નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના । Namo Saraswati Vigyan Sadhana Yojana, વિદ્યાર્થીઓને મળશે 25 હજાર રૂપિયા

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના । Namo Saraswati Vigyan Sadhana Yojana: આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. જેથી વિદ્યાર્થિઓ વધુ પ્રમાણમાં વિજ્ઞાન સાથે જોડાયેલા રહે, તે હેતુ માટે સરકાર દ્વારા “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” બહાર પાડવામાં આવેલ છે. આ યોજનામાં ક્યા લાભ મળવાપાત્ર છે, કોણ લાભ લઇ શકે છે, કેવી રીતે અરજી કરવી, તે આપણે નીચે પ્રમાણે જાણીશું.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના 2024

યોજનાનું નામ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના
યોજનાનો હેતુ વિજ્ઞાનપ્રવાહમાં ભણતા વિદ્યાર્થિઓને સહાય આપવામાં આવશે.
પાત્રતા લાભાર્થીએ ધોરણ-10 માં 50% કે તેથી વધુ ગુણ મેળવવાનાં રહેશે.
કુલ સહાય25,000
ઓફિશિયલ વેબસાઈટ https://gujaratindia.gov.in/state-profile/govt-department.htm
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના

નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજનાનો મુખ્ય હેતુ

આ યોજનાનો મુખ્ય હેતુ વધુમાં વધુ વિદ્યાર્થિઓને અભ્યાસમાં વિજ્ઞાનપ્રવાહ પસંદ કરે અને તેમાં આગળ વધે એ છે. “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” નાં હેતુ મુજબ વિદ્યાર્થિઓને વિજ્ઞાનમાં રસ ધરાવે. આથી આ યોજનામાં વિધાર્થીઓને લાભ આપવામાં આવે છે.આ યોજનાથી ધો. 9 થી 12 માં કન્યાઓ વધુ સંખ્યામાં પ્રવેશ મેળવશે જ્યારે આ સાથે જ ધોરણ 10માં 50 ટકાથી વધુ ગુણ મેળવી 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનારી છાત્રાઓને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ 25000ની સહાય અપાશે.

નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024 ની પાત્રતા

  • “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” માં લાભ લેવા માટે લાભાર્થીએ સૌ પ્રથમ ધોરણ-10 માં 50% કે તેથી વધુ ગુણ મેળવવાનાં રહેશે.
  • ત્યારબાદ લાભાર્થીઓએ ધોરણ-11 અને ધોરણ-12 માં વિજ્ઞાનપ્રવાહ પસંદ કરવાનું રહેશે.
  • લાભાર્થીનાં કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઇએ.
  • આ પ્રમાણેની પાત્રતા ધરાવતાં તમામ વિદ્યાર્થિઓને આ યોજનાનો લાભ લઇ શકે છે.

નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના મળવાપાત્ર સહાય

નમો સરસ્વતી વિદ્યા અને સાધના યોજના અંગે કહ્યું કે, રાજ્યના દીકરા દીકરીઓ વિજ્ઞાન પ્રવાહમાં ભણવા માટે પ્રોત્સાહિત થાય સાયન્સ સ્ટ્રીમમાં આગળ વધે તેવો હેતુ આ યોજના શરૂ કરવા પાછળ છે. આ યોજનામાં ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સમાં ૧૦ મહિના સુધી માસિક રૂપીયા ૧૦૦૦ પ્રતિ વર્ષ, એમ કુલ રૂપીયા ૨૦ હજાર મળશે, બાકીના રૂપીયા પાંચ હજાર ધોરણ ૧૨ સાયન્સની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે. ધોરણ ૯, ૧૦માં અને સાયન્સ, કોમર્સ, આર્ટ્સના ધો. ૧૧, ૧૨માં અભ્યાસ કરતી દિકરીઓને ‘નમો લક્ષ્મી યોજના’નો લાભ મળશે. તેમજ ધો. ૧૨,૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ મળશે. ધોરણ ૧૧-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી દીકરીઓને નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના આ યોજનાનો લાભ મળશે.

નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજનામાં અરજી કેવી રીતે કરવી ?

  • આ યોજના માટેની પ્રક્રિયા શાળાના નિયામકો દ્વારા કરવાની રહેશે.
  • આ યોજના માટે શાળામાં એક “નમો સરસ્વતી” નામનું Portal બનાવવામાં આવશે.
  • લાભાર્થીને મળતી સહાયની રકમ વિધાર્થીનાં વાલીનાં બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
  • ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થિઓની નોંધણીની તપાસ કરવામાં આવશે. ત્યારબાદ, યોગ્યતા ધરાવતા વિધાર્થિઓનિ યાદી “નમો સરસ્વતી” Portal પર અપલોડ કરી દેવામાં આવશે.
  • લાભાર્થીની નિયમિત હાજરીની જવાબદારી જે તે શાળાની રહેશે.
  • જેની તપાસ શાળાને જણાવ્યા વગર કરવામાં આવશે. જેમાં લાભાર્થીની હાજરી 80% નહિં થાય, તેની સહાય બંધ કરી દેવામાં આવશે.
  • રિપીટર વિદ્યાર્થિઓને આ સહાયનો લાભ અભ્યાસ ચાલુ હોય ત્યાં સુધી જ રહેશે.
  • જો વિધાર્થી બીજી કોઇ સ્કોલરશિપનો લાભ મેળવતો હોય, તેને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

ઉપયોગી લીંક

સતાવાર સાઈટ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો