નવરાત્રી અંગે સરકારની નવી ગાઈડલાઈન્સ જાહેર, ખેલૈયાઓ ગરબા રમતા પહેલા જરૂર વાંચજો

આગામી તા. 26 સપ્ટેમ્બરથી માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. બે વર્ષ બાદ કોરોનાએ કેડો છોડતા ચાલુ સાલ રાજકોટમાં ઠેકઠેકાણે નવરાત્રીના આયોજનનો હાથ ધરવામાં આવ્યા છે. તેવામાં ગરબા સંચાલકોમાં ગરબાના સમયને લઇ અસમંજસમાં મુકાયા હતા. તે મુંઝવણનો હવે અંત આવી ગયો છે. નવરાત્રીને લઇ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી છે કે નવરાત્રીમાં 9 દિવસ સુધી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે.હોસ્પિટલ, કોર્ટ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસનો 100 મીટર કે તેથી વધુનો વિસ્તાર સાઇલન્સ ઝોન જાહેર છે તે પણ સરકારે વિદિત કર્યું છે.

નવરાત્રી અંગે સરકારની નવી ગાઈડલાઈન્સ

  • નવરાત્રીને લઇ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ટ્વીટ
  • નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકરની મંજૂરી
  • 9 દિવસ સુધી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે

ખેલૈયાઓની નારાજગીને લઇ રજૂઆત નવરાત્રી ( Navratri 2022 ) ને હવે ગણતરીના દિવસો બાકી છે. ઠેરઠેર આયોજકો દ્વારા ગરબાને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે નવરાત્રી ( Navratri 2022 ) માં સરકારની ગાઈડલાઈન પ્રમાણે રાત્રે 12 વાગ્યા બાદ ગરબા બંધ કરી દેવામાં આવતા હોય છે. જેને લઈને ખૈલેયાઓમાં નારાજગી જોવા મળતી હોય છે. આ બાબતોને ધ્યાન રાખી કેટલાક આયોજકો દ્વારા વડોદરાના ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને રાખી આજે માંજલપુરના ધારાસભ્ય દ્વારા ગૃહપ્રધાન હર્ષ સંઘવી ( Vadodara MLA Yogesh Patel request to Harsh Sanghvi ) ને આ અંગે રજૂઆત ( Demand to increase Garba playing time in Navratri ) કરવામાં આવી હતી.

શું કહ્યું હર્ષ સંઘવી એ?

ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને ૯ દિવસ રાત્રીના ૧૨:૦૦ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.

રાત્રે 12 વાગ્યા સુધી ચાલશે ગરબા

નવ દિવસ માતાજીની આરાધના કરવાના દિવસો એટલે નવલા નોરતા. જે પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રીના આયોજનો અને ખેલૈયાઑમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકારે દર નવરાત્રીની જેમ આ વખતે પણ લાઉડ સ્પીકર માટે રાત્રે 12 વાગ્યા સુધીની પરમીશન આપતા હવે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

વિધર્મીને કોઈ પણ ગરબામાં પ્રવેશ આપવામાં નહીં આવે

વિધર્મીને કોઈ પણ ગરબામાં પ્રવેશ આપવામાં નહીં આવે વિદ્યર્મીઓને લઈને તેમણે જણાવ્યું કે, કોઈ વિદ્યર્મીને કોઈપણ ( Navratri 2022 ) ગરબામાં પ્રવેશ આપવામાં નહી આવે. કારણકે ઘણી જગ્યાએ કપાળ પર ચાંદલા કરવાના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. આ વાત મને એમ લાગે છે કે ઉભી કરેલી છે. આ અંગે મારી તમામ આયોજકો સાથે વાત થઈ ગઈ હોવાથી આવી કોઈ ઘટના નહીં બને અને છતાં જો બનશે તો તેના પર આયોજકોની નજર રહેશે.