કોંગ્રેસને વધુ એક ઝટકો, MLA ભગવાન બારડે આપ્યું રાજીનામું

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ધારાસભ્યની ઓટ આવી છે. એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્ય પક્ષથી નારાજ થઈ રહ્યા છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય ભગવાન બારડે રાજીનામું ધરી દીધું છે. ભગવાન બારડે વિધાનસભા અધ્યક્ષને સોંપ્યું રાજીનામું

કોંગ્રેસને વધુ એક ઝટકો

ભગા બારડે જેવી શક્યતા હતી તે અનુસાર આજે ફરી એકવાર રાજીનામું ધરી દીધું હતું. ગુજરાતમાં આજે સતત બીજા દિવસે કોંગ્રેસમાં એક રાજીનામું પડ્યું હતું. ધારાસભ્યએ ભાજપમાં જોઇન કર્યું હતું. ભગા બારડ ગીર સોમનાથમાં દિગ્ગજ કોંગ્રેસી નેતા ગણવામાં આવે છે. તેઓ જસા બારડના ભાઇ છે. ભગા બારડ ગિર સોમનાથ જિલ્લાની તલાલા વિધાનસભા સીટ પરથી કોંગ્રેસના ધારાસભ્ય પરથી ધારાસભ્ય હતા. આજે તેઓએ પોતાનું રાજીનામું ધર્યું હતું.

આ પણ વાંચો : Family Locator App : હવે જાણો તમારા પરિવારના કોઈપણ વ્યક્તિનું લાઇવ લોકેશન

વારસામાં મળ્યું હતું રાજકારણ

ભગવાન બારડ સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી એવા પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડના ભાઈ થાય છે. તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. સ્વ.જશુભાઈ અને ભગવાનભાઈ બારડના પિતાજી ધાનાભાઈ માંડાભાઈ બારડ કોંગ્રેસી આગેવાન હતા. છેલ્લા ઘણા સમયથી વાતો ચાલી રહી છે કે કોંગ્રેસ છોડી રહ્યા છે.

રાજીનામાં પહેલા કરી હતી સમર્થકો સાથે મીટીંગ

આ પણ વાંચો : EPFO ની ખાતાઓમાં વ્યાજ જમા કરવાની પ્રક્રિયા શરૂ, જુઓ તમારા ખાતામાં 81 હજાર આવ્યા કે નહિ

તાલાલા ના ધારાસભ્ય ભગવાન બારડે સમર્થકોની બેઠક યોજી હતી. જેમાં 2000 જેટલા તાલાલા સુત્રાપાડા તાલુકાના સમર્થકો રહ્યા હાજર રહ્યા. જેમાં કોંગ્રેસમાંથી વિદાય અને ભાજપમાં પ્રવેશ મુદ્દે ચર્ચા કરવામાં આવી તેવી ચર્ચાઑ ચાલી રહી છે. ટૂંક સમયમાં ભાજપ માં પ્રવેશ કરે તેવી પ્રબળ શકયતા છે. ભગવાન બારડે તેમના બાદલપરા ફાર્મ હાઉસ ખાતે બેઠક યોજી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભગવાન બારડ એ સમર્થકો પાસે માગ્યું સમર્થન માંગ્યું હતું. સમર્થકોએ પણ ધારાસભ્યની હા માં હા રાખી હોવાની વાત મળી રહી છે.

કોંગ્રેસનાં બટકબોલા નેતા ગણાતા ભગા બારડ પત્રકાર પરિષદમાં મૌન

જો કે કોંગ્રેસમાં બટકબોલા ગણાતા નેતા ભાજપમાં જઇને સંપુર્ણ ચુપ થઇ ગયા હતા. પત્રકાર પરિષદમાં તેઓએ કંઇ પણ બોલવાનું ટાળ્યું હતું અથવા તો તેમને બોલવા દેવાયા નહોતા. ભાજપ કાર્યાલય પર થયેલીપત્રકાર પરિષદમાં ઔપચારિક હાજરી આપવા આવ્યા હોય તે પ્રકારે તેમને ખેસ પહેરાવવામાં આવ્યો હતો. ટોપી પહેરાવવામાં આવી હતી અને તેઓ ચુપચાપ બેઠા રહ્યા હતા. તેઓ સમગ્ર પત્રકાર પરિષદ દરમિયાન એક પણ શબ્દ બોલ્યા નહોતા.

આ પણ વાંચો : ગુજરાત મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના : આ યોજના હેઠળ ગાય દીઠ મળશે સહાય

પ્રદીપવાઘેલાએ સ્પષ્ટતાથી પત્રકાર પરિષદમાં સન્નાટો

પત્રકાર પરિષદ સંબોધિ રહેલા પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ શરૂ થતાની સાથે જ સ્પષ્ટતા પુર્વક જણાવ્યું હતું કે, સવાલ મને પુછવો હોય તો પુછી શકો છો. જેનો અર્થ થયો હતો કે, ભગા બારડને કાંઇ પણ બોલવાનો સ્પષ્ટ ઇન્કાર હતો. ભગા બારડ માત્ર ટોપી પહેરવા આવ્યા હોય તેવું ચિત્ર ઉભુ થયું હતું.