સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 | ફોર્મ ,માહિતી, ડોક્યુમેંટ્સ,સંપર્ક કચેરી અને સહાય સંપૂર્ણ માહિતી

કેન્દ્ર સરકારની Sukanya Samruddhi Yojana ઉચ્ચ શિક્ષણ અને 10 વર્ષથી ઓછી વયની પુત્રીના લગ્ન માટે બચત કરવા માટે સારી રોકાણ યોજના છે. આ મહાન રોકાણ વિકલ્પમાં નાણાંનું રોકાણ તમને આવકવેરા બચાવવામાં પણ મદદ કરે છે. જેઓ શેરબજારના જોખમોથી દૂર રહેવા માંગે છે અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં ઘટી રહેલા વ્યાજ દરથી પરેશાન છે, સુકન્યા સમૃદ્ધિ યોજના તેમના માટે એક મહાન પગલું સાબિત થઈ શકે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 | સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી | સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર | સુકન્યા સમૃદ્ધિ યોજના ની માહિતી | સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 | સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 ફોર્મ ડાઉનલોડ | સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 : સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 | સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી | સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર | સુકન્યા સમૃદ્ધિ યોજના ની માહિતી | સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 | સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 ફોર્મ ડાઉનલોડ | Sukanya Samriddhi Yojana 2023.

સુકન્યા સમૃદ્ધિ યોજના 2023

યોજનાનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના 2023
લભાર્થીઓ ૦ થી ૧૦ વર્ષની બાળકીઓ
ઉદેશ્ય બળકીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે
કોણ અરજી કરી શકે છે? તમામ ભારતીય અરજદારો અરજી કરી શકે છે.
એપ્લિકેશન મોડ ઑફલાઇન વાયા પોસ્ટ ઑફિસની મુલાકાત.
સુકન્યા સમૃદ્ધિ યોજના 2023

સુકન્યા સમૃદ્ધિ યોજના ગુજરાત માહિતી

Sukanya Samruddhi Yojana (SSY) દીકરીઓ માટે કેન્દ્ર સરકારની નાની બચત યોજના છે, જે બેટી બચાવો-બેટી પઢાવો યોજના હેઠળ શરૂ કરવામાં આવી છે. નાની બચત યોજનામાં શ્રેષ્ઠ વ્યાજ દર યોજના છે.
હાલમાં, SSY માં 7.6%ના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું હતું, જે આવકવેરા મુક્તિ સાથે છે. અગાઉ, તેને 9.2 ટકા સુધીનું કરમુક્ત વ્યાજ પણ મળ્યું છે. સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું, જે ખૂબ ઓછી રકમથી ખોલી શકાય છે, તે પરિવારોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યું છે જે નાની બચત દ્વારા બાળકના લગ્ન અથવા ઉચ્ચ શિક્ષણ માટે નાણાં જમા કરવા માગે છે. સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ પ્લાનર દિપાલી સેને જણાવ્યું હતું કે, “સુકન્યા સમૃદ્ધિ યોજના તે લોકો માટે ખૂબ જ સારી યોજના છે જેમની આવક ઓછી છે અને જેઓ શેરબજારમાં નાણાં રોકવામાં માનતા નથી. નિશ્ચિત આવક સાથે મૂડીની સુરક્ષા આ યોજનાની વિશેષતા છે.

કોને કોને મળશે સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ

પરિવારમાં દીકરીના જન્મનાં પહેલાં દસ વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ તેમનું ખાતું ખોલાવવું અનિવાર્ય છે. ખાતાધારક ભારતીય નાગરિક હોવા જોઈએ અને ખાતું માત્ર દીકરીના નામે જ ખોલાવી શકાય છે.
સિંગલ પૅરન્ટ અથવા કાયદેસરનાં માતા-પિતા દીકરીનાં નામે બે ખાતાં ખોલાવી શકે છે. અપવાદરૂપ કિસ્સામાં જ કેટલીક છૂટ આપવામાં આવે છે. આ યોજના માટે 250 રૂપિયા જમા કરાવીને ખાતું ખોલાવી શકાય છે. એ પછી પ્રત્યેક વર્ષે તેમાં દોઢ લાખ રૂપિયા સુધી જમા કરાવી શકાય છે.
ખાતું ખોલાવ્યા પછીનાં 15 વર્ષ સુધી ક્યારેય ચૂક્યા વિના ખાતામાં પૈસા જમા કરાવતા રહેવું જરૂરી છે. એકાઉન્ટ ખોલ્યાનાં 21 વર્ષ પછી યોજનાની મુદ્દત પૂર્ણ થશે ત્યારે ખાતેદારને જમા થયેલાં નાણાં તમામ લાભ સાથે મળશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના લાભ મેળવવા માટે યોગ્યતા

  • ભારતમાં રહેતી કોઈપણ દીકરી તેની ઉંમર 10 વર્ષ કરતા ઓછી છે તે સુકન્યા સમૃદ્ધિ યોજના નો લાભ લઇ શકે છે
  • એક કન્યા એક જ ખાતું ખોલાવી શકાય છે એક પરિવારમાં વધુમાં વધુ બે ખાતા ખોલાવી શકાય છે
  • અપવાદરૂપે જો જોડિયા બાળકોમાં બંને બાળકી હોય તો આવા અપવાદમાં તમે બંને નું ખાતું ખોલાવી શકો છો
  • પોસ્ટ ઓફિસ અથવા વિકૃત બેંકોની શાખાઓમાં ખાતુ ખોલાવી શકાય છે ખાતુ ખોલાવવાની ઓછામાં ઓછી 250 રૂપિયા થી ખાતું ખોલાવી શકાય છે
  • માતા પિતા બંનેમાંથી કોઈ પણ એક ખાતું ખોલાવી શકે છે જો માતા-પિતા હયાત ના હોય તો કાનૂની વાલી પણ ખાતું ખોલાવી શકે છે
  • 10 વર્ષની વય થયા પછી દીકરી જાતે જ ખાતુ ચલાવી શકે છે
  • સુકન્યા સમૃદ્ધિ યોજના નું બેન્ક એકાઉન્ટ ટ્રાન્સફર એક જગ્યાએથી બીજી જગ્યાએ કરાવી શકો છો

સુકન્યા સમૃદ્ધિ યોજના નું બેંકમાં ખાતું ખોલાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • બાળકી નું જન્મ પ્રમાણપત્ર
  • માતા-પિતા વાલીનો સરનામાનો પુરાવો
  • માતા પિતા વાલીનું ઓળખનો પુરાવો
  • બાળક અને માતા પિતા વાલીના ત્રણ ફોટા
  • પાનકાર્ડ અને માતા-પિતા વાલીની આધાર કાર્ડ ની ઝેરોક્ષ

સુકન્યા સમૃદ્ધિ યોજના ફાયદા

  • આ યોજનામાં કરાતું રોકાણ આવકવેરા ધારાની કલમ ક્રમાંક 80-સી હેઠળ કરમુક્તિને પાત્ર છે.
  • ગરીબ પરિવારો ઉપરાંત, નીચલા મધ્યમવર્ગના, મધ્યમવર્ગના અને અન્ય સામાજિકવર્ગના પરિવારોને ફાયદો થશે. આ લાંબા ગાળાની યોજના છે. આ યોજનામાં ચક્રવૃદ્ધિ ધોરણે વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે. તેને લીધે મૅચ્યૉરિટી વખતે મળતાં નાણાંમાં પણ વધારો થાય છે.
  • આ ખાતામાં જમા કરાવવામાં આવેલાં નાણાં છોકરી લગ્ન માટે કાયદેસરની વયની થઈ જાય પછી ખર્ચી શકાય છે.
  • દીકરી 21 વર્ષની થાય ત્યાં સુધી ખાતામાંની ડિપૉઝિટ પર વ્યાજ જમા થતું રહે છે. એ ઉપરાંત આ ખાતામાં તમે મહિનામાં કે વર્ષ દરમિયાન ઇચ્છો તેટલી વખત નાણાં જમા કરાવી શકો છો.
  • દીકરી 21 વર્ષની થઈ જાય પછી પણ આ ખાતામાંથી નાણાં ઉપાડવામાં ન આવે તો પણ જમા થયેલા નાણાં પર નિયોજિત દરે વ્યાજ મળતું રહે છે.
  • છોકરીનાં માતા-પિતા કે વાલી બીજાં ગામ-શહેરમાં સ્થળાંતર કરે તો સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું નજીકની પોસ્ટ ઑફિસ કે બૅન્કમાં ટ્રાન્સફર કરાવી શકાય છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના ઉપયોગી લિંક

સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મઅહીં ક્લિક કરો
સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ પોસ્ટ ઓફિસઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો