વ્હાલી દીકરી યોજના 2024 । રૂપિયા 1,10,000 મેળવો, ફોર્મ, ડોક્યુમેંટ્સ અને અરજી પ્રક્રિયા જાણો | Vahli Dikri Yojana In Gujarati 2024

Vahli Dikri Yojana Form | Vahli Dikri Yojana Online Form 2024 | વહાલી દીકરી યોજના | Vahli Dikri Yojana Age Limit | Vahali Dikri Yojana Documents | Vahali Dikri Yojana Application Form| Vahli Dikri Yojana Documents | Vahli Dikri Yojana Form Pdf | Vahli Dikri Yojana Form Online Apply| Vahli Dikri Yojana Gujarat | વ્હાલી દીકરી યોજના । વ્હાલી દીકરી યોજના 2024 ફોર્મ ક્યાં મેળવવું? અને ક્યાં ભરવું? | Vahli Dikri Yojana Online Application Process | વ્હાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ અને કઈ કચેરીનો સંપર્ક કરવો? | Download New Vahali Dikari Yojana Application Form PDF

ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ દ્વારા દીકરીઓના કલ્યાણ, તેમજ સમુદ્ધિ માટે માટે જુદી-જુદી યોજનાઓ કાર્યરત છે.તેવી જ એક યોજના જેમાં દીકરીઓને ભણતર અને લગ્ન સહાયના ઉદ્દેશને સાર્થક કરતી યોજના એટલેે વહાલી દીકરી યોજના.મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના તા. 02/08/2019 ના રોજથી અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં લાભાર્થી દીકરીને ત્રણ હપ્તામાં ₹ 1,10,000/- સહાય મળે છે. Vahli Dikri Yojana યોજના ની લેટેસ્ટ અપડેટ સાથે આપની સમક્ષ મારો અર્ટિકલ લઈને આવી રહ્યો છુ.આ આર્ટિકલમાં આપને વહાલી દીકરી યોજના અંગેની લેટેસ્ટ સુધારા સાથેની માહિતી પુરું પાડવામાં આવી છે. જેની વિગતો માહિતી મેળવીએ અને કંઈક નવું જાણીએ.

વ્હાલી દીકરી યોજના 2024 હાઈલાઈટ્સ

યોજનાનું નામ વ્હાલી દીકરી યોજના 2024
કોણે લાભ મળે? ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓ
મળવાપાત્ર સહાય દીકરીને કુલ ત્રણ હપ્તામાં 1,10,000/- ની સહાય મળવાપાત્ર થાય
અરજી ક્યાં કરવી? લાભાર્થી દીકરીના ગ્રામ્ય પંચાયત ખાતે VCE પાસેથી અને તાલુકા મામલતદાર કચેરીમાં વિધવા સહાયની કામગીરી કરતાં ઓપરેટર તથા જનસેવા કેન્‍દ્રમાં જઈને ઓનલાઈન અરજી કરી શકાશે.
અધિકૃત વેબસાઈટ https://wcd.gujarat.gov.in/
વ્હાલી દીકરી યોજના 2024

ગુજરાત વ્હાલી દીકરી યોજનાનો ઉદ્દેશ

વહાલી દીકરી યોજના નો ઉદેશ્ય જન્મ ગુણોત્તર સુધારવા, છોકરીઓના શિક્ષણનું પ્રમાણ વધારવા, છોકરીઓનું ભવિષ્ય બચાવવા અને બાળજન્મને પ્રોત્સાહન આપવા માટે, ગુજરાત સરકારે આ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ સરકાર છોકરીઓના માતા -પિતાને આર્થિક સહાય આપશે.
વ્હાલી દીકરી યોજના હેઠળ પરિવારની પ્રથમ અને બીજી પુત્રીઓને પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. ગુજરાત વહાલી દીકરી યોજના ચોક્કસપણે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવશે, છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપશે અને ઉચ્ચ શિક્ષણ અને છોકરીઓના લગ્ન માટે પૂરતી રકમ આપશે. પાત્રતા.

