Namo Shri Yojana Gujarat 2024 । નમો શ્રી યોજના,સગર્ભા સ્ત્રીઓ ને મળશે 12,000 ની સહાય

ગુજરાતના મુખ્યમંત્રીએ 02 ફેબ્રુઆરી 2024ના રોજ Namo Shri Yojana Gujarat 2024 ની જાહેરાત કરી હતી. અને વર્ષ 2024-25 માટે રૂ. 750 કરોડનું બજેટ પસાર કર્યું હતું. આ યોજના હેઠળ, ગર્ભવતી મહિલાઓને બાળકના પોષણ માટે આર્થિક સહાય મળશે. અગાઉના આર્ટીકલમાં આપણે PM Svanidhi Yojana, આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું, PM Janman Yojana 2024 ની વિગતવાર માહિતી મેળવી. આજના આ આર્ટીકલમાં આપણે જાકઈ ણીશું કે Namo Shri Yojana Gujarat 2024 હેઠળ કેટલી સહાય મળે છે? અરજી રીતે કરવી? કયા-કયા ડોકયુમેંટ જોઈશે તેની વિગતવાર માહિતી મેળવીશું.અરજદારો તેના સત્તાવાર પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે જે ટૂંક સમયમાં સક્રિય થઈ જશે.

Namo Shri Yojana Highlight

આર્ટિકલનું નામ Namo Shri Yojana Gujarat 2024
ઘોષણા કરવામાં આવી નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા
રાજ્ય ગુજરાત
વિભાગ આરોગ્ય વિભાગ
સત્તાવાર વેબસાઇટ https://gujaratindia.gov.in/
Namo Shri Yojana Gujarat 2024

નમો શ્રી યોજનાનો હેતુ

એક અંદાજ મુજબ ગુજરાતમાં દર વર્ષે આશરે 12 લાખ નવજાત બાળકો નો જન્મ થાય છે. જેમાંથી ઘણા બાળકો ને પોષણ ન મળવાના કારણે તેમનું મૃત્યુ થઈ જતું હોય છે. એટલા માટે ગુજરાત સરકાર તરફથી નમોશ્રી યોજના શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ નવજાત બાળકો તેમજ સગર્ભા બહેનોને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવાનો છે. જેથી કરીને ગર્ભવતી બહેનો તેમજ માતાઓને પોષણયુક્ત આહાર સહેલાઈથી મળી શકે.

નમો શ્રી યોજનાન પાત્રતા અને શરતો

  • આ યોજનાનો લાભ ગર્ભવતી બહેનો તેમજ ધાત્રી માતાઓને મળવાપાત્ર થશે.
  • લાભાર્થી મહિલા ગુજરાત રાજ્યની વતની હોવી જોઈએ.
  • અરજદાર મહિલા એસસી, એસટી, NFSA, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની લાભાર્થી હોવી જોઈએ.

ગુજરાત નમો શ્રી યોજનાના લાભો

  • ગુજરાત સરકાર દ્વારા નમો નામ પરથી બજેટની ઘોષણા કરતી વખતે ત્રણ યોજનાઓ ની શરૂઆત કરેલી છે જેમાંથી એક છે નમો શ્રી સ્કીમ.
  • આ યોજના અંતર્ગત ગર્ભવતી બહેનો તેમજ માતાઓને આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવશે.
  • આ આર્થિક સહાયતા ગુજરાત સરકાર તરફથી પ્રતિ લાભાર્થી 12000 રૂપિયાની આપવામાં આવશે.‌
  • જે રીતે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત ગર્ભવતી બહેનો તેમજ માતાઓને બે હપ્તામાં 5000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે તે જ રીતે અલગ અલગ હપ્તા અંતર્ગત Namo Shri Yojana ના માધ્યમથી ગુજરાત સરકાર દ્વારા પણ આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.
  • આ યોજનાના કારણે નવજાત શિશુઓના મૃત્યુદરમાં ઘટાડો જોવા મળશે.
  • તેની સાથે સાથે ગર્ભવતી બહેનોની ડીલેવરી સમયે થતા મૃત્યુદરમાં પણ ચોક્કસપણે ઘટાડો જોવા મળશે.
  • આ યોજનાના કારણે ગર્ભવતી બહેનો તેમજ નવજાત શિશુનું સ્વાસ્થ્ય વધુ સુરક્ષિત થશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ

  • અરજદારનું આધારકાર્ડ
  • જાતિનું પ્રમાણપત્ર
  • સગર્ભા હોવા માટેનું પ્રુફ (Hospital Documents)
  • માતાઓ માટે નવજાત શિશુનું જન્મ પ્રમાણપત્ર
  • અરજદાર નો મોબાઇલ નંબર
  • અરજદાર નો ફોટો
  • અરજદારની બેંક ખાતાની ડિટેલ્સ

નમો શ્રી યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા

  • સૌ પ્રથમ નમો શ્રી યોજનાની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો. જે અહીં ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.
  • હવે હોમ પેજ પરથી Namo Shri Scheme ની નવીનતમ અપડેટ જુઓ.
  • ત્યારબાદ Apply online option પર ક્લિક કરો.
  • હવે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે. જેમાં તમે તમારી વિગતો દાખલ કરશો.
  • આપેલ ફોર્મેટમાં દસ્તાવેજોને યોગ્ય રીતે અપલોડ કરો.
  • પછી વિગતો ચકાસો.
  • છેલ્લે, સબમિટ બટન પર ક્લિક કરો.
  • તમારું Namo Shri Lakshmi Yojana Gujarat 2024 એપ્લિકેશન ફોર્મ સફળતાપૂર્વક નોંધાયેલ છે.
  • એપ્લિકેશન ફોર્મ સાચવો અને વધુ સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો

હેલ્પલાઈન નંબર

અત્યારે અમે તમને મહિલા અને બાળ વિકાસ વિભાગ ની વેબસાઈટ પર આપવામાં આવેલા ટોલ ફ્રી નંબરની માહિતી નીચે આપી રહ્યા છીએ તેના પર કોલ કરીને તમે યોજના વિશે વધુ જાણકારી મેળવી શકો છો.

Helpline Number:- 079-232-57942