[GUJSAIL] ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

GUJSAIL ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

GUJSAIL ભરતી 2023

ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ – GUJSAIL દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

GUJSAIL ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
નોકરીનું સ્થળગુજરાત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ19 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ04 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://gujsail.gujarat.gov.in/

પોસ્ટનું નામ

  • જાહેરાતમાં જણાવ્યા અનુસાર GUJSAIL કંપની દ્વારા આસિસ્ટન્ટ મેનેજર, ઓપેરશન મેનેજર, કમ્પ્લાયન્સ ઓફિસર, સિનિયર મેનેજર તથા ફ્લાઈટ ડિસ્પેટચરની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

શૈક્ષણિક લાયકાત

  • સરકારી કંપની GUJSAILની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડની આ ભરતીમાં અરજી કરવા ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ સુધી નક્કી કરવામાં આવેલ છે.

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર ધોરણ
આસિસ્ટન્ટ મેનેજરરૂપિયા 60,000
ઓપેરશન મેનેજરરૂપિયા 50,000
કમ્પ્લાયન્સ ઓફિસરરૂપિયા 40,000
સિનિયર મેનેજરરૂપિયા 60,000
ફ્લાઈટ ડિસ્પેટચરરૂપિયા 40,000

પસંદગી પ્રક્રિયા

મિત્રો, ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડની આ ભરતીમાં ઓફલાઇન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/અનુભવ/સ્કિલ ટેસ્ટ/લેખિત પરીક્ષા અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં ઓફલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે જે તમે ઇન્ડિયા પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી મોકલી શકો છો.
  • કવરની ઉપર તમે કઈ પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે અવશ્ય લખવું.
  • અરજી ફોર્મ મોકલવાનું સરનામું – HR Department, GUJSAIL Complex, SVPI Airport, Ahmedabad છે.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ19 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ04 ઓક્ટોબર 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો