Tar Fencing Yojana 2024 | ખેડૂતો માટે તાર ફેન્સીંગ યોજના,અરજી પ્રક્રિયા,ફોર્મ ,જરૂરી દસ્તાવેજ જુઓ તમામ માહિતી

તાર ફેન્સિંગ યોજના : ભારત કૃષિપ્રધાન દેશ છે. જો દેશનો ઉદ્ધાર કરવો હશો તો ખેડૂતોનો સૌથી પહેલાં ઉદ્ધાર કરવો જ પડશે. જેને ધ્યાનમાં રાખીને માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીજી ખેડૂતો માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડેલી છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખૂબ જ પ્રચલિત યોજના છે. એજ પ્રમાણે વર્તમાન માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ પણ ખેડૂતો કલ્યાણ માટે અવિરત પણે કામ કરી રહી છે. જેમાં ikhedut Portal પર અઢળક યોજના બહાર પાડેલ છે. જેમાં તાર ફેન્‍સીંગ સહાય યોજના, તાડપત્રી યોજના વગેરે નામના મેળવેલ છે.

જો તમને તાર ફેન્સીંગ સ્કીમ 2024 શું છે તેમાં રસ હોય? જો તમે આ વિશે જાણતા નથી, તો આજે આ પોસ્ટ દ્વારા અમે આ યોજના સાથે સંબંધિત સંપૂર્ણ માહિતી શેર કરી છે, તેથી સમુદાય ફેન્સીંગ યોજના 2023 સંબંધિત તમામ માહિતી મેળવવા માટે, આ પોસ્ટમાં રહો ત્યાં સુધી છેલ્લું. રહો.

Gujarat Tar Fencing Yojana 2024

યોજનાનું નામ તાર ફેન્સીંગ યોજના 2024
યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને સબસીડી દ્વારા જમીનના ફરતે પાક રક્ષણ હેતુ ફેન્‍સીંગ તાર સહાય
લાભાર્થીની પાત્રતા ગુજરાતના તમામ ખેડૂત
વર્ષ 2024
ઓફિસિયલ વેબસાઈટ www.ikhedut.gujarat.gov.in
તાર ફેન્સીંગ યોજના 2024

તાર ફેન્સીંગ યોજના 2024 નો મુખ્ય હેતું

પાકને રોઝ, ભૂંડ તથા જંગલી પ્રાણીઓથી બચાવવા માટે ખેતરને ફરતે લોખંડની કાંટાવાળી વાડ કરવી જરૂરી હોય છે. સરકાર દ્વારા ખેડૂતને કાંટાવાળી વાડ બનાવવા માટે 2 હેક્ટર જમીન હોય તેવા ખેડૂતને પણ ખેતર ફરતે રનિંગ મીટર દીઠ ₹ 200 અથવા કુલ ખર્ચના 50% બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવે છે. જેથી ખેડૂત પોતાના ખેતર ફરતે કાંટાવાળી વાડ બનાવી પોતાના મહામુલા પાકનું રક્ષણ કરી શકે છે.

નોંધઃ- પહેલા 5 હેક્ટર જમીન હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર થતી હતી, પણ હવે જે ખેડૂતને 2 હેક્ટર જેટલી જમીન હશે તો પણ Tar Fencing Yojana Gujarat 2024 હેઠળ સહાય મળવાપાત્ર થશે.

  • ખેડૂતોના પાકને જંગલી પ્રાણીઓથી બચાવવા.
  • પશુઓને ખેતરોમાં પ્રવેશતા અટકાવવા.
  • ખેતરોમાં સિંચાઈના પાણીનો યોગ્ય ઉપયોગ થાય તેની ખાતરી કરવી.
  • ખેતરોની સુરક્ષા વધારવી અને ચોરીની ઘટનાઓ ઘટાડવી.

Tar Fencing Yojana Gujarat 2024 હેઠળ કેટલી સહાય મળશે

તાર ફેન્સિંગ માટે ખેડૂતને પોતાના ખેતર ફરતે કાંટાળી વાડ બનાવવા માટે રનિંગ મીટર ₹ 200 અથવા કુલ ખર્ચના 50% બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવે છે. એટલે કે જો ખેતરને ફરતો વિસ્તાર 1,000 મીટર થતો હશે તો ખેડૂતને 200*1000= 2,00,000 જેટલી સહાય અથવા જે ખર્ચ થાય તેના 50% આ બંનેમાંથી જે ઓછું હોય તો સહાય મળવાપાત્ર થશે.

