Sarasvati Sadhana Cycle Yojana 2024 : સરસ્વતી સાધના યોજના 2024 યોજનાનો લાભ,મર્યાદા,અરજી પ્રક્રિયા સંપૂર્ણ માહિતી

રાજ્યમાં જુદા-જુદા વર્ગોને લાભ આપવા માટે સરકારશ્રી દ્વારા જુદા-જુદા વિભાગ બનાવવામાં આવેલ છે. સરકાર દ્વારા ખેડૂતોને લાભ આપવા માટે આઈ-ખેડૂત પોર્ટલ બનાવેલ છે.સરસ્વતી સાધના સાયકલ યોજના 2024 ધોરણ-૮ માં ભણતી વિદ્યાર્થીનીને સરસ્વતી સાધના સાયકલ યોજના હેઠળ સાયકલ સહાય આપવામાં આવશે મિત્રો આપણે આજે આર્ટીકલમાં સરસ્વતી સાધના સાયકલ યોજના 2024 વિશે તમામ માહિતી મેળવીશું. તમને કોઈ પણ ફોર્મ ને લગતી સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના પોસ્ટ વાંચવા વિનંતી.

સરસ્વતી સાધના સાયકલ યોજના 2024

યોજનાનું નામ સરસ્વતી સાધના સાયકલ યોજના 2024
મળવાપાત્ર લાભ મફત સાયકલ વિતરણ કરવામાં આવશે.
મુખ્ય ઉદ્દેશ્ય અનુસૂચિત જાતિ કેટેગરીની અને ધોરણ- 9 માં અભ્યાસ કરતી છોકરીને પ્રોત્સાહન અને સરકાર
લાભાર્થીઓ 14 થી 18 વર્ષની વય જૂથની છોકરીઓ
સત્તાવાર વેબ https://sje.gujarat.gov.in/schemes
સરસ્વતી સાધના સાયકલ યોજના 2024

સરસ્વતી સાધના યોજના 2024 । સાયકલ સહાય યોજના 2024

આ યોજનામાં અનુ.જાતિના બી.પી.એલ. કુટુંબની ધો-૮ ની કન્યાઓને કે જેના ગામમાં હાઇસ્કુલની સગવડ ન હોય તેને અભ્યાસ માટે પોતાના ગામથી બીજા ગામ અપડાઉન કરવા સાયકલ સહાય માટે રૂ.૧૫૦૦/- ની રોકડ સહાય આપવાની યોજના અમલમાં છે.

સરસ્વતી સાધના યોજનાનો યોગ્યતા

  • અનુસૂચિતજાતિ ની કન્યા હોવી જોઈએ.
  • આ સરસ્વતી સાધના યોજનાનો લાભ ગુજરાત રાજ્યની તે છોકરીઓને આપવામાં આવશે જેઓ હાલમાં 9મા ધોરણમાં અભ્યાસ કરે છે.
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતી કન્યાના માતાપિતાની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી વધુ હોવી જોઈએ નહીં.
  • શહેરી વિસ્તારમાં રહેતી કન્યાના માતાપિતાની વાર્ષિક આવક રૂપિયા 1,50,000 થી વધુ હોવી જોઈએ નહીં.
  • અનુસૂચિત જાતિની ધો.૯ માં અભ્યાસ કરતી કન્યાઓને કન્યા કેળવણી ને ઉતેજન આપવાના હેતુથી કન્યાઓ ને અંતરની મર્યાદા વગર શાળાએ આવ-જા કરતી કન્યા ને સાયકલ સહાય આપવામાં આવે છે.

સરસ્વતી સાધના યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • વિદ્યાર્થીની નું આધાર કાર્ડ
  • વિદ્યાર્થીનીનો જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • પાસપોર્ટ સાઈઝ નો ફોટો
  • શાળાનું બોનોફાઇડ સર્ટિફિકેટ

સાયકલ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ

  • સરસ્વતી સાધના યોજના માટે મળવાપાત્ર લાભ નીચે મુજબ છે.
  • આ યોજનામાં ધોરણ 9 માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાઓને સાયકલ આપવામાં આવે છે.
  • આ સાઈકલ એકદમ વિનામૂલ્યે એટલે કે મફત આપવામાં આવે છે.

સરસ્વતી સાધના યોજના માટે અરજી કેવી રીતે કરવી

  • સરસ્વતી સાધના યોજના નુ ફોર્મ શાળા દ્વારા ભરવાનું હોય છે.
  • આ યોજના નું ઓનલાઈન ફોર્મ શાળા થકી ભરી શકાશે.
  • શાળા દ્વારા “Digital Gujarat Portal” મારફતે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • ત્યાર પછી નિયામક કચેરી દ્વારા અરજી મંજુર થાય છે.
  • આ યોજનામાં વિદ્યાર્થિનીઓ એ કંઈ જ પ્રોસેસ કરવાની હોતી નથી.
  • બધી પ્રોસેસ શાળા દ્વારા કરવાની હોય છે.

સાયકલ સહાય અગત્યની લિંક

સરસ્વતી સાધના સાયકલ યોજનાઅહી ક્લિક કરો
Home Pageઅહી ક્લિક કરો