પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 2023 | ઓનલાઈન એપ્લીકેશન, અરજી ફોર્મ,રજિસ્ટ્રેશન, પાત્રતા, લાભો જુઓ માહિતી

દેશના નાગરિકોને પોલિસીનો લાભ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 9 મે 2015ના રોજ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના ભારતીય જીવન વીમા નિગમ અને અન્ય ખાનગી વીમા કંપનીઓ દ્વારા જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો દ્વારા ઓફર કરવામાં આવી રહી છે. 2015 માં, વડા પ્રધાને આ વીમા યોજના શરૂ કરી હતી, જેમાં એક વર્ષમાં ફક્ત 330 રૂપિયાના પ્રીમિયમ પર 2 લાખ રૂપિયા સુધીનો વીમો મળે છે. આ યોજનાનું નામ છે – પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના. ચાલો આપણે જાણીએ કે આ યોજનાની વિશેષતા શું છે અને તેનો લાભ કેવી રીતે લઈ શકાય? સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ પોસ્ટ ને ધ્યાનથી વાંચો.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હાઇલાઇટ્સ

યોજના નું નામ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 2023
લાભાર્થી ભારતીય નાગરિક
યોજનાનો હેતુગરીબ લોકો ને વીમો પ્રદાન કરવાનો
વીમાની રાશિ 2 લાખ રૂપિયા
સત્તાવાર વેબસાઇટhttps://www.jansuraksha.gov.in/
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 2023

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો હેતુ

દેશના લોકો માટે આ એક ખૂબ જ સારી યોજના છે જેઓ તેમના ગયા પછી પણ તેમના પરિવારને સામાજિક સુરક્ષા આપવા માંગે છે. યોજના હેઠળ સરકાર દ્વારા આપવામાં આવતી 2 લાખ રૂપિયાની રકમ પોલિસી ધારકના પરિવારને આપવામાં આવશે. જેથી તે પોતાનું જીવન સારી રીતે જીવી શકે. આ યોજના દ્વારા ભારતીય નાગરિકોને PMJJBY સાથે આવરી લેવાના છે.આ યોજના દ્વારા માત્ર ગરીબ અને વંચિત વર્ગને જ વીમો મળશે.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના લાભ

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અંતર્ગત ટર્મ ઈન્શ્યોરન્સ (લાઈફ ઈન્શ્યોરન્સ) પ્લાન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ યોજનામાં રજિસ્ટ્રેશન બાદ જો વ્યક્તિનું કોઈ બીમારી અથવા અકસ્માતને કારણે મૃત્યુ થાય છે, તો તેના પરિવારને 2 લાખ રૂપિયા મળે છે. આ સ્કિમ મે 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ની પાત્રતા

  • આ યોજના હેઠળ પોલિસી લેનારા નાગરિકોની ઉંમર માત્ર 18 થી 50 વર્ષની હોવી જોઈએ.
  • આ ટ્રામ પ્લાન હેઠળ, પોલિસી ધારકે પ્રતિ વર્ષ 436 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે.
  • આ યોજના હેઠળ પોલિસીધારક માટે બેંક ખાતું હોવું ફરજિયાત છે.કારણ કે સરકાર દ્વારા આપવામાં આવેલી રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
  • ગ્રાહકે દર વર્ષે 31મી મેના રોજ અથવા તે પહેલાં ઓટો ડેબિટ સમયે બેંક ખાતામાં જરૂરી બેલેન્સ જાળવવાનું રહેશે.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના દસ્તાવેજો

  • અરજદારનું આધાર કાર્ડ
  • ઓળખપત્ર
  • બેંક ખાતાની પાસબુક
  • મોબાઇલ નંબર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

  • પ્રથમ તો લાભાર્થીએ તેઓની ઓફિસ વેબસાઈટ પર જવાનું રહેશે. હોમ પેજ ઉપર જઈને તેઓને “પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના” પર જવાનું રહેશે.
  • આ યોજના ઉપર ક્લિક કર્યા બાદ તેનું Pfd ડાઉનલોડ કરવાનું રહેશે.
  • ડાઉનલોડ કર્યા બાદ તેને સંપૂર્ણ પણે કાળજી પૂર્વક અરજી ફોર્મ ભરવાનું રહેશે.
  • અરજી ફોર્મ ભરીને તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડીને. લાભાર્થીનું જે બેંકમાં ખાતું હોય તે બેંકમાં આ ફોર્મ જમા કરવાનું રહેશે.
  • તમારા બેંકના ખાતામાં 330 રૂપિયા જેટલી રકમ હોવી જરૂરી છે. કારણકે ફોર્મ ભર્યા બાદ 330 નું પ્રીમિયમ કપાઈ જશે.
  • યોજનાનો લાભ લેવા માટે, પ્રીમિયમની રકમનું સંમતિ પત્ર અને ઓટો ડેબિટ સબમિટ કરવાનું રહેશે. તેમની સાથે અરજીપત્રક પણ જોડવાનું રહેશે.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ફોર્મ ડાઉનલોડ પ્રક્રિયા

  • સૌ પ્રથમ તમારે PMJJBY ની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. https://jansuraksha.gov.in
  • હવે તમારી સામે હોમ પેજ ખુલશે.
  • હોમ પેજ પર તમારે ફોર્મના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે.
  • આ પેજ પર તમારે PMJJBYના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારી સ્ક્રીન પર નીચેના વિકલ્પો ખુલશે.
  • Application Forms (અરજી ફોર્મ)
  • Claim Form (ક્લેમ ફોર્મ)
  • તમારે તમારી જરૂરિયાત મુજબ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • તે પછી તમારે ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.
  • આ રીતે તમે ફોર્મ ડાઉનલોડ કરી શકશો.

ઉપયોગી લિન્ક

PMJJBY યોજના ઓફિસિયલ વેબસાઇટhttps://www.jansuraksha.gov.in
હેલ્પ લાઇન નંબર18001801111 / 1800110001
હોમપેજ અહી ક્લિક કરો
PMJJBY યોજના