Gujarat NMMS Scholarship 2024 | NMMS પરીક્ષા જાહેરનામું 2024,ઓનલાઈન ફોર્મ sebexam.org વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

Gujarat NMMS Scholarship 2024 : રાજ્ય પરીક્ષા બોર્ડ,,ગાંધીનગર દ્વારા રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S) નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મુકવામાં આવેલ છે. રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S) નામની યોજના MHRD, NEW DILHI તરફથી અમલમાં મુકવામાં આવેલ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે.

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ | NMMS Exam Gujarat 2024

યોજનાનું નામ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના NMMS 2024
સંસ્થાનું નામ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર
કોને લાભ મળશે હાલ ધોરણ-8 માં ભણતા વિદ્યાર્થીને
અરજી ક્યાં કરવી? www.sebexam.org વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે
અરજી કરવાનો સમયગાળો તા.20/02/2024 થી તા. 28/02/2024 સુધી
સત્તાવાર વેબસાઇટ https://www.sebexam.org/

NMMS સ્કોલરશીપ 2024 માટેની પાત્રતા

  • વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવા જોઈએ.
  • જે વિદ્યાર્થી સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓ, જિલ્લા પંચાયતની શાળાઓ, નગરપાલિકાની શાળાઓ, મહાનગરપાલિકાની શાળાઓ અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ધોરણ-8 માં અભ્યાસ કરતા હોય, તેવા વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળવાપાત્ર રહેશે.
  • જનરલ કેટેગરી તથા ઓ.બી.સી કેટેગરીના વિદ્યાર્થીએ ધોરણ-7 માં ઓછામાં ઓછા 55% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ.
  • એસ.સી અને એસ.ટી કેટેગરીના વિદ્યાર્થીએ ધોરણ-7 માં ઓછામાં ઓછા 50% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવા જોઈએ.
  • ખાનગી શાળાઓ, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય શાળા તથા જે શાળામાં રહેવા, જમવા અને અભ્યાસની સેવા પુરી પાડવામાં આવતી હોય તેવી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ માટે ફોર્મ ભરી શકશે નહી.

N.M.M.S સ્કોલરશીપ યોજના હેઠળ રકમ

  • ધોરણ 9 અને 10 મા વાર્ષિક રૂ. 22000 સ્કોલરશીપ મળશે.
  • ધોરણ 11 અને 12 મા વાર્ષિક રૂ. 25000 સ્કોલરશીપ મળશે.
  • જો વિદ્યાર્થી ધોરણ 9 માં કોઇ સરકારી કે ગ્રાન્ટેડ શાળામા પ્રવેશ મેળવે તો નીચે મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર છે.
  • ધોરણ 9 અને 10 માં વાર્ષિક રૂ. 6000 સ્કોલરશીપ મળશે.
  • ધોરણ 11 અને 12 માં વાર્ષિક રૂ. 7000 સ્કોલરશીપ મળશે.
  • ધોરણ 9 થી 12 ના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી કોઇ પણ ધોરણમા ના પાસ થાય અથવા શાળા છોડી જાય તો વિદ્યાર્થીને મળતી સ્કોલરશીપ બંધ થશે.

NMMS સ્કોલરશીપ અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • ઓનલાઈન ભરેલ આવેદન પત્ર સાથે આધાર પુરાવા જોડવાના રહેશે.
  • ફી ભર્યાનું ચલણ (માત્ર SEB માટે)
  • લાભાર્થી વિદ્યાર્થીનાં કુટુંબની વાર્ષિક આવકનાં દાખલાની પ્રમાણિત નકલ.
  • વિધાર્થીની ધોરણ-7 ની માર્કશીટ અથવા તેને સમકક્ષ આધાર.
  • વિદ્યાર્થીનાં જાતિ અંગેનાં પ્રમાણપત્રની નકલ ( લાગુ પડે તેના માટે)
  • વિદ્યાર્થી જો વિકલાંગ હોઈ તો વિકલાંગતાનું પ્રમાણપત્ર ( લાગુ પડે તેના માટે)

Gujarat NMMS 2024 પરીક્ષા માળખું

પ્રશ્ન પત્ર કુલ 120 ગુણનુ હશે તથા સમય 150 મિનિટ હશે.
કસોટી નુ પ્રશ્ન પેપર ગુજરાતી/અંગ્રેજી ભાષામા હશે
વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી માધ્યમ મા આ પરીક્ષા આપી શકે છે.

કસોટીનો પ્રકાર પ્રશ્નો ગુણ
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી 40 40
SAT બૌધ્ધિક યોગ્યતા કસોટી 80 80

ગુજરાત NMMS 2024 અગત્યની તારીખ

NMMS જાહેરાત તારીખ 14-02-2024
પરીક્ષા માટે અરજી ફોર્મ ઓનલાઈન સબમિશન 20-02-2024 થી 28-02-2024 સુધી
પરીક્ષા માટેની ફીની તારીખ 20-02-2024 થી 29-02-2024 સુધી
NMMS પરીક્ષાની તારીખ 07-04/2024

NMMS Scholarship 2024 Apply Online | ઓનલાઈન અરજી પ્રક્રિયા

  • વિદ્યાર્થીએ ઓફિસિલય વેબસાઇટ sebexam.org જવાનું રહેશે.
  • જેથી નીચે દર્શાવ્યા ઈમેજ મુજબની ઓફિલિયલ વેબસાઈટ ઓપન થશે. જેમાંથી હોમપેજ પર આવેલ ‘‘Apply Online’’ મેનું ટીક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ ‘‘National Means Cum Merit Scholarship Scheme’’ (STD-8) પર સામે આવેલ ‘‘Apply Now’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે આગળ નવા પેજમાં NMMS 2024 Application Form ખુલશે. જેમાં દર્શાવેલ તમામ વિગતો અંગ્રેજીમાં ભરવાની રહેશે.
  • વિદ્યાર્થીની વિગતો U-Dise Number પરથી ભરવાની રહેશે.
  • વિદ્યાર્થીનું નામ આધારકાર્ડ મુજબ જ લખવાનું રહેશે. અને આધારકાર્ડની નકલ અપલોડ કરવાની રહેશે.
  • વિદ્યાર્થીએ જાતિ પ્રમાણપત્રની નકલ, આવકનો દાખલો, વગેરે માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • માંગ્યા મુજબની બધી વિગતો ભરાઈ ગયા બાદ છેલ્લે Submit પર ક્લિક કરવાનું રહેશે. જેથી Application Number Generate થશે. જે આગળની પ્રોસેસ માટે સાચવીને રાખવાનો રહેશે.
  • ત્યાર બાદ આગળના Upload Photograph સ્ટેપમાં વિદ્યાર્થીની સહી અને ફોટો jpg format માં અપલોડ કરવાના રહેશે.
  • હવે આગળ ‘‘Conform Application’’ માં અરજી નંબર અને જન્મ તારીખ નાંખીને અરજી કંન્ફર્મ કરવાની રહેશે.
  • જેથી Confirmation Number આપવામાં આવશે. ત્યાંથી અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક

સ્કોલરશીપ પોર્ટલ http://sebexam.org/
સત્તાવાર સૂચના અહીં ક્લિક કરો
અરજી કરવા અહીં ક્લિક કરો