Advertisements
GUJSAIL ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત રાજ્ય ઉડ્ડયન આધારરૂપ વ્યવસ્થા કંપનીમાં વિવિધ પદો પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
GUJSAIL ભરતી 2023
ગુજરાત રાજ્ય ઉડ્ડયન આધારરૂપ વ્યવસ્થા કંપની – GUJSAIL દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
GUJSAIL ભરતી 2023 – હાઈલાઈટ્સ
સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય ઉડ્ડયન આધારરૂપ વ્યવસ્થા કંપની |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 11 ઓગસ્ટ 2023 |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 11 ઓગસ્ટ 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25 ઓગસ્ટ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://gujsail.gujarat.gov.in/ |
પોસ્ટનું નામ
- નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય ઉડ્ડયન આધારરૂપ વ્યવસ્થા કંપની દ્વારા સિનિયર મેનેજર, મેનેજર, કમ્પ્લાયન્સ ઓફિસર તથા ક્વાલિટી કોન્ટ્રોલ આસિસ્ટન્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
શૈક્ષણિક લાયકાત
- મિત્રો, GUJSAILની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.
ઉમર મર્યાદા
- GUJSAILની આ ભરતીમાં ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ રાખવામાં આવી છે.
પગાર ધોરણ
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
---|---|
સિનિયર મેનેજર | રૂપિયા 40,000 |
મેનેજર | રૂપિયા 40,000 |
કમ્પ્લાયન્સ ઓફિસર | રૂપિયા 40,000 |
ક્વાલિટી કોન્ટ્રોલ આસિસ્ટન્ટ | રૂપિયા 35,000 |
પસંદગી પ્રક્રિયા
ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડની આ ભરતીમાં ઉમેદવાર દ્વારા ભરતી ફોર્મ ભરાઈ ગયા બાદ લાયક ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા લેખિત પરીક્ષા અથવા સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. ઉમેદવાર પસંદગી કરવાની સંપૂર્ણ સત્તા ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ પાસે છે. ઉમેદવારની 11 માસના કોંટ્રાક્ટ ઉપર પસંદગી કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
- અરજી કરવા માટે તમે કઈ પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે તથા તમામ દસ્તવેજોની ઝેરોક્ષ જોડી દો. તથા ઓફલાઈન માધ્યમ RPAD/રજીસ્ટર પોસ્ટ અથવા કુરિયરથી અરજી ફોર્મ મોકલી દો.
- અરજી કરવાનું સરનામું – HR ડીપાર્ટમેન્ટ, GUJSAIL કોમ્પ્લેક્ક્ષ, SVPI એરપોર્ટ, અમદાવાદ – 380 004 છે.
- આ ભરતી સંબંધિત તમને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે સંસ્થાના સંપર્ક નંબર 079-22882043 પર સંપર્ક કરી શકો છો.
મહત્વપૂર્ણ તારીખ
અરજી કરવાની શરૂઆતની તારીખ | 11 ઓગસ્ટ 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25 ઓગસ્ટ 2023 |
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |