Pradhan Mantri Suryoday Yojana News | પીએમ સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ ઘરો પર સોલાર પેનલ લગાવવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં હાજર રહ્યાં હતાં. અયોધ્યામાંથી પરત ફર્યા પછી તેમણે નવી દિલ્હીમાં બેઠકનું આયોજન કર્યુ હતું અને ત્યારબાદ ગરીબો અને મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાત કરી હતી. મોદી સરકારે દેશમાં એક કરોડ મકાનોની છત પર રુફટોપ સોલર લગાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.વડાપ્રધાન મોદીએ એક્સ પર ટ્વિટ કરીને વડાપ્રધાન સૂર્યોદય યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું વીજ બિલ ઘટી જશે અને દેશને ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવામાં પણ મદદ મળશે.

વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે અયોધ્યાથી પરત આવ્યા પછી મેં પ્રથમ નિર્ણય લીધો છે કે અમારી સરકાર એક કરોડ મકાનો પર રુફટોપ સોલર લગાવવાના લક્ષ્યની સાથે વડાપ્રધાન સૂર્યોદય યોજના શરૃ કરશે. આનાથી ગરીબ અને મધ્યમ વર્ગનું વીજળી બિલ તો ઘટશે જ સાથે સાથે ભારત ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે.આ યોજના હેઠળ દેશના લોકોને વારંવારના વીજળી બીલ અને વીજ કાપની સમસ્યાથી છૂટકારો મળશે. જેનાથી એકંદરે લોકોને આર્થિક ફાયદો પણ થશે. તો આવો જાણીએ આ યોજના વિશે અને તેના માટે કઈ રીતે એપ્લાય કરવું તે બાબતે.

પીએમ સૂર્યોદય યોજના હાઈલાઈટ્સ

પોસ્ટ નું નામ Pradhan Mantri Suryoday Yojana News
યોજનાનું નામ વડાપ્રધાન સૂર્યોદય યોજના
યોજનાનો ઉદ્દેશ વડાપ્રધાન સૂર્યોદય યોજનાથી ગરીબ અને મધ્યમવર્ગનાં ઘરોમાં વીજ બિલનું ભારણ ઘટશે..
વિભાગનું નામ ઉર્જા વિભાગ
યોજનાની શરૂઆત 22 જાન્યુઆરી 2024
ઓફિશિયલ વેબસાઈટ https://solarrooftop.gov.in/
વડાપ્રધાન સૂર્યોદય યોજના

વડાપ્રધાન સૂર્યોદય યોજનોનો હેતુ

પીએમ મોદી દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વિશ્વના તમામ ભક્તોને સૂર્યવંશી ભગવાન શ્રી રામના પ્રકાશમાંથી હંમેશા ઉર્જા પ્રાપ્ત થાય છે.આજે અયોધ્યામાં પ્રાણ-પ્રતિષ્ઠાના શુભ અવસરે મારો સંકલ્પ વધુ દૃઢ થયો હતો કે ભારતની જનતાને તેમના પોતાના તેમના ઘરની છત પર સોલાર રૂફ ટોપ સિસ્ટમ. હા. અયોધ્યાથી પાછા ફર્યા બાદ મેં જે પહેલો નિર્ણય લીધો છે તે એ છે કે અમારી સરકાર 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે “પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના” શરૂ કરશે. આનાથી ગરીબ અને મધ્યમ વર્ગના વીજળી બિલમાં ઘટાડો થશે એટલું જ નહીં, ભારત ઊર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર પણ બનશે.

પીએમ સૂર્યોદય યોજના

પીએમ સૂર્યોદય યોજના ના લાભ

  • પીએમ સૂર્યોદય યોજના હેઠળ સરકાર દ્વારા રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવા પર સબસિડી આપવામાં આવશે,
  • ઘરની છત પર સોલાર પેનલ લગાવવાથી વીજળીનું બિલ ઘટશે અને સોલાર એનર્જીથી વીજ ઉત્પાદન થશે.
  • તમારે ફક્ત એકવાર ખર્ચ કરવો પડશે અને ભવિષ્યમાં અજવાળામાં વિતશે.
  • આ યોજનાથી વીજળી બીલના ખર્ચમાં ઘટાડો થશે.

પીએમ સૂર્યોદય યોજના કેટલા લોકોને લાભ મળશે

પીએમ સૂર્યોદય રૂફટોપ સોલર – હવે દેશભરમાં પીએમ સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ સોલાર પેનલ લગાવવામાં આવશે.આ સોલાર પેનલ રૂફટોપ સિસ્ટમ દ્વારા લગાવવામાં આવશે એટલે કે ઘરનું વીજળીનું બિલ ઓછું થશે અને પાવર ફેલ થવાના કિસ્સામાં એટલે કે ઈમરજન્સી સમયે પણ સૌર ઉર્જાથી વીજ સપ્લાય યથાવત રહેશે. આથી હવે સૌર ઉર્જા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેનાથી ઘરેલું વીજ બિલ અને વીજ પુરવઠાની સમસ્યા દૂર થશે.

પીએમ સૂર્યોદય યોજના ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

  • પીએમ સૂર્યોદય યોજના માટે કેન્દ્ર સરકારના અધિકૃત પોર્ટલ પર જાઓ, જેની લિંક https://solarrooftop.gov.in/ છે.
  • અહીં તમને સોલર રૂફટોપ યોજના માટે અરજી કરવાનો વિકલ્પ મળશે.
  • આ ઉપરાંત સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરતાં પહેલાં કેટલો ખર્ચ થશે તે પણ અહીંથી જાણી શકાય છે.
  • સરકાર સોલર પેનલ લગાવવા પર જ સબસિડી આપે છે માટે જે લોકો એપ્લાય કરશે તેમને ત્યાં સોલાર પેનલ લાગ્યા બાદ સબસિડી મળશે.
  • જેથી હવે આગળ અરજી વિકલ્પ પર ક્લિક કરો અને સમગ્ર માહિતીને વિગતવાર ભરો.

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અગત્યની લિન્ક

અરજી કરવા માટે અહી ક્લિક કરો
સતાવાર સાઇટ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો
વડાપ્રધાન સૂર્યોદય યોજના

FAQ ON વડાપ્રધાન સૂર્યોદય યોજના

વડાપ્રધાન સૂર્યોદય યોજના શું છે?

આ યોજના હેઠળ દેશના લોકોને વારંવારના વીજળી બીલ અને વીજ કાપની સમસ્યાથી છૂટકારો મળશે. જેનાથી એકંદરે લોકોને આર્થિક ફાયદો પણ થશે.

Pradhan Mantri Suryoday Yojana હેઠળ કેટલા ઘરો પર સોલાર પેનલ લગાવવામાં આવશે?

પીએમ સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ સોલાર પેનલ લગાવવામાં આવશે.

Pradhan Mantri Suryoday Yojana લોન્‍ચ કોના દ્વારા કરવામાં આવી છે?

આ યોજના માનનીય પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીજી દ્વારા લોન્‍ચ કરવામાં આવી છે.

Pradhan Mantri Suryoday Yojana લોન્‍ચ ક્યારે કરવામાં આવી છે?

જવાબ: આ યોજના માનનીય પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીજી દ્વારા યોજનાની શરૂઆત 22 જાન્યુઆરી 2024 કરવામાં આવી છે.