ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આજે બીજા તબક્કાનું મતદાન શરૂ, જાણો કયા કેટલું થયું મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન
  • 14 જિલ્લાની 93 બેઠકો પર 833 ઉમેદવારોનું ભાવિ EVM માં થશે કેદ
  • 8મી ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે મતગણતરી

ગુજરાત વિધાનસભા ચૂંટણી બીજો તબક્કો

આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર સવારના 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્યના 14 જિલ્લાના 26 હજાર 409 મતદાન મથકો પર મતદાન શરૂ થયું છે. જેમાં 8,533 શહેરી મતદાન મથકો અને 17 હજાર 876 ગ્રામ્ય વિસ્તારના મતદાન મથકોનો સમાવેશ થાય છે. આજે 14 જિલ્લાના 2 કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસNCP અને આપના 279 ઉમેદવારો સહિત કુલ 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે. આગામી 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

દેશમાં સક્રિય લોકશાહી નાગરિક બનાવવાના તેના સતત પ્રયાસોને આગળ વધારતા, ભારતના ચૂંટણી પંચે ઉત્સુક ચૂંટણીલક્ષી જોડાણની સંસ્કૃતિ વિકસાવવા અને દેશના નાગરિકોમાં જાણકાર અને નૈતિક મતદાનના નિર્ણયો લેવા માટે મોબાઇલ એપ્લિકેશન ડિઝાઇન કરીને એક નવી પહેલ હાથ ધરી છે. આ એપનો ઉદ્દેશ્ય દેશભરના મતદારોને સિંગલ પોઈન્ટ ઓફ સર્વિસ અને માહિતી પહોંચાડવાનો છે. એપ ભારતીય મતદારોને નીચેની સુવિધાઓ પૂરી પાડે છે:

આ પણ વાંચો : SIHFW દ્વારા નર્સિંગ ઓફિસર અને ફાર્માસિસ્ટ દ્વારા 3109 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

જાણો કયા કેટલું થયું મતદાન

બપોરે 2 વાગ્યા સુધીમાં 39% મતદાન

  • સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં 43% મતદાન
  • સૌથી ઓછુ મહિસાગર જિલ્લામાં 34% મતદાન
  • બનાસકાંઠા જિલ્લામાં 43% મતદાન
  • પાટણ જિલ્લામાં 39% મતદાન
  • મહેસાણા જિલ્લામાં 40% મતદાન
  • સાબરકાંઠા જિલ્લામાં 43% મતદાન
  • અરવલ્લી જિલ્લામાં 42% મતદાન
  • ગાંધીનગર જિલ્લામાં 41% મતદાન
  • અમદાવાદ જિલ્લામાં 35% મતદાન
  • આણંદ જિલ્લામાં 42% મતદાન
  • ખેડા જિલ્લામાં 41% મતદાન
  • મહિસાગર જિલ્લામાં 34% મતદાન
  • પંચમહાલ જિલ્લામાં 41% મતદાન
  • દાહોદ જિલ્લામાં 39% મતદાન
  • વડોદરા જિલ્લામાં 39% મતદાન
  • છોટાઉદેપુર જિલ્લામાં 43% મતદાન

બનાસકાંઠા જિલ્લાના દિયોદરના જાડા ગામે લગ્નનાં સાત ફેરા ફરી નવદંપત્તિ મતદાન મથકે પહોંચ્યું હતું, મતદાન કર્યા બાદ વરરાજાએ કહ્યું હતું કે, મતદાન અમારો અધિકાર, મતદાન અવશ્ય કરવું જોઈએ.

બપોરે 1 વાગ્યા સુધીમાં 34.74% મતદાન

  • સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં 33% મતદાન
  • સૌથી ઓછુ મહિસાગર-વડોદરા-અમદાવાદ જિલ્લામાં 27% મતદાન
  • બનાસકાંઠા જિલ્લામાં 30% મતદાન
  • પાટણ જિલ્લામાં 28% મતદાન
  • મહેસાણા જિલ્લામાં 30% મતદાન
  • સાબરકાંઠા જિલ્લામાં 31% મતદાન
  • અરવલ્લી જિલ્લામાં 31% મતદાન
  • ગાંધીનગર જિલ્લામાં 30% મતદાન
  • અમદાવાદ જિલ્લામાં 27% મતદાન
  • આણંદ જિલ્લામાં 30% મતદાન
  • ખેડા જિલ્લામાં 29% મતદાન
  • મહિસાગર જિલ્લામાં 27% મતદાન
  • પંચમહાલ જિલ્લામાં 28% મતદાન
  • દાહોદ જિલ્લામાં 28% મતદાન
  • વડોદરા જિલ્લામાં 27% મતદાન
  • છોટાઉદેપુર જિલ્લામાં 33% મતદાન

દેશમાં સક્રિય લોકશાહી નાગરિક બનાવવાના તેના સતત પ્રયાસોને આગળ વધારતા, ભારતના ચૂંટણી પંચે ઉત્સુક ચૂંટણીલક્ષી જોડાણની સંસ્કૃતિ વિકસાવવા અને દેશના નાગરિકોમાં જાણકાર અને નૈતિક મતદાનના નિર્ણયો લેવા માટે મોબાઇલ એપ્લિકેશન ડિઝાઇન કરીને એક નવી પહેલ હાથ ધરી છે. આ એપનો ઉદ્દેશ્ય દેશભરના મતદારોને સિંગલ પોઈન્ટ ઓફ સર્વિસ અને માહિતી પહોંચાડવાનો છે. એપ ભારતીય મતદારોને નીચેની સુવિધાઓ પૂરી પાડે છે:

આ પણ વાંચો : રાજકોટ સહકારી બેંકમાં આવી વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત
  • A. મતદાર શોધ (#GoVerify તમારું નામ મતદાર યાદીમાં)
  • B. નવા મતદાર નોંધણી માટે ઓનલાઈન ફોર્મ સબમિટ કરવું, બીજામાં શિફ્ટ કરવું
  • મતદારક્ષેત્ર, વિદેશી મતદારો માટે, મતદાર યાદીમાં કાઢી નાખવા અથવા વાંધો, એન્ટ્રીઓની સુધારણા અને વિધાનસભામાં સ્થાનાંતરણ.
  • C. ચૂંટણી સેવાઓ સંબંધિત ફરિયાદો નોંધો અને તેના નિકાલની સ્થિતિને ટ્રૅક કરો
  • D. મતદાર, ચૂંટણીઓ, EVM અને પરિણામો પરના FAQ
  • E. મતદારો અને ચૂંટણી અધિકારીઓ માટે સેવા અને સંસાધનો
  • F: તમારા વિસ્તારમાં ચૂંટણીનું સમયપત્રક શોધો
  • g : તમામ ઉમેદવારો, તેમની પ્રોફાઇલ, આવક નિવેદન, સંપત્તિ, ફોજદારી કેસ શોધો
  • H: મતદાન અધિકારીઓને શોધો અને તેમને કૉલ કરો: BLO, ERO, DEO અને CEO
  • i : વોટિંગ પછી સેલ્ફી પર ક્લિક કરો અને અધિકૃત મતદાર હેલ્પલાઇન એપ ગેલેરીમાં દર્શાવવાની તક મેળવો.
  • J: પીડીએફ ફોર્મેટમાં ઉમેદવારોની યાદી ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ લો.