તાર ફેન્સીંગ યોજના 2024 | Tar Fencing Yojana Gujarat 2024, ખેતરની ફરતે કાંટાળી વાડ બનાવવા માટે મળશે સહાય

ખેડૂતને પોતાના તૈયાર પાકને ક્યાંક કુદરતી આફતોથી તો ક્યાંક જંગલી જાનવરોથી બચાવવાનો હોય છે. સરકાર દ્વારા ખેડૂતને પોતાના તૈયાર પાકના રક્ષણ માટે ખેતરની સુરક્ષા કરવા ખેતર ફરતે કાંટાળી લોખંડની વાડ બનાવવા માટે સહાય આપવાની તાર ફેન્સીંગ યોજના અમલમાં મુકેલી છે. Tar Fencing Yojana Gujarat 2024 હેઠળ ખેડૂતને કાંટાવાળી તાર બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. મિત્રો, આજના આર્ટિકલમાં ખેડૂતને તાર ફેન્સિંગના નવા નિયમો મુજબ કેટલી જમીનમાં તાર ફેન્સિંગ માટે સહાય મળશે અને જિલ્લાવાઈઝ ઓનલાઈન અરજી કરવાની સમયમર્યાદા વિશે વિગતે મહિતી જાણવા મળશે.

Tar Fencing Yojana 2024 હાઇલાઇટ્સ

યોજનાનું નામ Tar Fencing Yojana 2024
યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને સબસીડી દ્વારા જમીનના ફરતે પાક રક્ષણ હેતુ ફેન્‍સીંગ તાર સહાય
લાભાર્થી ગુજરાતના ખેડૂતો
માન્ય વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/
અરજી કેવી રીતે કરવી Ikhedut Online Application Steps
Tar Fencing Yojana 2024

તાર ફેન્સીંગ યોજના 2024 નો હેતું

પાકને રોઝ, ભૂંડ તથા જંગલી પ્રાણીઓથી બચાવવા માટે ખેતરને ફરતે લોખંડની કાંટાવાળી વાડ કરવી જરૂરી હોય છે. સરકાર દ્વારા ખેડૂતને કાંટાવાળી વાડ બનાવવા માટે 2 હેક્ટર જમીન હોય તેવા ખેડૂતને પણ ખેતર ફરતે રનિંગ મીટર દીઠ ₹ 200 અથવા કુલ ખર્ચના 50% બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવે છે. જેથી ખેડૂત પોતાના ખેતર ફરતે કાંટાવાળી વાડ બનાવી પોતાના મહામુલા પાકનું રક્ષણ કરી શકે છે.
નોંધઃ- પહેલા 5 હેક્ટર જમીન હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર થતી હતી, પણ હવે જે ખેડૂતને 2 હેક્ટર જેટલી જમીન હશે તો પણ Tar Fencing Yojana Gujarat 2024 હેઠળ સહાય મળવાપાત્ર થશે.

તાર ફેન્સીંગ સહાય માટે લાભાર્થીની પાત્રતા.

  • ખેડૂતને પોતાની જમીન હોવી જોઈએ.
  • ઓછામાં ઓછી 2 હેક્ટર વિસ્તારની જમીન ધરાવતા તમામ ખેડૂત આ યોજના હેઠળ અરજી કરી શકશે.
  • અરજદાર ખેડૂત ગુજરાત રાજ્યના રહેવાસી હોવા જોઈએ.
  • ખેડૂત દ્વારા અગાઉ તાર ફેન્સિંગ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ જે તે સર્વે નંબરમાં એક વખત મળવાપાત્ર રહેશે.
  • અરજદાર ખેડૂતે 7-12 તથા 8-અ ની નકલ રજુ કરવાની રહેશે.
  • સરકાર દ્વારા નક્કી કરાયેલ ડિઝાઈન તથા ધારા-ધોરણો (સ્પેશિફિકેશન ) મુજબની વાડ બનાવવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કર્યેથી સહાયની પુર્વ મંજૂરી મળ્યા બાદ ખેડૂત દ્વારા ખેતર ફરતે કાંટાવાળી વાડ બનાવવાની કામગીરી 120 દિવસમાં પુરી કરવાની રહેશે.

તાર ફેન્સીંગ યોજનાના ફાયદા

આ યોજના બે હપ્તામાં સહાય પૂરી પાડે છે. પ્રથમ તબક્કા દરમિયાન, ખેડૂતો 50% સબસિડી માટે પાત્ર છે. 100 પ્રતિ મીટર અથવા કુલ ખર્ચના 50%, જે પણ ઓછું હોય. આ સબસિડી મેળવવા માટે ખેડૂતોએ જરૂરી થાંભલા સ્થાપિત કરવા અને ચકાસણી પ્રક્રિયા પસાર કરવી પડશે. પ્રોજેક્ટ પૂર્ણ કર્યા પછી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ બીજા તબક્કા માટે 50% સહાય ચુકવણી ઓફર કરે છે.