કોને કોને મળશે આ યોજનાનો લાભ

લાભાર્થી દીકરીનો જન્મ તા. 02/08/2019 ના રોજ અને ત્યાર બાદ જન્મેલ દીકરીને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીઓને આ લાભ મળવાપાત્ર છે. દંપતિના બાળ લગ્ન ન થયેલ હોવા જોઈએ.
ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં દીકરીના માતા- પિતાની સંયુક્ત આવક ₹ 2,00,000/- (રૂપિયા બે લાખ) કે તેથી ઓછી હોવી જોઈએ. દીકરીને એકલ માતા કે પિતા હોય તો માતા કે પિતાની આવક ધ્યાને લેવાશે.
અનાથ દીકરીના કિસ્સામાં સંબંધિત વાલી (ગાર્ડીયન)ના આવકના પ્રમાણપત્રને ધ્યાને લેવાશે.
દત્તક લીધેલ દીકરીના કિસ્સામાં દત્તક લીધેલ દંપત્તિની આવક મર્યાદા ધ્યાને લેવાશે.

વહાલી દીકરી યોજના સહાય મેળવવા જરૂર પડશે આ દસ્તાવેજ

  • લાભાર્થી દીકરીનું જન્મ પ્રમાણપત્ર
  • લાભાર્થી દીકરીનું આધારકાર્ડ (ફરજીયાત)
  • લાભાર્થી દીકરીના માતા-પિતાના આધાર કાર્ડ
  • લાભાર્થી દીકરીના લગ્ન નોંધણી પ્રમાણપત્ર.
  • આવકનો દાખલો (દીકરીના માતા-પિતા અથવા એકલ માતા/પિતા/વાલીનો આવકનું પ્રમાણપત્ર.
  • લાભાર્થી અથવા માતા/પિતાના બેંક ખાતાની પાસબુકની નકલ
  • રેશનકાર્ડની નકલ
  • લાભાર્થી દીકરીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • નિયત નમૂનાનું સ્વ-ઘોષણાપત્ર

વ્હાલી દીકરી યોજના પરિપત્ર વાંચો

મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા તારીખ 31/07/2019 ના રોજ વ્હાલી દીકરી યોજના નો ઓફિશિયલ પરિપત્ર કરીને આ યોજનાનો અમલ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યો હતો. રાજ્યમાં દિકરીઓનું શિક્ષણ સુધરે, બાળ લગ્નમાં ઘટાડો થાય તેમજ સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરણ થાય એ ઉદ્દેશ થી આ યોજના ને શરુ કરવામાં આવી છે.

આ રીતે કરો વ્હાલી દીકરી યોજના માટે અરજી?

રસ ધરાવતા પાત્ર ઉમેદવારો Vahli Dikri Yojana Form Pdf ડાઉનલોડ કરીને સરળતાથી અરજી ફોર્મ/નોંધણી ફોર્મ ભરી શકે છે. વ્હાલી દીકરી યોજના ના ફોર્મ વિનામૂલ્યે ગ્રામ પંચાયત અને બાલ અધિકારીશ્રી ની કચેરી અથવા આંગણવાડી કેન્દ્ર અથવા CDPO ( ચાઈલ્ડ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ઓફિશર કચેરી) થી મળી જશે.

વ્હાલી દીકરી યોજના ફોર્મ : વ્હાલી દીકરી યોજના નું ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો તમે વ્હાલી દીકરી યોજનાનું એપ્લીકેશન ફોર્મ પીડીએફ (Vahli Dikri Yojana Form Pdf) ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.

વ્હાલી દીકરી યોજના માટે હેલ્પલાઇન નંબર :વ્હાલી દીકરી યોજના માટે કોઈ પણ સમસ્યા હોઈ તો હેલ્પલાઇન નંબર (HelpLine Number):- 079-232-57942 સંપર્ક કરી શકો છો.

ઉપયોગી લિન્ક

વ્હાલી દીકરી યોજના સત્તાવાર વેબસાઇટ અહી ક્લિક કરો
વહાલી દિકરી યોજના ફોર્મ pdf અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો