ગુજરાતના આ વિસ્તારોમાં હજી પડશે ભારે થી અતિભારે વરસાદ: હવામાન વિભાગ ની આગાહી..

હવામાન વિભાગના મતે વલસાડ, નવસારી, સુરત, દમણમાં વરસાદ પડી શકે છે. આગામી 2 દિવસ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ લાવશે. એટલું જ નહીં, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ ની આગાહી

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 જુલાઈ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદ પડશે અને 1 જુલાઈ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. 30 જૂનથી 3 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંત ઉત્તર ગુજરાતના લોકો માટે એક ખુશખબર મળી રહ્યા છે. હવામાન વિભાગે 1 જુલાઈ બાદ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે.હવામાન વિભાગના મતે વલસાડ, નવસારી, સુરત, દમણમાં વરસાદ પડી શકે છે. આગામી 2 દિવસ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ લાવશે. એટલું જ નહીં, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં પ્રતિ કલાક 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. કચ્છ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસશે મૂશળધાર વરસાદ તો દક્ષિણ ગુજરાતના સુરત,વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદની આગાહી છે.

મધ્ય ગુજરાતમાં આગાહી

વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં આગામી 48 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ પડશે. તો સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. વરસાદની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ થયું છે. નોંધનિય છે કે રાજ્ય પડેલા ભારે વરસાદના કારણે અનેક લોકોને જીવ ગુમાવવવાનો વારો આવ્યો હતો અને અનેક મિલ્કતોને પણ નુકશાન થયું હતું

દક્ષિણ ગુજરાત આગાહી 

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે અમુક વિસ્તારોમાં નદી-નાળાઓમાં પૂર પણ આવ્યા હતા. મેઘાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારો લીધા બાદ હવે આવતીકાલે એટલે કે રવિવારે પણ રાજ્યમાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ ત્રાટકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં અમદાવાદ, સુરત,  ખેડા, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી સહિતના પંથકમાં વરસાદ પડી શકે છે. આવતીકાલે રવિવારે પણ રાજ્યમાં વરસાદી મહોલ રહેવાની શક્યતા છે. રવિવાર, સોમવાર સહિત આગામી પાંચ દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આજે શનિવારે વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, તાપી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ચોમાસુ સામાન્ય રહે તેવી સંભાવના

આ વખતે ગુજરાતમાં સામાન્ય ચોમાસું રહે એમ મનાઇ રહ્યું છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટ પ્રમાણે, ગુજરાતમાં હજુ મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમીનું પ્રમાણ યથાવત્ રહેશે, પરંતુ એમાં સાધારણ વધારો-ઘટાડો નોંધાતો જોવા મળશે. કેરળમાં 26 મેથી ચોમાસાનું આગમન થઇ શકે છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં 10થી 15 જૂન વચ્ચે અને 15થી 20 જૂન વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઇ શકે છે.