ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આજથી ગુજરાતનાં 40% વિસ્તારોમાં આજથી જ ચોમાસું શરૂ

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી : રાજ્યમાં ચોમાસું વિધિવત રીતે આવી ગયું છે. આ સાથે આવનારા 48 કલાક બાદ ગુજરાતમાં વરસાદ વધારે તેજ બનશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર, કચ્છ તથા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમ જેમ વરસાદ થશે તેમ તેમ રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઓછું થશે. આજથી ગુજરાતના 40 ટકા વિસ્તારમાં ચોમાસાનો પ્રારંભ થઇ ગયો છે. રાજ્યમાં 20 ટકા જિલ્લામાં ચોમાસું બેસી ગયુ છે. જોકે, ગુજરાતમાં ચોમાસું 10 દિવસ મોડું બેઠુ છે. ગુજરાતની સાથે મુંબઈમાં પણ આજે જ ચોમાસું બેઠું છે. આજથી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાશે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં 7 અને 8 જુલાઈના રોજ ભારે વરસાદની આગાહી વિશે માહિતગાર રહો. વિગતવાર માહિતી, અપડેટ્સ અને વિવિધ વિસ્તારો પરની અસર મેળવો. હવામાન વિભાગે ગુજરાતમાં ખાસ કરીને 7 અને 8 જુલાઈના રોજ ભારે વરસાદની આગાહી કરી છે. આ હવામાનની આગાહી રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે મહત્વની અસરો ધરાવે છે. આ લેખમાં, અમે તમને વિવિધ પ્રદેશો પર તેની અપેક્ષિત અસર સહિત અપેક્ષિત ભારે વરસાદને લગતી વ્યાપક માહિતી અને અપડેટ્સ પ્રદાન કરીશું.

ગુજરાતમાં 7 અને 8 જુલાઈ પડશે ભારે વરસાદ

ગુજરાતમાં ચોમાસું ફૂલ રંગમાં આવી ગયું છે. સમગ્ર ગુજરાતમાં ચોમાસુ ધીમે ધીમે બેસી ગયું છે. ત્યારે બે દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 33 જિલ્લાઓમાં 224 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો.

જેમાં સૌથી વધારે જૂનાગઢ જિલ્લામાં સાડા 10 ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત રાજ્યમાં સિઝનનો 22.90 ટકા વરસદા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 76.80 ટકા વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં વરસાદના પગલે નર્મદા ડેમની જળસપાટી 120.46 મીટરે પહોંચી છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

6 અને 7 જુલાઇથી શરૂ થતાં સૌરાષ્ટ્રમાં વરસાદ ફરી શરૂ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 7 જુલાઈની આગાહી ગુજરાતના કેટલાક ભાગોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પૂરની સંભાવના સહિત ભારે વરસાદની ઉચ્ચ સંભાવના દર્શાવે છે.

છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લામાં પડ્યો વરસાદ

ગુજરાતમાં ચોમાસું જોરદાર જામ્યું છે. ગુજરાતમાં છેલ્લા દિવસોથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લામાં 224 તાલુકામાં વરસાદ પડ્યો છે.

જેમાં સૌથી વધારે જૂનાગઢમાં સાડા 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજ્યમાં સિઝનનો 22.90 ટકા વરસદા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 76.80 ટકા વરસાદ નોંધાયો છે.

ઉપરવાસમાં વરસાદના કારણે ડેમના પાણીમાં વધારો

ગુજરાતમાં સતત ભારે વરસાદને કારણે રાજ્યભરના ડેમોમાં પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં, 207 ડેમ, તેમની કુલ ક્ષમતાના 44 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે, તેમાં નોંધપાત્ર વધારો થયો છે.

ગુજરાતના ઉત્તર પ્રદેશમાં, 15 ડેમ 47 ટકા ક્ષમતાને વટાવી ગયા છે, જ્યારે કચ્છ પ્રદેશમાં, 20 ડેમ 51 ટકાથી વધુ ક્ષમતાથી ઓવરફ્લો થઈ રહ્યા છે. પ્રખ્યાત સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ ક્ષમતાના 54 ટકા પાણીનો પ્રભાવશાળી રીતે સંગ્રહ કરી રહ્યો છે.

જિલ્લામાં પડશે 24 કલાકમાં ભારે વરસાદ

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં આજે ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ ગયો છે. 48 કલાક બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે.

તેમણે વધુમાં એમ પણ જણાવ્યુ કે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસું બેઠું છે. બે દિવસ બાદ ચોમાસાનું જોર વધી શકે છે. આજથી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી વાચાવરણ રહેશે.

ગુજરાતમાં તાપમાનમાં વધારો

દિવસ દરમિયાન આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, સુરત અને તાપીમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસને વટાવી જવાનો અંદાજ છે.

બીજી તરફ વલસામાં તાપમાન 29 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ જેવા જિલ્લાઓમાં તાપમાન 33 ડિગ્રી સુધી વધે તેવી શક્યતા છે.

અમરેલીમાં ધોધમાર વરસાદ, સુરવો ડેમમાં 12 કલાકમાં 13 ફૂટ જળસપાટી વધી

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે અમરેલી જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો. જ્યારે અમરેલિના વડિયામાં મુશળધાર વરસાદ પડ્યો છે. નાજાપુર, તોરી, રામપુર, ખડખડ સહિતના ગામોમાં વરસાદ પડ્યોહતો. ભારે વરસાદના પગલે વડિયાના સુરવો ડેમમાં માત્ર 12 કલાકમાં 13 ફૂટ જળસપાટી વધી હતી.