ભવ્ય સફળતા CHANDRAYAAN 3 : ચંદ્ર પર રોવરનું ‘મૂનવોક’, ISROએ જાહેર કર્યો આ નવો Video

ISROના ચંદ્રયાન-3 ઉપગ્રહે બુધવારે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં વિક્રમ લેન્ડરને લેન્ડ કરીને ઈતિહાસ રચ્યો હતો. આ સાથે ભારત આ સિદ્ધિ મેળવનાર પ્રથમ દેશ બની ગયો છે. તેની 4 કલાક પછી રોવર તેમાંથી બહાર નીકળ્યું હતું. સ્પેસ એજન્સીએ શનિવારે વધુ એક નવો વીડિયો શેર કર્યો છે, ઈસરોએ ગઈકાલે તેનો પ્રથમ વીડિયો શેર કર્યા બાદ આજે વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયો પોસ્ટ કરતાં ઈસરોએ કેપ્શનમાં લખ્યું કે, “પ્રજ્ઞાન રોવર દક્ષિણ ધ્રુવ પર ચંદ્રના રહસ્યો શોધવા માટે શિવશક્તિ પોઇન્ટ પાસે ફરી રહ્યું છે.ચંદ્રયાન-3ની દક્ષિણ સપાટી પર 23 ઓગસ્ટના રોજ સાંજે 6:04 મિનિટે સફળતાપૂર્વક વિક્રમ લેન્ડર લેન્ડ થયું, તેની 4 કલાક પછી રોવર તેમાંથી બહાર નીકળ્યું હતું. ઈસરોએ ગઈકાલે તેનો પ્રથમ વીડિયો શેર કર્યા બાદ આજે વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે.

ISROએ જાહેર કર્યો વિડીયો

વીડિયો જાહેર કરતાં ઈસરોએ લખ્યું, “પ્રજ્ઞાન રોવર દક્ષિણ ધ્રુવ પર ચંદ્રના રહસ્યોની શોધમાં શિવશક્તિ પોઈન્ટની આસપાસ ફરી રહ્યું છે. ISROએ જાહેર કરેલો વીડિયો 40 સેકન્ડનો છે. જણાવી દઈએ કે PM નરેન્દ્ર મોદીએ શનિવારે ત્રણ મોટી જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું કે જે જગ્યાએ ચંદ્રયાન-3 લેન્ડ થયું તેને ‘શિવશક્તિ’ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવશે, જ્યારે ચંદ્રયાન-2 જ્યાં લેન્ડ થયું તેને ‘તિરંગા’ પોઈન્ટ કહેવામાં આવશે. ત્રીજી જાહેરાત કરી કે 23 ઓગસ્ટને હવે દર વર્ષે રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવશે.

નામ આપયું શિવશક્તિ પોઇન્ટ

PM મોદીએ આજે ઈસરો, બેંગલુરુ ખાતે મિશન પર કામ કરનાર સાયન્ટિસ્ટની મુલાકાત લીધા બાદ ચંદ્ર પર તે સ્થાનનું નામકરણ પણ જાહેર કર્યું જ્યાં લેન્ડર વિક્રમ ઉતર્યું હતું. પીએમ મોદીએ કહ્યું, મૂન લેન્ડરનું સ્થાન ‘શિવશક્તિ’ તરીકે ઓળખાશે. તેમણે કહ્યું કે, આજે જ્યારે શિવની વાત છે તો શુભમ હોય છે અને શક્તિની વાત છે તો મારા દેશની નારી શક્તિની વાત થાય છે. જ્યારે શિવની વાત આવે છે ત્યારે હિમાલય મનમાં આવે છે અને જ્યારે શક્તિની વાત આવે છે, ત્યારે કન્યાકુમારી ધ્યાનમાં આવે છે. આ લાગણીને હિમાલયથી કન્યાકુમારી સુધીના બિંદુમાં પ્રતિબિંબિત કરવા માટે, તેને શિવશક્તિ નામ આપવામાં આવ્યું છે.

14 દિવસ પછી શું રહશે ચંદ્રયાન નું

ચંદ્રયાન-3 મિશનમાં માત્ર 14 દિવસની યોજના બનાવવામાં આવી છે. જ્યાં સુધી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર દિવસ છે ત્યાં સુધી લેન્ડર અને રોવર બંને પોતાના માટે ઊર્જા ઉત્પન્ન કરવાનું ચાલુ રાખશે અને કામ કરવાનું ચાલુ રાખશે. આ બંને ચંદ્રની તે બાજુ અંધારું થયા પછી નિષ્ક્રિય થઈ જશે. જો કે, 14 દિવસની રાત્રિ બાદ ફરી દિવસ આવશે, તે પછી જોવાનું રહેશે કે તેઓ ફરીથી કામ શરૂ કરી શકશે કે નહીં. જો લેન્ડર અને રોવર ફરી સક્રિય થશે તો તે ઈસરોની બીજી મોટી ઉપલબ્ધિ હશે. જો કે આટલા ઓછા તાપમાનમાં બંને માટે સુરક્ષિત રહેવું ખૂબ જ પડકારજનક છે.

પીએમ મોદીએ કરી નવા નામની જાહેરાત

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે, જે જગ્યાએ ચંદ્રયાન-3નું લેન્ડર ઉતર્યું છે, હવેથી તે જગ્યાને શિવશક્તિના નામથી ઓળખવામાં આવશે. ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, ચંદ્રયાન-2એ જે જગ્યાએ તેના પદચિન્હો છોડ્યા છે, તે જગ્યાને હવે ‘તિરંગા પોઈન્ટ’ તરીકે ઓળખવામાં આવશે.

શિવશક્તિના નામથી ઓળખવામાં આવશે

ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવર વધુ માહિતી

ચંદ્રયાન-3ના રોવરનું કુલ વજન 26 કિલો છે. તે ત્રણ ફૂટ લાંબુ, 2.5 ફૂટ પહોળું અને 2.8 ફૂટ ઊંચું છે. તે છ પૈડાં પર ચાલે છે. ઓછામાં ઓછું 500 મીટર એટલે કે 1600 ફૂટ ચંદ્રની સપાટી પર જઈ શકે છે. તેની ઝડપ 1 સેન્ટિમીટર પ્રતિ સેકન્ડ છે. તે આગામી 13 દિવસ સુધી ચંદ્રની સપાટી પર કામ કરવાનું ચાલુ રાખશે, જ્યાં સુધી તેને સૂર્યપ્રકાશથી ઊર્જા મળે છે.તમને જણાવી દઈએ કે આ પહેલા ઈસરોએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવરને લગતું તમામ કામ યોગ્ય રીતે ચાલી રહ્યું છે. બંનેની તબિયત પણ સારી છે. લેન્ડર મોડ્યુલના પેલોડ્સ Ilsa (ILSA), Rambha (RAMBHA) અને Chaste (ChaSTE) ને સ્વિચ કરવામાં આવ્યા છે. રોવરની ગતિશીલતા કામગીરી શરૂ થઈ ગઈ છે. આ સિવાય, પ્રોપલ્શન મોડ્યુલ પર પેલોડ શેપ કી ચાલુ કરવામાં આવી છે.