અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર અમદાવાદ દ્વારા વિવિધ જગ્યાઓ માટે 10 પાસ પર ભરતીની જાહેરાત

અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર અમદાવાદ ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે અમદાવાદમાં ITI પાસ માટે સરકારી નોકરીનો મોકો આવી ગયો છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર અમદાવાદ ભરતી

અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર અમદાવાદ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર અમદાવાદ ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામઅંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળઅમદાવાદ, ગુજરાત
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોટિફિકેશનની તારીખ01 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ01 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ careers.sac.gov.in

પોસ્ટનું નામ

 • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર દ્વારા ટેક્નિશિયન જેમાં ફીટર, મશીનીસ્ટ, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ICTSM/ITESM, ઈલેક્ટ્રીશિયન, મિકેનિકલ, કેમિકલ, ટર્નર તથા રેફ્રિજરેશન એન્ડ એર કંડિશનિંગની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

શૈક્ષણિક લાયકાત

 • મિત્રો, SACની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 10 પાસ તથા જે તે ટ્રેડમાં ITI પૂર્ણ કરેલું હોવું જરૂરી છે. તથા અન્ય લાયકાત માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

ઉમર મર્યાદા

 • સ્પેસ વિભાગની આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ 35 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

પગાર ધોરણ

 • સ્પેસ એપ્લિકેશન સેન્ટરની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 21,700 થી 69,100 સુધી પગારધોરણ ચુકાવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે.

 • લેખિત પરીક્ષા
 • સ્કિલ ટેસ્ટ

અરજી કઈ રીતે કરવી?

 • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
 • હવે SACની સત્તાવાર વેબસાઈટ @ careers.sac.gov.in પર જાઓ.
 • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
 • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
 • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
 • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
 • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ01 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21 ઓગસ્ટ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
Scroll to Top