ખેડૂતો માટે નવી યોજના : ડ્રોનથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા માટે મળશે 90% સહાય

ગુજરાત સરકાર દ્વારા રાજ્યનાં પ્રગતિશીલ ખેડૂતોને ખેતીમાં ડ્રોનથી છંટકાવ કરવા માટે સહાય પૂરી પાડવામાં આવે છે. કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) ના ઉપયોગથી છંટકાવની સેવા જો ખેડૂત ડ્રોન થી કોઇ દવાનો છંટકાવ કરવા માંગે છે તો તેને ગુજરાત સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવે છે. ડ્રોન ટેક્નોલોજી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે.

જંતુનાશક દવા છંટકાવ સહાય યોજના

ખેડૂત મિત્રો માટે આમ તો અવાર-નવાર ઘણીય યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે પરંતુ આ વખતે ગુજરાત સરકાર દ્વારા એક સરસ યોજના બહાર પાડવામાં આવી છે. જેમાં આ યોજના જંતુનાશક દવા છંટકાવ સહાય યોજના અંતર્ગત ખેડુતોને પોતાના પાક પર જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે કુલ ખર્ચના 90 % સહાય આપવાની વાત કરી છે.

જંતુનાશક દવા છંટકાવ સહાય યોજના- હાઇલાઇટ્સ

યોજનાનું નામ જંતુનાશક દવા છંટકાવ સહાય યોજના
કોના હેઠળ ગુજરાત સરકાર
ઉદેશ્ય ડ્રોન વડે દવાના છંટકાવથી ખેડૂતોની પાક પર નજર પણ રહેશે અને દવાનો છંટકાવ પણ થશે
લાભાર્થી રાજ્યના ખેડૂતો
મળવાપાત્ર લાભ ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ.૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે.
ફોર્મ શરુ થવાની તારીખ 28/07/2022
ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26/08/2022

આ સહાય યોજનાનો હેતુ

  • ખેડૂતોનાં દવાનો છંટકાવ ના કામમાં સમય બચાવ થશે.
  • ડ્રોનથી પાક પર નજર રહેશે. અને જંતુનાશક દવાનો છંટકાવ પણ કરશે.

યોજના હેઠળ મળવાપાત્ર લાભ

  • ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ.૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે.
  • ખાતાદીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.

ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ માટે ના આધાર પુરાવા

Ikhedut Portal પર ચાલતી ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ માટે સહાય યોજના નો લાભ લેવા માટે Online Arji કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

  • આધાર કાર્ડ
  • બેંકની પાસબુક
  • 7/12 અને 8-અ ના દાખલા
  • રેશન કાર્ડ
  • મોબાઈલ નંબર

આ યોજનાનો લાભ લેવા માટે અરજી કઈ રીતે કરવી?

તમે જાતે ઘર બેઠા મોબાઇલ ફોનની મદદથી ઓનલાઇન અરજી કરી શકશો. અથવા ગ્રામ પંચાયત ઓફીસે જઈને VCE મારફત પણ અરજી કરી શકો છો. અરજી પ્રિન્ટ ગ્રામ સેવકને આપી દેવાની રહેશે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

મહત્વપૂર્ણ તારીખ

  • ફોર્મ શરૂ થવાની તારીખ: 28/07/2022
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 26/08/2022

મહત્વપૂર્ણ લિંક

અરજી કરવાની લિંકClick Here
HomePageClick Here