ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના 2022

Women And Child Development Department(WCD) દ્વારા મહિલાઓના સશક્તિકરણ અને સુરક્ષા અર્થે વિવિધ યોજનાઓ ચાલે છે. જેમાં વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, બેટી બચાવો બેટી પઢાવો, સખીવન સ્ટોપ સેન્‍ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્‍દ્ર, 181 મહિલા હેલ્પલાઈન, મહિલા સ્વાવલંબન યોજના, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્‍ટર(PBSC) વગેરે યોજનાઓ ચાલે છે. જેમાં ગંગા સ્વરૂપા એટલે વિધવા બહેનોના કલ્યાણ અને પુન:સ્થાપન અર્થે ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજનાઅમલમાં મૂકવામાં આવેલ છે.

આ પણ વાંચો : [WCL] વેસ્ટર્ન કોલ ફિલ્ડ 1,216 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ગંગા સ્વરૂપા પુનઃલગ્ન યોજના

વિધવા મહિલાઓ પ્રત્યે સામાજિક માનસિકતામાં પરિવર્તન આવે, તેમજ સમાજ વ્યવસ્થામાં વિધવા પુન:લગ્નનો સાહજિકપણે સ્વીકાર થાય અને સુધારાત્મક અભિગમને સિધ્ધ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા “ગંગા સ્વરૂપા પુનર્લગ્ન આર્થિક સહાય યોજનાઅમલમાં મૂકવામાં આવેલ છે. રાજ્ય સરકાર તરફથી પુન:લગ્ન કરનાર વિધવા મહિલાને આર્થિક સહાય આપવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક મદદના હેતુથી દર મહિને 1250 સહાય ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત આપવામાં આવે છે.

ગંગા સ્વરૂપા પુનઃલગ્ન યોજના – હાઈલાઈટ્સ

યોજના નું નામગંગા સ્વરૂપા પુનઃલગ્ન યોજના
સહાયGanga Swarupa Punahlagna Arthik Sahay Yojana અંતર્ગત વિધવા લાભાર્થી પુન:લગ્ન કરે તો એમને બે તબક્કામાં રૂ.50,000 (પચાસ હજાર) આપવામાં આવશે.
રાજ્યગુજરાત
ઉદ્દેશલગ્ન કરવા ઈચ્છુક “વિધવા બહેનોને સમાજના વર્તમાન પ્રવાહમાં પુન:સ્થાપિત કરવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી.
લાભાર્થીગુજરાત
અરજી નો પ્રકારઓનલાઈન
સાઈટ https://wcd.gujarat.gov.in/

ગંગા સ્વરૂપા યોજનાનો હેતુ

  • ગંગા સ્વરૂપા મહિલાઓ પરત્વે સામાજિક માનસિકતામાં પરિવર્તન લાવવું.
  • લગ્ન કરવા ઈચ્છુક “વિધવા બહેનોને સમાજના વર્તમાન પ્રવાહમાં પુન:સ્થાપિત કરવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી.
આ પણ વાંચો : New Gujarati Kids App : આ એપ તમારા બાળકો ભણશે રમતા રમતા

આ યોજનાનો લાભ મેળવવાની પાત્રતા

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જુલાઈ-2021 માં અમલમાં આવેલ “ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના” હેઠળ લાભ મેળવવા માટે નીચે મુજબની જોગવાઈ કરેલ છે.

  • ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવતા હોવા જોઈએ.
  • આ યોજનાનો લાભ મેળવવા માટે 18 વર્ષ થી 50 વર્ષની ઉંમરની જોઈએ.
  • પુન:લગ્ન કરનાર મહિલાએ પુન:લગ્ન કર્યાની તારીખથી 6 માસની અંદર નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.

ગંગાસ્વરૂપા યોજના હેઠળ મળવાપાત્ર લાભ

Ganga Swarupa Punahlagna Arthik Sahay Yojana અંતર્ગત વિધવા લાભાર્થી પુન:લગ્ન કરે તો એમને બે તબક્કામાં રૂ.50,000 (પચાસ હજાર) આપવામાં આવશે.

