Tractor Sahay Yojana 2024 | ટ્રેક્ટર સહાય યોજના 2024 ટ્રેક્ટરની ખરીદી પર રૂ.60,000 સુધી સબસીડી યોજના

Tractor Sahay Yojana Gujarat 2024 : ગુજરાત સરકાર, તેના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા, ટ્રેક્ટરની ખરીદીની સુવિધા માટે ટ્રેક્ટર સહાય યોજના હેઠળ ખેડૂતોને સબસિડી આપે છે. આ પહેલનો ઉદ્દેશ્ય ખેડૂતોને આધુનિક મશીનરીનો ઉપયોગ કરીને કૃષિ ઉત્પાદકતા વધારવા માટે સક્ષમ બનાવવાનો છે, આમ કૃષિ મજૂર વર્ગનો ઉત્કર્ષ થાય છે.

આ યોજનાની મદદથી ખેડુતો ટ્રેક્ટર સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરે છે. જેમાં અલગ અલગ હોર્ષ પાવર મુજબ સબસિડી ફળવાય છે. તો આજે આપણે આ ટ્રેકટર સહાય માટે શુ પાત્રતા છે? કેવી રીતે અરજી કરવી તેની સંપુર્ણ માહિતી આ લેખની મદદથી મેળવીશું.

Tractor Sahay Yojana 2024 । ટ્રેક્ટર સહાય યોજના 2024

યોજનાનું નામ ટ્રેકટર સહાય યોજના 2024 (Tractor Sahay Yojana)
ઉદ્દેશ ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે ટ્રેકટરની
ખરીદી પર સબસીડી
લાભાર્થીઓ ગુજરાતના ખેડૂતો
ઓનલાઈન અરજી કયારે ચાલુ થઈ? 12/03/2024
અરજી કરવાની છેલ્લી તારીખ 11/05/2024
માન્ય વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/
ટ્રેકટર સહાય યોજના 2024

ટ્રેક્ટર સહાય યોજના 2024 નો હેતુ

Tractor Subsidy Sahay yojana 2024 ની ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. આ યોજના 100% રાજ્ય સરકારથી ચાલતી યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર (20 PTO HP સુધી) ની ખરીદી પર સબસીડી આપવામાં આવશે. જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકે.આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર ની ખરીદી પર સબસીડી આપવામાં આવશે. જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકે.

Tractor Sahay Yojana 2024 ની પાત્રતા

  • ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • ગુજરાત રાજ્યના નાના, સિમાંત અને મહિલા ખેડૂતોને તથા SC,ST,જનરલ અને અન્ય ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
  • લાભાર્થી ખેડૂત જમીન ધરાવતા હોય એમને લાભ આપવામાં આવશે.
  • વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
  • ખેડૂતોને ફક્ત જ વાર આ યોજનાનો લાભ મળશે નહીં.
  • ખેડૂતઓએ Tractor Subsidy Scheme યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી Online Form ભરવાનું રહેશે.
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી ઓછી તથા શહેરી વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,50,000 થી ઓછી હોવી જોઈએ

ટ્રેક્ટર સહાય યોજના 2024 મળવાપાત્ર સહાય

આ યોજનામાં રૂપિયા 6,00,000 સુધીની લોન મળે છે જેનો વ્યાજદર 6% હોય છે. અરજદારે લોનના 5% પ્રમાણે માસિક હપ્તો ચૂકવવાનો રહેશે. જો અરજદાર લોન ભરવામાં વિલંબ કરે ત્યારે તેમની પાસે 2.5% દંડ સ્વરૂપે વધુ વ્યાજ લેવામાં આવશે.

અનુસૂચિત જાતિ અને
અનુસૂચિત જન જાતિના ખેડૂતોને
આ જ્ઞાતિના લાભાર્થીઓને ખર્ચનાં 50 % સુધી સહાય,
મહત્તમ રૂ.0.60 લાખ//એકમ સુધી મળવાપાત્ર થશે.
સામાન્ય અને અન્ય ખેડૂતોનેસામાન્ય ખેડુતને ખર્ચના 40 % મુજબ રૂ.0.45 લાખ/એકમદીઠ,
બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે.

ટ્રેક્ટર સહાય યોજના 2024 માટે જરૂરી ડોક્યુમેન્‍ટ

  • લાભાર્થી ખેડૂતની આધારકાર્ડની નકલ
  • ખેડૂતના રેશનકાર્ડની નકલ
  • ખેડૂતનો ikhedut portal 7-12
  • જો ખેડૂત SC અને ST હોય તો જાતિનું સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
  • જો દિવ્યાંગ ખેડૂત હોય તો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • ટ્રાઈબલ વિસ્તાર માટે વન અધિકાર પ્રમાણપત્રની નકલ (હોય તો)
  • સંયુક્ત ખાતેદારના કિસ્સામાં 7-12 અને 8-અ જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો
  • બેંક ખાતાની ઝેરોક્ષ
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)

ટ્રેકટર સહાય યોજના 2024 કેવી રીતે અરજી કરવી ?

ટ્રેકટર સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી Online Application કરવાની રહેશે. ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે. ખેડૂતો જાતે પણ ઘરે બેઠા Online Form ભરી શકે છે.

  • આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • આઈ Khedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
  • “Bagayati ni yojana” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-17 “ટ્રેક્ટર (20 PTO HP સુધી)” પર ક્લિક કરવું.
  • જેમાં “ટ્રેક્ટર 20 PTO HP” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાની રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

ટ્રેકટર સહાય યોજના 2024 અગત્યની છેલ્લી તારીખ

ઓનલાઈન અરજીની શરૂ તારીખ12/03/2024
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ11/05/2024

Tractor Yojana Apply Online Registration form | ikhedut.gujarat.gov.in 2024

Tractore Sahay Yojana: PM કિસાન ટ્રેક્ટર યોજનાનો ટ્રેક્ટર સબસિડીનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કરવાની જરૂર છે. તેઓ નજીકના CSC કેન્દ્રો અથવા અન્ય નિયુક્ત જાહેર સેવા કેન્દ્રોની મુલાકાત લઈને ઑનલાઇન અથવા ઑફલાઇન અરજી સબમિટ કરી શકે છે. ચોક્કસ વિગતો અને આવશ્યક દસ્તાવેજો પ્રદાન કરવા ફરજિયાત છે. માત્ર સંપૂર્ણ ભરેલી અરજીઓ જ ધ્યાનમાં લેવામાં આવશે. અરજીની પ્રક્રિયા અને સમયપત્રક વિવિધ માધ્યમો દ્વારા ખેડૂતોને જાણ કરવામાં આવશે, અને નવીનતમ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ્સ, સમાચાર અથવા અખબારો તપાસતા રહેવાની જવાબદારી તેમની છે.