TODAY GOLD SILVER RATE | આજના સોના ચાંદીના ભાવ : તારીખ 3/11/2023

સોના અને ચાંદીમાં આજે મિક્સ પ્રતિભાવ જોવા મળી રહ્યા છે. બુલિયન માર્કેટમાં જોરદાર એક્શન છે તો શરાફા બજારમાં સાામાન્ય મંદી જોવા મળી રહી છે. જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે આ પહેલા US FED ના નિર્ણયથી કોમેક્સ પર સોના અને ચાંદીમાં નરમાઈ જોવા મળી હતી

આજના સોના ચાંદીના ભાવ

થોડા દિવસોના ઘટાડા બાદ આજે સોના-ચાંદી ફરીથી ગ્રીન ઝોનમાં પાછા આવી ગયા છે. ગઈકાલે કરવા ચૌથ બાદ હવે ફરીથી સોનાના ભાવ વધવા માંડ્યા છે, જો આ તેજી કાયમ રહી તો ચાંદી પણ 72,000ના સ્તરને વટાવે તેવી શક્યતા છે. આજે સવારે 10.40 વાગ્યે એમસીએક્સ પર ડિસેમ્બરના વાયદાનું સોનું 0.25 ટકાના વધારા સાથે 60,936 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.82 ટકાના વધારા સાથે 71,880 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે દબાણ જોવા મળ્યા બાદ સ્થાનિક સ્તરે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. અહીં મહત્વનું છે કે નવા આર્થિક વર્ષમાં સોનાએ છેલ્લા 6 મહિનાની અંદર બે વાર નવી નવી રેકોર્ડ સપાટીને સ્પર્શીને તેની નવી રેકોર્ડ મત 61,552 રુપિયાના સ્તરે (Gold record price) બનાવી છે.

MCX પર જુઓ આજના ભાવ

MCX પરસોના અને ચાંદીના ભાવ ફરીથી વધ્યા છે. સોનાનો ભાવ 125 રૂપિયા વધ્યો છે. ડિસેમ્બર વાયદાનો ભાવ 60910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યો છે. એ જ રીતે ચાંદીનો ભાવ પણ લગભગ 600 રૂપિયા મજબૂત થઈને 71885 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે.

સોનાના ભાવ કેવી રીતે નક્કી થાય છે

સોનાના ભાવ ઘણું ઘરું બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. સોનાની માંગણી વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડનો સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે જો ઈન્ટરનેશનલ ઈકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે.

મિસ્ડ કોલથી પણ જાણો સોના ચાંદીના ભાવ

ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.