તાર ફેન્સીંગ યોજના 2024 માટે જરૂરી પાત્રતા માપદંડ

  • તાર ફેન્સીંગ યોજનાના લાભો મેળવવા માટે, અરજદાર ખેડૂતે ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો ફરજિયાત છે.
  • લાભો મેળવવા માટે, અરજદાર ખેડૂતની ઉંમર 18 વર્ષથી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • તાર ફેન્સીંગ યોજના હેઠળ ગુજરાત રાજ્યના નાના અને સીમાંત ખેડૂતોને લાભ મળવા પાત્ર ગણવામાં આવશે.
  • આ યોજના હેઠળ લાભ મેળવવા માટે, ખેડૂત પાસે ફેન્સીંગમાં થયેલા ખર્ચની સંપૂર્ણ વિગતો હોવી જોઈએ.
  • આ ઉપરાંત અરજી કરનાર ખેડૂત પાસે ખેતીની જમીનને લગતા મહત્વના દસ્તાવેજો હોવા પણ જરૂરી છે.
  • ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને આ યોજના માટે પાત્ર બનાવવામાં આવ્યા છે.
  • આ લાભ એવા ખેડૂતોને જ આપવામાં આવશે જેમની પાસે ઓછામાં ઓછી 0.5 હેક્ટર અને વધુમાં વધુ 2.0 હેક્ટર જમીન છે અને તે પાત્ર ખેડૂતોના નામમાં ચક સ્ટેટસનો સમાવેશ થાય છે.

તાર ફેન્સિંગ યોજના 2024 માટે બનાવેલ નિયમો

  • થાંભલા ઉભા કરવા માટે 40 મીટર પહોળાઈ × 0.60 મીટર ઊંડાઈ × 0.40 મીટર લંબાઈના ખાડા બનાવાવના રહેશે.
  • સિમેન્ટ કોંક્રટના અથવા પ્રિકાસ્ટના ઓછામાં ઓછા 4 તાર વાળા થાંભલાની સાઈઝ 50 મીટર ઊંચાઈ × 0.10 મીટર જાડાઈ × 0.10 મીટર પહોળાઈ અથવા
  • અથવા લોખંડ/ગલ્વેનાઈઝના થાંભલાની સાઈઝ 50 મીટર ઊંચાઈ × 0.04 મીટર જાડાઈ × 0.04 મીટર પહોળાઈ, એક થાંભલાનું વજન ઓછામાં ઓછુ 8 કિ.ગ્રા.
  • જે તારથી ફેન્સિંગ કરવાનું છે તે તારનો ડાયામીટર ઓછામાં ઓછો 50 mm હોવો જોઈએ.
  • બે થાંભલા વચ્ચે ઓછામાં ઓછું 00 મીટર અંતર રાખવાનું રહેશે.
  • દર 00 મીટરે ટેકા માટે થાંભલા બંને બાજુ ગોઠવવાના રહેશે.
  • સિમેન્ટ ક્રોંક્રીટથી થાંભલાના પાયામાં પુરાણ કરાવવાનું રહેશે.

તાર ફેન્‍સીંગ યોજના અરજી સાથે રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

  • અરજી સાથે ખેડ્રત/ખેડૂતોના જુથની વિગતો
  • બેંક ખાતાની વિગતો
  • ૭/૧૨, ૮અ તેમજ આઘારકાર્ડની નકલ
  • જુથ લીડરને પેમેન્ટ કરવાનુ એફીડેવીટ
  • ખેડૂતો કામગીરી સામૂહિક રીતે કરવા સંમત છે તેવુ સંમતિ૫ત્ર
  • જુથના ખેડૂતોએ તાર ફેન્સીંગ યોજનાનો લાભ આગાઉ લીઘેલ નથી તે અંગેનુ બાંહેઘરી૫ત્રક

તાર ફેન્સીંગ યોજના 2024 અગત્યની લિંક

અરજી કરવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો