ગુજરાત ચૂંટણી 2022 : 182 સીટ નું ફાઇનલ રિજલ્ટ અને ઉમેદવારોનું લિસ્ટ

ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપની સ્પષ્ટ બહુમતની સરકાર બની રહી છે. અમદાવાદની ઘાટલોડિયા સીટ પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જીતી ગયા છે. આ સિવાય રાજકોટ પશ્ચિમની બેઠક, જે સીટ પરથી નરેન્દ્ર મોદી જીતીને મુખ્યમંત્રી બન્યા હતા, વિજય રૂપાણી પણ એ જ સીટ પરથી મુખ્યમંત્રી બન્યા હતા એ સીટનાં ઉમેદવાર ડૉ. દર્શિતા શાહ જીતી ગયાં છે. દર્શિતા શાહે વિજય રૂપાણીનો રેકોર્ડ તોડીને 54,000 માર્જિન સાથે જીત મેળવી લીધી છે, જ્યારે ભૂપેન્દ્ર પટેલે 1 લા 92 હજાર મતના માર્જિનથી જીત મેળવી છે. જીતની ઉજવણી ગાંધીનગર કમલમમાં શરૂ થઈ ગઈ છે. જ્યારે આજે સાંજે મોદી પણ દિલ્હી કાર્યાલયમાં આ જીત વધાવવા માટે આવશે અને કાર્યકરોને સંબોધન કરવાના છે. કમલમમાં ઉજવણી દરમિયાન સી.આર. પાટીલે જણાવ્યું છે કે, 12 ડિસેમ્બરે ગાંધીનગર વિધાનસભાની પાછળ હેલિપેડ, ગ્રાઉન્ડ ખાતે બપોરે 2 વાગે શપથવિધિ યોજવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી પદના શપથ લેશે.

આ નેતાઓના કાયમી દબદબો

  • માંજલપુર વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય અને વર્તમાન વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર યોગેશ પટેલ 1990માં આવેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ રાવપુરા બેઠક પરથી પ્રથમ ચૂંટણી લડ્યા હતા અને જીતી આવ્યા હતા. ત્યારથી આજ સુધી 8 વાર ચૂંટણી લડ્યા છે અને જીત્યા પણ છે. વિધાનસભા ચૂંટણી 2022માં પણ ભાજપ દ્વારા તેમને ટિકિટ આપવામાં આવી છે.
  • પબુભા માણેક 1990થી સતત દ્વારકામાંથી જીતી રહ્યા છે. તેઓ અપક્ષ તરીકે પ્રથમ ત્રણ ચૂંટણી જીત્યા હતા તો ત્યાર બાદ 2002માં પંજાના નિશાન પર ચૂંટણી જીત્યા હતા તેમજ ત્યાર બાદ પબુભા માણેક પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા અને જેઓ વર્ષ 2007, 2012, 2017 અને 2022ની ચૂંટણીમાં વિજયી થયા છે.
  • ભાજપ માટે નડીયાદ વિધાનસભા બેઠકના મહારથી ઉમેદવાર પંકજ દેસાઈનો જન્મ 19મી જુલાઈ 1961ના રોજ આણંદ જિલ્લાના ભાદરણ ગામમાં થયો હતો. તેમણે બીએસસી (કેમિસ્ટ્રી)નો અભ્યાસ કર્યો છે અને તેઓ ખેતી તેમજ વેપાર કરે છે. તેમના પરિવારમાં તેમનાં પત્ની મારુલબેન તથા એક પુત્ર અને એક પુત્રી છે. 1985માં તેઓ રાજકારણમાં જોડાયા હતા. નગરપાલિકાના સભ્ય બન્યા હતા. એ બાદ 1995માં નડિયાદ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. પ્રથમ વખત 1998માં નડિયાદ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય બન્યા બાદ પછીની સતત પાંચ ટર્મથી તેઓ ભાજપના અજેય ધારાસભ્ય રહ્યા છે.

બેઠક પ્રમાણે જીતેલ ઉમેદવાર

કુલ બેઠક ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ
182156170504
બેઠક પ્રમાણે જીતેલ ઉમેદવાર

બનાસકાંઠા માં કોંગ્રેસ ને મહદઅંશે સફળતા

વાવમાં ગેનીબેન ઠાકોરની ભાજપના સ્વરુપજી ઠાકોર સામે જીત થઇ છે. તો વડગામમાં જીગ્નેશ મેવાણીએ મેદાન માર્યું છે.કાંકરેજમાં અમરતજી ઠાકોર નો વિજય થયો છે એમ કુલ 4 બેઠકો આ જીલ્લામાં કોંગ્રેસ ને થોડા ઘણી સફળતા મળી છે.

સૌથી વધુ મતદાન થયેલ બેઠક પર નું પરિણામ

વધુ મતદાન વળી બેઠક

સૌથી ઓછા થયેલ મતદાનની બેઠક નું રિજલ્ટ

2017માં ભાજપને 99, કોંગ્રેસને 77, NCP-1, BTP-2 અને 3 સીટ અપક્ષને મળી હતી. આ ત્રણ અપક્ષમાં જીજ્ઞેશ મેવાણી(હાલ કોંગ્રેસમાં), રતનસિંહ રાઠોડ(ભાજપના સાંસદ) અને ભૂપેન્દ્ર ખાંટ(નિધન થઈ ગયું)નો સમાવેશ થાય છે.

સૌથી ઓછા મતદાનવાળી બેઠક

અગત્યની લીંક

તમામ બેઠકો નું રિજલ્ટ જોવા માટે અહી ક્લિક કરો
જીતેલ ઉમેદવારો નું લીસ્ટ જોવા માટે અહી ક્લિક કરો