તાર ફેન્સીંગ યોજના જરૂરી દસ્તાવેજો

  • અરજી સાથે ખેડ્રત/ખેડૂતોના જુથની વિગતો
  • બેંક ખાતાની વિગતો
  • ૭/૧૨, ૮અ તેમજ આઘારકાર્ડની નકલ
  • જુથ લીડરને પેમેન્ટ કરવાનુ એફીડેવીટ
  • ખેડૂતો કામગીરી સામૂહિક રીતે કરવા સંમત છે તેવુ સંમતિ૫ત્ર
  • જુથના ખેડૂતોએ તાર ફેન્સીંગ યોજનાનો લાભ આગાઉ લીઘેલ નથી તે અંગેનુ બાંહેઘરી૫ત્રક

તાર ફેન્સીંગ યોજના મળવાપાત્ર સહાય

  • આ યોજના હેઠળ ચુકવવાપાત્ર સહાય બે તબકકામાં ચુકવવામાં આવશે.
  • પ્રથમ તબકકામાં ખેડૂતો દ્વારા થાંભલા ઉભા કર્યાની ચકાસણી કર્યા બાદ (રૂ.૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે પ્રમાણે ) ૫૦% સહાયની ચુકવણી કરવામાં આવશે.
  • બીજા તબકકાની ચુકવવાપાત્ર ૫૦% સહાય (રૂ.૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે પ્રમાણે ) સંપુર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા નિમાયેલ થર્ડ પાર્ટીનો જી.પી.એસ. લોકેશન સહિતનો ઇન્સ્પેકશન રિપોર્ટ મળ્યા બાદ ચુકવવામાં આવશે.

કાંટાળી તારની વાડ માટેના સ્પેસિફિકેશન્સ

  • થાંભલા ઉભા કરવા માટે ખાડાનુ મા૫:- ૦.૪૦ x ૦.૪૦ x ૦.૪૦
  • થાંભલાની સાઇઝ:-(સિમેન્ટ કોંક્રિટના પ્રિટ્રેસ્ટ અને પ્રિકાસ્ટ થાંભલા, એપ્રુવ્ડ કવોલીટીના, ઓછામાં ઓછા ચાર તાર વાળા અને મિનિમમ ડાયામીટર ૩.૫૦ એમ.એમ.) ૨.૪૦ x ૦.૧૦ x ૦.૧૦ મીટર
  • બે થાંભલા વચ્ચેનું ઓછામાં ઓછુ અંતર ૩ મીટર
  • દર પંદર મીટરે સહાાયક થાંભલા બંને બાજુ મુકવાના રહેશે તેનુ મા૫ /સાઇઝ મૂળ થાંભલા મુજબ જ રહેશે.
  • થાંભલાના ૫ાયામાં ૧ સિમેન્ટ : ૫ રેતી : ૧૦ કાળી ક૫ચી મુજબ સિમેન્ટ કોંક્રિટથી પાયામાં પુરાણ કરવાનું રહેશે.
  • કાંટાળા તાર (Barbed Wire) માટેના લાઇન વાયર તથા પોઇન્ટ વાયરના મિનિમમ ડાયામીટર ૨.૫૦ એમ એમ. વત્તા-ઓછા નું પ્રમાણ ૦.૦૮ એમ.એમ. રહેશે. કાંટાળા તાર આઇ.એસ.એસ. માર્કાવાળા ગેલ્વેનાઇઝડ, ડબલ વાયર અને જી.આઇ.કોટેડ હોવા જોઇએ.

કાંટાળી તારની વાડ ઓનલાઇન અરજી કઈ રીતે કરવી?

  • Google serch માં I khedut portal ટાઈપ કરો
  • અધિકૃત https://Ikhedut.gujarat.gov.in વેબસાઈટ ખોલવી
  • આઈ ખેડૂત વેબસાઈટ ખોલ્યા પછી યોજના પર ક્લિક કરવું
  • યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી ખેતીવાડીની યોજનાઓ
  • ખેતીવાડીની યોજનાની વિવિધ યોજનાઓ બતાવશે
  • tarfencing yojna 2023 માં પર ક્લિક કરવાની રહેશે
  • જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે
  • રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાંખ્યા બાદ captcha image સબમીટ કરવાની રહેશે.
  • ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈ પૂર્વક માહિતી ભર્યા બાદ application save કરવાની રહેશે

ઉપયોગી લિન્ક

ઓનલાઈન અરજી કરવા અહી ક્લિક કરો
અરજીનું સ્ટેટ્સ ચકાસવાઅહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો