ગુજરાત ના અનેક ભાગોમાં ભારે વરસાદ ની આગાહી,જુઓ ક્યાં વિસ્તારમાં પડશે વરસાદ

ગુજરાતમાં ધોધમાર વરસાદ ની આગાહી, Surat ma varsad ni agahi અહીં તમને અમે ઓનલાઇન કોઈ પણ રાજ્ય માં કેટલો વરસાદ પડશે તેની માહિતી આપીશુ. તેમજ આજે ગુજરાત ના કોઈ પણ રાજ્ય માં કેટલો વરસાદ પડશે તેની પણ માહિતી આપીશુ. સાથે કઈ દિશા માં પવન ફુંકાશે, કેટલી ઝડપ રહેશે પવનની અને આજની આબોહવા ની તમામ માહિતી મળશે

હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજય અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામા આવી છે. તારીખ 27-06-2022થી 01-07-2022 પાંચ દિવસ સુધી અતિ ભારે વરસાદ પવન સાથે પડી શકે છે જેના કારણે સમુદ્રમાં ડિપ્રેસનના કારણે પવનની ગતિ વધી શકે છે. ત્યારે અમરેલી જીલ્લાના દરિયા કાંઠે તંત્ર સતર્ક થયું છે.જાફરાબાદ લાઈટ હાઉસ વિસ્તારમાં 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને દરિયાઈ બેલ્ટ વિસ્તારમાં માછીમારોને માછીમારી ન કરવા સૂચના આપી છે. જ્યારે હાલ દરિયામાં નોર્મલ કરંટ જોવા મળી રહ્યો છે. જોકે 3 નંબર નું સિગ્નલ લગાવી સમગ્ર દરિયા કાંઠે ચેતવણી આપી દીધી છે. વરસાદ અને પવનની ગતિ ભારે વધી શકે છે સમગ્ર વિસ્તારના લોકો બિનજરૂરી દરિયા કાંઠે ન જવા માટેની પણ અપીલ કરવામા આવી છે.

સુરતમાં વરસાદ ની આગાહી

સુરત શહેર અને જિલ્લા પર મેઘરાજાની કૃપા યથાવત છે. આજે શહેરના વરાછા, સરથાણા અને યોગીચોક વિસ્તારમાં વરસાદ વરસ્યો. બીજી તરફ બારડોલીના કામરેજ, કડોદરા અને પલસાણામાં પણ વરસાદ પડ્યો. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હhttps://latestyojana.in/તા.

સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અહીં વરસાદી માહોલ જામ્યો છે. જેને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. જોકે ભારે વરસાદને પગલે બારડોલીથી બાબેન જતા સુગર રેલ્વે અંડરપાસમાં પાણી ભરાયું હતુ. અંડરપાસમાં ભરાયેલા પાણી વચ્ચેથી એક જીપ ચાલકે વાહન પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

સુરતના ઓલપાડમાં ભારે વરસાદને પગલે દુકાનોમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે વેપારીઓમાં દોડાદોડી થઇ ગઇ હતી. ગાર્મેન્ટની દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓ પોતાનો કાપડનો માલ બચાવવા મથામણ કરી રહ્યા હતા.

સુરત શહેરમાં સીઝનનો પહેલો વરસાદ વરસ્યો છે. સામાન્ય રીતે મુંબઈમાં વરસાદ પડે તેના 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસું પહોંચતું હોય છે. જેના ભાગરૂપે રાજ્યમાં એક છેડાનું ચોમાસું ગુજરાતભરમાં પહોંચી ગયું છે. ગઈકાલે રાત્રે (રવિવારે) વીજળીના કડાકા ભડકા સાથે શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

અમદાવાદ જિલ્લા માટે વરસાદ ની આગાહી

અમદાવાદના ગોતા, સોલા, જગતપુર, એસજી હાઈવે, નારણપુરા, ઘાટલોડિયા, નવા વાડજ, અખબાર નગર સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. સીઝનનો પહેલો વરસાદ વરસતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. અમદાવાદમાં રથયાત્રા પહેલા વરસાદ થતાં શહેરીજનોમાં ખુશી જોવા મળી છે. રવિવારે રાજ્યના 28 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.’અમદાવાદના એસજી હાઇવે પર આવેલા થલતેજ અંડર પાસ, ઝાયડસ બ્રિજ પાસેના રોડ પર હજુ પણ પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાણી ભરાવાને કારણે રોડ પર કાદવ કિચડમાંથી પસાર થવા રાહદારીઓ મજબૂર બન્યા છે. અમદાવાદમાં વરસાદ પડીને બંધ થયાને 9 કલાક સમય વીતવા છતાં કેટલાક માર્ગો પરથી હજુ પાણી ઓસર્યા નથી. રોડ પર રીપેરીંગ કામ, સમારકામ ચાલતું હોય એવા માર્ગોની હાલત ખરાબ થઈ છે

માછીમારો ને અપાઈ સૂચના

હાલ ચોમાસાની ઋતુ ચાલુ હોવાને કારણે તેમની સિઝન હાલ ન હોવાને કારણે તમામ બોટો મધ દરિયામાંથી પરત જાફરાબાદ બંદર પર આવી ચૂકી છે. માછીમારો વતન ઘરે હોવાને કારણે ચિંતા નથી પરંતુ તેમ છતાં તંત્ર સૂચના આપી રહ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સતત અપીલ કરાય છે.જાફરાબાદ બંદર,ધારાબંદર,પીપાવાવ પોર્ટ,શિયાળ બેટ વિસ્તારમાં દરિયામાં કરંટ વધી રહ્યો છે.જેના કારણે વરસાદ પણ આવી શકે છે. હાલ રાજુલા જાફરાબાદ પીપાવાવ પોર્ટ દરિયાઈ કોસ્ટલ વિસ્તારમાં મેઘરાજાની કાગડોળે રાહ જોય રહ્યા છે. વરસાદ નહિ હોવાને કારણે ધરતી પુત્રો સતત ચિંતિત જોવા મળી રહ્યા છે. સમગ્ર વિસ્તારના લોકો અને ખેડૂતોને 24 કલાકમાં વરસાદ આવી શકે છે તેવી ફરી અપેક્ષા બંધાય છે.

હવામાન વિભાગ દ્વારા અપાતા વિવિધ સિગ્નલની માહિતી

1-નંબર સિગ્નલ વાવાઝોડાની ચેતવણી આપે છે

2-નંબરનું સિગ્નલ વાવાઝોડું સક્રિય થયું છે આ નંબરનું સિગ્નલ બતાવે છે કે બંદર છોડ્યા પછી દરિયામાં જતા જહાજોને સમુદ્રી બળનો સામનો કરવો પડશે.

3-નંબરનું સિગ્નલ સપાટીવાળી હવાથી બંદર ભયમાં હોવાનું જણાવે છે

4-નંબરનું સિગ્નલ વાવાઝોડાથી બંદર ભયમાં હોય પરંતુ અત્યાર સુધી કોઈ સાવચેતીના પગલા લેવા પડે એવો ભય બિલકુલ જણાતો નથી.

5-નંબરનું સિગ્નલ બંદરમાં ભારે હવા ફૂંકાઇ તેવી શકયતા છે.

9-નંબરનું સિગ્નલ (મહાભય) ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી ઉતર તરફ કિનારો ઓળંગે તેવી શકયતા જેથી બંદરને ભારે તોફાની હવાનો અનુભવ થવાની શક્યતા છે.

10-નંબરનું સિગ્નલ (મહાભય) ભારે જોરવાળું વાવાઝોડું બંદરની ઉપર થઈને પસાર થવાની શક્યતા છે. આથી બંદરને ભારે તોફાની હવાનો અનુભવ થવાની શક્યતા છે

11-નંબરનું સિગ્નલ (મહાભય) ખુબ ખરાબ હવામાનનો અનુભવ, અત્યંત ભયજનક ગણાય.

ગુજરાતમાં આજથી 5 દિવસ અનેક ભાગોમાં વરસાદ ની આગાહી

નોંધનીય છે કે, ગુજરાતમાં આજથી 5 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, દીવ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. કચ્છમાં પણ વરસાદ પડવાની આગાહી છે.