યુવાનો માટે ખુશખબર! દર મહિને 3400 રૂપિયાની સહાય આપશે સરકાર? જાણો વાયરલ મેસેજ ની સચાઈ

કેન્દ્ર સરકાર દ્વારા ઘણી સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેના હેઠળ નાણાકીય સહાય આપવામાં આવે છે. સરકાર ખેડૂતો, ગરીબો, મહિલાઓ, દીકરીઓ અને યુવાનોને આર્થિક સહાય આપે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના (pm gyanveer yojana) હેઠળ દર મહિને 3400 રૂપિયા આપવામાં આવશે.

વાયરલ મેસેજ હકીકત

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર એક મેસેજ આજકાલ ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના’ હેઠળ ભારત સરકાર દરેક યુવાઓને દર મહિને 3400 રૂપિયા આપી રહી છે. આ સાથે જ લોકો તરફથી મેસેજ રજિસ્ટ્રેશન માટે એક લિંક પણ શેર કરવામાં આવી રહી છે. જેના પર ક્લિક કરીને તમને એપ્લાય કરવાનું કહેવામાં આવી રહ્યું છે. હવે આ વાયરલ મેસેજ પર સરકાર તરફથી ખુલાસો સામે આવ્યો છે.

વાયરલ મેસેજ માં શું છે

વાયરલ થઈ રહેલા મેસેજમાં લખ્યું છે કે, “સરકારનો મોટો નિર્ણય, તમામ યુવાનોને દર મહિને 3400 મળશે. મને પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજનાથી 3400 રૂપિયા મળી ચૂક્યા છે, તમે પણ રજિસ્ટ્રેશન કરાવો. પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના માટે રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે, આ યોજના હેઠળ તમામ યુવાનોને રૂ.3400ની સહાય મળશે. નીચે આપેલી લિંક પરથી હવે નોંધણી કરાવો – https://re……………………………….. આ મેસેજ ખૂબ જ ઝડપથી વોટ્સએપ પર વાયરલ થયો હતો.

પીબીઆઈ એ કરી સ્પષ્ટતા

પીઆઈબીએ કહ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આવા મેસેજથી દરેક વ્યક્તિએ સાવધાન રહેવું જોઈએ. પીઆઈબીએ લોકોને આવા મેસેજ ફોરવર્ડ ન કરવા જણાવ્યું હતું. આવા સંદેશાઓ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવીને, તમે તમારી અંગત માહિતી અને પૈસા જોખમમાં મુકો છો.
પીઆઈબી ફેક્ટ ચેકે પોતે જ આની નોંધ લીધી અને આ યોજના હેઠળ મળેલી રકમ વિશે સત્ય જણાવ્યું. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, વાયરલ મેસેજમાં ‘પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના’ હેઠળ યુવાનોને દર મહિને 3400 રૂપિયા આપવાની વાત સંપૂર્ણપણે ફેક છે.

પીઆઈબી નું ટ્વીટ