર રૂપિયા સુધીની સબસિડીનું પ્રોત્સાહન મળશે તે જ રીતે થ્રી વ્હીલર માટે 50 હજાર સુધી અને ફોર વ્હીલર માટે રૂપિયા 1 લાખ 50 હજાર સુધીનું પ્રોત્સાહન અપાશે
. આ સબસિડીનો લાભ 1.50 લાખ સુધીની કિંમતના ટુ વ્હીલર, 5 લાખ સુધીની કિંમતના થ્રી વ્હીલર અને 15 લાખ સુધીની કિંમતના ફોર વ્હીલરને મળવાપાત્ર થશે.
આ સબસિડીની રકમ અરજકરતાના બેંક અકાઉન્ટમાં આપવામાં આવશે. ઝડપથી સબસિડી મળી જાય તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે.

આ પણ વાંચો : Gujarat Election 2022 : કોંગ્રેસનાં ઉમેદવારોની બીજી યાદી જાહેર, 46 સીટો પર આપી ટીકીટ

સરકાર દ્વારા ફાળવાયું બજેટ

ઈલેક્ટ્રીક વાહનો ગુજરાતની પ્રજાને સસ્તા પડે તે માટે જરુરી સાધન-સામગ્રીઓનું મેન્યુફેક્ચરિંગ હબ ગુજરાત બને, ઈલેક્ટ્રીક મોબિલિટી ક્ષેત્રમાં યુવાનો સ્ટાર્ટઅપ રોકાણકારોને પ્રોત્સાહિત કરવા, વાહનોના પ્રદૂષ્ણથી પર્યાવરણને થતા નુકસાન પર કાપ મૂકવો જેવા મુદ્દાઓને સમાવવામાં આવ્યા છે.લોકો ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી માટે આગળ આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી માટે કિલોવોટ દિઠ રૂપિયા 10,000ની સબસિડી આપવાની જાહેરાત કરાઈ છે. આ સબસિટી બાકી રાજ્યોની સરખામણીમાં બમણી હોવાનું સરકાર જણાવી રહી છે. આ સબસિટી માટે રાજ્ય સરકાર 4 વર્ષમાં 870 કરોડનો બોજ વહન કરશે જેનાથી નાગરિકોને ફાયદો થાય.

લાભ કોને કોને મળશે

1) લાભાર્થી ગુજરાતનો નાગરિક હોવો જોઈએ
2) Gujarat two wheeler scheme રાજ્યના ધોરણ-9 અને 12 તથા કોલેજના વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર થશે.
3) Three Wheeler Scheme રાજ્યના વ્યક્તિઓ અને સંસ્થાઓને મળવાપાત્ર જ થશે.

આ પણ વાંચો : ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં આવી 465 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ફોર્મ કેવી રીતે ભરવું

Gujarat Electric e-Vehicle Scheme Online Application લાભાર્થીઓ ડિજીટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકશે. ટુંક સમયમાં જ રાજ્ય સરકાર દ્વારા આ યોજનાની ઓનલાઈન અરજીઓ ચાલુ કરવામાં આવશે.  જેની ઓફિશીયલ નોટિફિકેશન Digital Gujarat Portal પર મૂકવામાં આવશે.

ઓફલાઈન ફોર્મ કેવી રીતે ભરવું

  • લાભાર્થીએ પોતાના Application Form માં માંગ્યા મુજબ માહિતી ભરવાની રહેશે.
  • એપ્લિકેશન ફોર્મ ભરીને સાથે ડોક્યુમેન્‍ટ જોડવાના રહેશે.
  • ત્યારબાદ ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને પસંદ કરીને એમ્પેનલ થયેલી કંપનીઓ પાસે સહિ-સિક્કા કરવાના રહેશે.
  • અરજીપત્રકમાં માહિતી ભર્યા બાદ તથા મોડેલની પસંદગી કરીને પસંદ કરેલ ઉત્પોદકોના ડીલર્સ પાસે ફોર્મ જમા કરાવી શકાય.
  • Electric Bike Subsidy in Gujarat નો લાભ લેવા માટે અરજી ફોર્મ GEDA ની ઓફિસ ખાતે પણ જમા કરાવી શકાય છે.
આ પણ વાંચો : Top 3 App For Free Recharge : આ ત્રણ એપથી કરો કોઈપણ સીમનું રીચાર્જ ફ્રી
Apply online click here
Home page click here

7 thoughts on “2 વ્હિલર માટે 20 હજાર સબસિડી સરકાર આપશે અને 3 વ્હિલર માટે 50 હજારની સબસિડી અને 4 વ્હિલર માટે દોઢ લાખની સબસિડી આપશે સરકાર”

Leave a Comment