ગુજરાત માટે 5 દિવસ ‘અતિભારે’, આ જિલ્લાઓ પર સૌથી વધુ સંકટના સમાચાર પડી શકે છે અતિભારે વરસાદ

ગુજરાતમાં વરસાદની આગાહી : ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો તથા આજના માટે અતિથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેમાં આજે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં વરસાદની આગાહી

હવમાન વિભાગની આગાહી મુજબ અગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. જેમાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જૂનાગઢ, જામનગર, ભાવનગર તેમજ રાજકોટ, પોરબંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી છે તો બીજી તરફ ખેડા અને આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તેમજ માછીમારોને અગામી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

આ જિલ્લાઓને અપાયું રેડ એલર્ટ

રાજ્યમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન જાહેર કર્યું છે. આજે અમરેલી, ભાવનગર, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદનો અનુમાન છે.

  • અમરેલી
  • ભાવનગર
  • વલસાડ
  • દમણ
  • દાદરાનગર હવેલી

ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા

મહત્વનું છે કે, છેલ્લા 1 મહિનાથી રાજ્યમાં અવિરત વરસાદી મહેર યથાવત છે. જેના કારણે હવે તો ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. કારણ કે, સતત વરસાદી મહેરના કારણે ચોમાસું પાક હવે ફેઈલ થવાની કગારે પહોંચી ગયો છે. અને જો આગામી 5 દિવસ વરસાદ રહ્યો તો લીલા દુકાળની સંભાવના પણ છે. કારણ કે, આ અવિરત વરસાદના કારણે પાક કોહવાતો જઈ રહ્યો છે. જોકે હાલ તો હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે. તેવામાં જોવાનું એ રહેશે કે, આગામી 5 દિવસ વરસાદ કેવી આફત બનીને વરસે છે.

કયા કેટલો પડ્યો વરસાદ?

ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ગીર-સોમનાથના સૂત્રાપાડામાં પડ્યો છે. અહીં છેલ્લા 24 કલાક દરમિયાન 541 મિલી વરસાદ પડ્યો છે. ગીર- સોમનાથના જ વેરાવળમાં 481 મિલી વરસાદ પડ્યો, જ્યારે તલાળામાં 299 મિલી વરસાદ અને કોડિનારમાં 218 મિલી વરસાદ પડ્યો છે.

  • રાજકોટના ધોરાજીમાં 295 મિલી, જામકંડોરણામાં 176 મિલી, ઉપલેટામાં 119 મિલી વરસાદ પડ્યો છે.
  • જૂનાગઢના માંગરોળમાં 193 મિલી, મેંદરડામાં 108 મિલી, માળિયા-હાટિનામાં 106 મિલી વરસાદ નોંધાયો છે.
  • તો સુરત શહેરમાં પણ સાંબેલાધાર વરસાદ પડ્યો છે. અહીં છેલ્લા 24 કલાક દરમિયાન 104 મિલી વરસાદ પડ્યો છે.
  • વલસાડ અને વાપીમાં પણ 100 મિલી કરતાં વધારે વરસાદ પડ્યો છે. આણંદના પેટલાદમાં પણ 100 મિલી વરસાદ પડ્યો છે.
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 176 તાલુકામાં વરસાદ પડ્યો છે. રાજ્યનો આ સિઝનનો કુલ 55% વરસાદ વરસી ચૂક્યો છે.

5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી