જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરતી 2022: ભારત સરકારની બાળ સુરક્ષા યોજના (મિશન વાત્સલ્ય) હેઠળ કાર્યરત બાળ સુરક્ષા એકમ, વડોદરા ખાતે વિવિધ જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ તમામ પ્રમાણપત્રો સાથે ઇન્ટરવ્યૂ માટે તારીખ 07/10/2022 ના રોજ રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે. જિલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરા ભરતી 2022 ની તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને પસંદગી પક્રિયાની માહિતી માટે આ પોસ્ટ છેલ્લે સુધી વાંચો.
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ભારત સરકારની બાળ સુરક્ષા યોજના હેઠળ કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ, વડોદરા તથા સરકારી સંસ્થા ઓબ્ઝર્વેશન હોમ ફોર ગર્લ્સ (ઝોનલ) વડોદરા અને બિન સરકારી સંસ્થાઓ જિલ્લા બાળ સંરક્ષણ મંડળ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બેઇઝ, બાળ ગોકુલમ વડોદરા તથા જાગૃતિ સમાજ સેવા મંડળ ટ્રસ્ટ સંચાલિત ડોન બોસ્કો સ્નેહાલય ઓપન સેલ્ટર હોમ વડોદરામાં મંજુર થયેલ નીચે મુજબની જગ્યાઓ 11 માસના હંગામી ધોરણે ભરવા માટે તા.07/10/2022 ના રોજ ઉમેદવારોની પસંદગી કરવા માટે વોકઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે.
જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરતી – હાઈલાઈટ્સ
યોજનાનું નામ
બાળ સુરક્ષા યોજના
પોસ્ટનું નામ
વિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ
05
પસંદગી પક્રિયા
ઇન્ટરવ્યૂ
ઇન્ટરવ્યૂ તારીખ
07/10/2022
નોકરીનું સ્થળ
વડોદરા
પોસ્ટ
પોસ્ટનું નામ
કુલ જગ્યાઓ
એકાઉન્ટન્ટ
01
ગૃહ માતા
01
ગૃહ પિતા
01
આઉટ રીચ વર્કર
02
શૈક્ષણિક લાયકાત
એકાઉન્ટન્ટ : B.com અથવા M. com અથવા CA લઘુતમ 50% સાથે ઉત્તીર્ણ
આઉટ રીચ વર્કર : BRS અથવા BSW અથવા BA વીથ સમાજશાસ્ત્ર વિષય સાથે પાસ કરેલ હોવું જોઈએ
ઉમર મર્યાદા
પોસ્ટનું નામ
ઉંમર મર્યાદા
એકાઉન્ટન્ટ
21 થી 40 વર્ષ
ગૃહ માતા
21 થી 40 વર્ષ
ગૃહ પિતા
21 થી 40 વર્ષ
આઉટ રીચ વર્કર
40 વર્ષથી વધુ નહીં
પગાર ધોરણ
પોસ્ટનું નામ
પગાર
એકાઉન્ટન્ટ
રૂ.14000/-
ગૃહ માતા
રૂ.13000/-
ગૃહ પિતા
રૂ.13000/-
આઉટ રીચ વર્કર
રૂ.11000/-
પસંદગી પ્રક્રિયા
ઉમેદવાર ની પસંદગી ફક્ત વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.
અરજી કઈ રીતે કરવી?
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર, જન્મનો પુરાવો અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે તારીખ 07/10/2022 ના રોજ નીચે આપેલ એડ્રેસ પર ઉપસ્થિત થવાનું રહેશે.
નોંધ:- સવારે 09:00 થી 11:00 કલાક વચ્ચે રજિસ્ટ્રેશન કરાવનાર ઉમેદવારનું જ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.