વિધવા લાભાર્થીના બચત ખાતા(Saving Account) માં જિલ્લા કક્ષાએ DBT (Direct Benefit Transfer) મારફતે 25000/- (પચ્ચીસ હજાર) જમા કરવામાં આવશે. તેમજ 25,000/- ની રકમના રાષ્ટ્રીય બચત પત્રો (National Saving Certificate) આપવામાં આવશે. કુલ મળીને 50,000/- (પચાસ હજાર) ની આર્થિક સહાય આપવામાં આવશે.

ગંગાસ્વરૂપા યોજનામાં અરજી કરવા માટેના આધાર પુરાવા

Widow remarriage scheme in Gujarat યોજના હેઠળ લાભાર્થી મહિલા પુન:લગ્ન કર્યા બાદ 6 માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. અરજી સાથે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ (આધાર પુરાવા) રજૂ કરવાના રહેશે.

  • ગંગા સ્વરૂપા (Vidhva Sahay) આર્થિક સહાય યોજનાનો સહાય હૂકમ
  • પુન:લગ્નની નોંધણી અંગેનું પ્રમાણપત્ર
  • જે વ્યક્તિ સાથે પુન:લગ્ન થયેલ છે તેના સરનામા અંગેનો પુરાવો
  • પુન:લગ્ન પરત્વે દંપતિના સંયુક્ત પાસપોર્ટ સાઈઝનાં ફોટો
  • બચત ખાતાની પાસબુકની પ્રથમ પાનાની સ્વ-પ્રમાણિત નકલ
આ પણ વાંચો : JIO ની જન્માષ્ટમી ધમાકા ઓફર, ગ્રાહકોને આપી રહ્યું છે 84 દિવસનું રીચાર્જ બિલકુલ મફતમાં

આ યોજનાનું અરજી ફોર્મ કઈ જગ્યાએથી મેળવવું?

ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના નો લાભ લેવા માટે અરજી ફોર્મ મહિલા અને બાળ વિકાસ વિભાગની અધિકૃત વેબસાઈટ https://wcd.gujarat.gov.in/ પરથી મેળવી શકાશે. અરજીપત્રક ભરીને સંબંધિત મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે જમા કરાવવાના રહેશે.

ગંગાસ્વરૂપા યોજનામાં ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?

Vidhva Punahlagna Arthik Sahay Yojana હેઠળ ઓનલાઈન અરજી કરવાની પણ જોગવાઈ કરવામાં આવેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે Digital Gujarat Portal પર ઓનલાઈન કરવાની રહેશે. https://www.digitalgujarat.gov.in/ લિંક પરથી ઓનલાઈન અરજી કરી શકાશે.

  • ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્‍દ્ર (e-Gram) પર જઈને ઓનલાઈન એન્‍ટ્રી કરી શકશે. ઈ-ગ્રામ સેન્‍ટર પર મળતી અરજીઓ ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી VCE (Village Computer entrepreneur) કરવાની રહેશે.
  • ગ્રામ્ય કક્ષાએ અરજી કરવામાં આવે તો અરજી દીઠ રૂ.20 (વીસ) ભરવાના રહેશે.
  • તાલુકા કક્ષાએ સંબંધિત વિસ્તારની મામલતદાર કચેરીમાં જઈને આ યોજના લાભ માટે અરજી કરી શકશે.
  • જીલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રી કચેરીમાં જઈને “વિધવા પુન”લગ્ન આર્થિક સહાય યોજના” ની અરજી જમા કરાવી શકશે તથા Digital Gujarat Portal મારફતે Online અરજી કરાવી શકશે.
  • લાભાર્થી જાતે પણ Digital Gujarat Portal પર ઓનલાઈન અરજી કરી શકશે.
આ પણ વાંચો : ટ્રેક્ટર સહાય યોજના : ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે લોન સહાય

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર સાઈટ Click Here
HomePageClick Here