આ બે વસ્તુ ખાવાથી માત્ર 5 મીનીટમાં દુર થઇ જસે ગેસ

આજકાલ ખાવા-પીવાની વસ્તુઓ એવી થઈ ગઈ છે કે પેટમાં ગેસ બનવો, એસિડિટી જેવી બીમારીઓ સામાન્ય થઈ ગઈ છે. અને ખાસ કરીને શિયાળામાં આપણે વિવિધ પ્રકારની તળેલી વસ્તુઓ ખાતા રહીએ છીએ જેના કારણે પેટમાં, છાતીમાં અથવા તો ક્યારેક માથામાં એસિડિટી સ્વરૂપે ભારે દુખાવો થાય છે. તે સમયે માત્ર એટલું જ લાગે છે કે જલદીથી પીડામાંથી રાહત મેળવવી જોઈએ. પેટમાં બનેલા ગેસથી છુટકારો મેળવવા માટે ઘણા ઘરગથ્થુ ઉપચાર છે, તમારે તેના વિશે પણ જાણવું જોઈએ.

પેટને લગતી એક સમસ્યા મોટાભાગે ઘણા લોકોમાં જોવા મળે છે તેવી જ એક સમસ્યા ગેસને લગતી સમસ્યા છે, જે આપણી અનિયમિત ખાવાની ટેવના કારણે જોવા મળી શકે છે. ગેસ થવાના કારણે પેટ ભારે ભારે લાગતું હોય છે. ઘણા એવા પણ લોકો હોય હોય છે જે અમુક વસ્તુ ખાઈ લેતો વારે વારે ગેસ થઈ જતો હોય છે, આવી સમસ્યા થવાના કારણે પેટ ફૂલવા લાગે છે ગેસની સમસ્યા બપોરના ભોજન પછી થવા રાત્રીના ભોજન પછી સૌથી વધુ જોવા મળતી હોય છે.

ગેસ થાય ત્યારે એક ચમચી અજમો અને તેમાં એક ચપટી સિંધાલુણ મીઠું નાખી બરાબર મિક્સ કરી લો, હવે તેને ફાકી જવાનું છે અને ઉપરથી હૂંફાળું પાણી પી જવાનું છે. આ આવી રીતે અજમાને ફાકી જવાથી ગેસની સમસ્યામાં ખુબ જ ઝડપથી પરિણામ જોવા મળશે. ગેસની સમસ્યા થવાથી પેટ ફૂલવાની સમસ્યા રહેતી હોય, પેટમાં ગોટાળા વળતા હોય જેવી અનેક સમસ્યાને દૂર કરી દેશે. ગેસના વઘારે રહેવાની સમસ્યા હોય તેમને ગેસને શાંત કરવો હોય તો આ ઉપાય ખુબ જ કારગર અને રામબાણ સાબિત થશે.

એક-એક ચમચી લીંબુનો રસ અને આદુ મેળવીને તેમાં થોડુ કાળુ મીઠું નાખીને જમ્યા બાદ ખાવાથી પાચન શક્તિ સુધરે છે અને ગેસની સમસ્યા પણ દૂર થાય છે. કેરમના બીજનું ચુર્ણ ગરમ પાણી સાથે લેવાથી ગેસ અને અપચોમાં આરામ મળે છે. દરરોજ તમારા મોંમાં 2-3 નાના માયરોબાલન નાખીને ચૂસતા રહો, ફાયદો થશે.

Leave a Comment