વૃદ્ધ પેન્શન સહાય યોજના 2024 । વૃદ્ધ અને દિવ્યાંગોને મળશે 1000 થી 1250 રુપિયા પેન્શન ઘરે બેઠા

નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના | Assistance Destitute Old Age Pension ASD | Digital Gujarat Portal Online Apply | Niradhar Vrudh sahay yojana form pdf | vrudh pension yojana in gujarat online | વૃદ્ધ પેન્શન યોજના document | નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના |દિવ્યાંગ પેન્શન યોજના । વૃદ્ધ સહાય યોજના । વૃદ્ધ સહાય યોજના 2024

તો આજે આપણે વૃદ્ધ પેન્શન યોજના 2024 એટલે કે ” Assistance Destitute Old Age Pension-ASD” યોજનાની વિગત વાર માહિતી જોઈશું, જેમાં ૬૦ વર્ષ કે તેથી વધુની વર્ષના હોય તેવા સ્ત્રી કે પુરૂષ જેમને ૨૧ વર્ષથુ વધુ વયનો પુત્ર ન હોય તેઓ આ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના માટે અરજી કરવા લાયક ગણાશે. જેમાં આવક મર્યાદા, જરુરી ડોક્યુમેન્ટ, અરજી કરવાની રીત વગેરેની માહિતી આ આર્ટીકલના માધ્યમથી જોઈશું.

Vrudh Pension Yojana Gujarat 2024 હાઇલાઇટ્સ

વિભાગ સામાજીક ન્યાય અને આધિકારીતા વિભાગ
યોજના નામ નિરાધાર વૃદ્ધ અને નિરાધાર દિવ્યાંગ પેન્શન યોજના
સહાયની રકમ ૧૦૦૦ થી ૧૨૫૦ રૂપિયા
પાત્રતા નિરાધાર વૃદ્ધ માટે ૬૦ વર્ષ અને નિરાધાર અપંગો માટે ૪૫ વર્ષ
સતાવાર સાઈટ https://www.digitalgujarat.gov.in/
સામાજીક ન્યાય અને આધિકારીતા વિભાગ

વૃદ્ધ પેન્શન સહાય યોજનાનો હેતુ 2024

ગુજરાતના ઘણા લોકો પોતાનું જિવન ખેતી પર નિરભર છે, ત્યારે ખેતી અથવા મજુરી કરી ગુજરાન ચલાવતા લોકો પોતાની બચત કરી શકતા નથી જેથી વૃદ્ધ અવસ્થામાં કોઇપણ પ્રકારનો આવકનો સ્ત્રોત રહેતો નથી. જેથી સરકાર દ્વારા વૃદ્ધ પેન્શન યોજના અમલમાં લાવી તેમને માસીક પેન્શન પેટે ૧૨૦૦ રુપિયા ચુકવી, વૃદ્ધ અવસ્થા સમયે તેમને આર્થીક રીતે મદદ મળી રહે અને પોતાનું ગુજરાન ચલાવી શકે.

વૃદ્ધ પેન્શન યોજના 2024 માટેની પાત્રતા

  • નિરાધાર વૃદ્ધ ની ઉમર ૬૦ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
  • સ્ત્રી અને પુરુષ બન્ને અરજી કરી શકશે.
  • અરજી કરનારના પુત્રની ઉમર ૨૧ વર્ષથી વધુ ના હોવી જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારમાં આવક મર્યાદા ૧,૨૦,૦૦૦ સુધિની રહેશે.
  • શહેરી વિસ્તારમાં આવક મર્યાદા ૧,૫૦,૦૦૦ સુધિની રહેશે.
  • નિરાધાર દિવ્યાંગ અરજદારની ઉમર ૪૫ વર્ષથી વધુ હોવી જોઈએ.
  • નિરાધાર દિવ્યાંગ ના અપગંતા ૭૫ ટકા થી વધુ હોવી જરુરી છે.
  • જો નિરાધાર વૃદ્ધ ના પુત્રની ઉમર ૨૧ વર્ષ કરતા વધુ હોય પણ એ કઈ ગંભીર બિમારી, જેવી કે ટી.બી, કેન્સર જેવી બિમારીથી પડિતી હોય તો તે અરજદાર લાયક ગણાશે.
  • અરજદાર છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતા હોવા જરુરી છે.

વૃદ્ધ પેન્શન સહાય યોજના ડોકયુમેન્ટ લીસ્ટ

  • રહેઠાંણનો પુરાવો.
  • ઉંમરનો પુરાવો.
  • ૦-૧૬ આંક દર્શાવતું ગરીબી રેખાનું ઓળખપત્ર.
  • નાગરિક્ત્વનો પુરાવો.
  • લાભાર્થીનો ઉંમર અંગેનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર-LC, જન્મનો દાખલો, મેડિકલ સર્ટિફિકેટ પૈકી કોઈપણ એક)
  • આવક અંગેનું પ્રમાણપત્ર (Income Certificate)
  • ગુજરાતમાં વસવાટ અંગેનું પ્રમાણપત્ર

નિરાધાર વૃધ્ધ સહાય યોજના માટે આવક મર્યાદા

ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વૃદ્ધ સહાય યોજના નો લાભ લેવા માટે નિયામક સમાજ સુરક્ષા ખાતા દ્વારા એક આવકની મર્યાદા નક્કી કરવામાં આવેલી છે.

આ યોજનાનો લાભ લેવા માટે જે અરજી કરનાર વ્યક્તિ ની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે દોઢ લાખ રૂપિયા (1,50,000 RS/-) અને જો ગ્રામ્ય વિસ્તારમાં અરજી કરનાર વ્યક્તિ રહેતો હોય તો તેમણે એક લાખ વીસ રૂપિયા (1,20,000/-) થી વધુ ન હોવી જોઈએ જો વધુ હોય તો તે આ યોજના માટે અરજી કરી શકતો નથી.

નિરાધાર વૃદ્ધ સહાય યોજના અરજીપત્રક ક્યાંથી મળશે?

નિરાધાર વૃધ્ધ સહાય યોજના અરજીપત્ર કે ગુજરાત સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે. નીચે આપેલ કચેરીઓની લેખ પરથી તમે આ યોજના માટેનું અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકો છો.

  • જિલ્લા કલેક્ટર કચેરી.
  • પ્રાન્ત કચેરી.
  • તાલુકા મામલતદાર કચેરી તેમજ જન સેવા કેન્‍દ્ર.
  • ગ્રામ પંચાયત કેન્દ્રના V.E.C કો. ઓપરેટર પાસેથી તમે Digital Gujarat online Portal પર જઈને તમે ઓનલાઇન અરજી કરી શકીએ છીએ.

વ્રુધ પેન્શન યોજના ઓનલાઈન હેલ્પલાઈન નંબર

નિરાધાર વૃધ્ધ પેંશન યોજનાના ઓનલાઈન અરજી Digital Gujarat Portal પરથી કરવાની રહેશે. ઓનલાઈન અરજી બાબતે કોઈ સમસ્યા અને પ્રશ્ન હોય તો 18002335500 કોલ કરી શકાય છે.

ઉપયોગી લીંક

સત્તાવાર સાઇટ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો