Smartphone Sahay Yojana 2024 :ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024 ની શરૂઆત,ફોર્મ,ઓનલાઈન અરજી

Mobile Sahay Yojana Gujarat 2024 | મોબાઈલ સહાય યોજના ગુજરાત, ઓનલાઈન અરજી, પાત્રતા, લાભાર્થીઓ, લાભો, સુવિધાઓ, દસ્તાવેજો, સત્તાવાર વેબસાઈટ, હેલ્પલાઈન નંબર (Khedut Mobile Sahay Yojana Gujarat 2024 @ikhedut ,Smartphone Sahay Yojana Gujarat, Benefit, Online Apply, Registration, Eligibility, Beneficiary, Documents, Official Website, Helpline Number, Last date) ખેડૂત સહાય યોજના 2024 । ખેતીવાડી સહાય યોજના ।ખેડૂત સહાય યોજના 4000। ખેડૂત સહાય યોજના 6000 । નવી યોજનાઓ । આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 25 । Khedut mobile sahay yojana 2024 । ખેડૂત સહાય યોજના 2000

Smartphone Sahay Yojana 2024

ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના સરકાર દ્વારા આઇ ખેડુત ગુજરાત ઉપર ઘણી બધી યોજનાઓ અત્યારે હાલમાં ચાલુ છે જેના ફોર્મ ઓનલાઈન ભરાવાના ચાલુ છે . એવી જ યોજના વિશે આજે આપણે વાત કરવાના છીએ સ્માર્ટફોન સહાય યોજના ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે ખેડૂતને રૂપિયા 6,000 ની સહાય સ્માર્ટફોન માટેની મળે છે.

ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024 હાઈલાઈટ્સ

યોજનાનું નામ ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024
યોજનાનો હેતુ ખેડુતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય આપવી
લાભ કોને મળશે ગુજરાત રાજ્યના તમામ ખેડુતો
અરજી કરવાની શરુઆતતા 09/01/2024
અરજી કરવાની છેલ્લી તારીખ08/02/2024 સુધી
ઓફિસિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/
કેટલી સહાય મળવાપાત્ર છે ? 15,000/- સુધીના મોબાઈલની ખરીદી પર 40% અથવા 6000/- જે બન્ને માંથી જે ઓછું હોય તે
ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024

ખેડૂત મોબાઈલ સહાય યોજના નો હેતુ

આજના સમયમાં મોટેભાગે લોકોની પાસે સ્માર્ટફોન છે. પરંતુ જે લોક ગામમાં વસે છે અને તેમની આવક ઓછી છે, તેમની પાસે સ્માર્ટફોન ખરીદી શકતા નથી. આમ જે ગામમાં રહેતા ખેડૂતોને રાજ્ય સરકાર સ્માર્ટફોન ખરીદી પર સહાય કરે છે. આ સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ખેડૂતો ઓનલાઇન દવા અને અન્ય માહિતી મેળવી શકે છે. પાકના ઉત્પાદન પછી પાકના બજારની માહિતી પણ સ્માર્ટફોન દ્વારા ઓનલાઇન મેળવી શકાય છે. આ રીતે, વિવિધ કારણો માટે સ્માર્ટફોનની ખરીદી પર ખેડૂતોને સહાય આપવામાં આવી છે.

ખેડૂત મોબાઈલ સહાય યોજના નો હેતુ લાભાર્થીની પાત્રતા

  • જે ગુજરાતનો ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના 2023 નો લાભ લેવા માંગતા હોય તો તેમને નીચે આપેલી બધી જ પાત્રતા ધરાવતા હોવા જોઈએ તો જ ત્યાં યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે.
  • ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાતમાં રહેતો હોવો જોઈએ.
  • ગુજરાત રાજ્યનો ખેડૂત ગુજરાતમાં જમીન ધરાવતો હોવો જોઈએ.
  • જો ખેડૂત ખાતેદારે કરતા પણ વધારે ખાતા ધરાવતા હશે તો સહાય તમને એક વાર મળવા પાત્ર છે.
  • જો સંયુક્ત ખાતા ધરાવતા હોય તો તેમાંથી ikhedut 8-A ખેડૂતોને તેમાં દર્શાવેલ મુજબ ખાતેદાર પેકેજ સંયુક્ત પૈકી એક જ ને લાભ મળવાપાત્ર છે.
  • મોબાઈલ યોજના ફક્ત અને ફક્ત મોબાઈલ ની જ ખરીદી પર ઉપલબ્ધ છે મોબાઇલ ની Accessories જેવી કે ઈયર-ફોન, ચાર્જર, ઈયર-બર્ડ્સ જેવી સાધનો પર સમાવેશ થતો નથી.

ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના મળવાપાત્ર લાભ

  • રાજ્યના ખેડૂતો મોબાઇલ ખરીદેલ છે, તો તેમને મોબાઇલની કિંમતમાં 40% સહાય મળે છે.
  • સરકાર દ્વારા મોબાઇલની ખરીદી કિંમત સુધી 15,000 / – સુધીની સહાય મળી શકે છે.
  • મોબાઇલની ખરીદીની કિંમત 40% સુધીની સહાય અથવા રૂપિયા 6,000 / – માંથી જે ઓછું હોય તે સહાય મળશે.
  • ઉદાહરણ તરીકે, જો કોઈ ખેડૂત 10,000 રૂપિયાનો મોબાઇલ ખરીદે છે, તો તેને 40% અથવા 4,000 રૂપિયાની સહાય મળશે. અથવા કોઈ ખેડૂત 17,000 રૂપિયાનો મોબાઇલ ખરીદે છે, તો 40% લેખે 6,800 રૂપિયા થાય પરંતુ સબસીડી વધુમાં વધુ 6,000 રૂપિયા જ મળશે.

મોબાઈલ સહાય યોજના 2024 માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • જે ખાતેદાર ખેડૂત હોય તેની આધાર કાર્ડની નકલ
  • સ્માર્ટફોનની નો જીએસટી નંબર ધરાવતું અસલી bill
  • જે સ્માર્ટફોન ખરીદવાનો હોય તેની આઇએમઇઆઇ નંબર
  • ખેડૂત ના જમીન ના ડોક્યુમેન્ટ ની નકલ
  • 8-અ ની નકલ
  • ખેડૂતોનો રદ થયેલો ચેક ની નકલ
  • બેંક ખાતાના પાસબુકની નકલ

આ યોજનામાં સ્માર્ટફોન ખરીદતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો

  • આ યોજનાનો લાભ લેવા માટે ikhedut પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ઓનલાઇન અરજી કર્યા બાદ તાલુકા અમલીકરણ અધિકારી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
  • મંજૂર થયેલ અરજીઓને SMS/ઈ-મેલ અથવા અન્ય માધ્યમો દ્વારા સૂચિત કરવામાં આવશે.
  • આ યોજના માટે પસંદ કરાયેલા લાભાર્થીઓએ પૂર્વ મંજૂરી ઓર્ડર સાથે 15 દિવસની અંદર મોબાઈલ ખરીદવાનો રહેશે.
  • નિયત સમયમાં મોબાઈલ ખરીદ્યા પછી, લાભાર્થી ખેડૂતે અરજી ફોર્મ પર સહી કરવાની રહેશે.
  • અન્ય તમામ દસ્તાવેજો સાથે સહી કરેલ પ્રિન્ટ આઉટ ગ્રામ સેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારીને સબમિટ કરવાની રહેશે.
  • આ યોજના લાગુ થયા બાદ મોબાઈલની ખરીદી માટેનું બિલ નિયત સમય મર્યાદામાં જમા કરાવવાનું રહેશે

મોબાઈલ સહાય યોજના 2024 માટે કેવી રીતે અરજી કરવી ?

  • સૌ પ્રથમ તમારે Ikhedut પોર્ટલ @ ikhedut.gujarat.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.
  • તમને વેબસાઇટના હોમપેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે. હોમપેજ પર, તમારે “ખેડૂતો માટે ગુજરાત મોબાઈલ યોજના” વિકલ્પ પર ક્લિક કરવાની જરૂર છે
  • તે પછી, તમારી સ્ક્રીન પર નોંધણી ફોર્મ ખુલશે. અરજી ફોર્મ પરની તમામ વિગતો યોગ્ય રીતે દાખલ કરો.
  • હવે તમારે અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
  • છેલ્લે, સબમિટ વિકલ્પ પર ક્લિક કરો અને ખેડૂતો માટેની ગુજરાત મોબાઈલ યોજના માટે તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ જશે.
  • ખેડુતમિત્રએ ઓનલાઈન અરજી કર્યા પછી અરજીની પ્રિન્ટ આઉટ મેળવી લેવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી સહી કર્યા પછી તમારા વિસ્તારના તાલુકા વિસ્તરણ અધિકારી ખેતી તથા ગ્રામસેવકને તમામ ડોક્યુમેન્ટ સાથે જમા કરાવવાની રહેશે.

મોબાઈલ સહાય યોજના ગુજરાત ઉપયોગી લિંક

અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર પરિપત્રઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

વર્ષ 2024 માં ખેડૂત મોબાઈલ સહાય યોજના હેઠળ કેટલા ટકા સુધી લાભ મળે?

નવા સુધારા મુજબ ખેડૂતોને મોબાઈલ ખરીદી પર 40℅ સુધી સહાય આપવામાં આવશે. અથવા રૂપિયા 6000 સુધી સહાય મળશે. આ બે પૈકી જે ઓછું હશે તે લાભ મળશે

ખેડૂત મોબાઈલ સહાય યોજનાની ઓનલાઈન અરજી કઈ તારીખ સુધી કરી શકાશે?

આ યોજના હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ પર તા-09/01/2024 થી તા-08/02/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.