ક્રુડના ભાવમાં કડાકો : જાણો આજના પેટ્રોલ ડીજલના ભાવ

ગુજરાતમાં ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે.

જાણો આજના પેટ્રોલ ડીજલના ભાવ

ક્રૂડ ઓઈલ ફરી એકવાર મોંઘુ થવા લાગ્યું છે. પ્રતિ બેરલ 100 ડોલરની નીચે સરકી ગયેલા ક્રૂડ ઓઇલના ભાવ ફરી 100 ડોલરની ઉપર પહોંચી ગયા છે. ક્રૂડ સસ્તું થવાને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની અટકળો લગાવવામાં આવી રહી હતી. ચીન અને ભારત જેવી મોટી અર્થવ્યવસ્થાઓમાં ઈંધણનો વપરાશ વધવાના સંકેતોને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. જોકે સરકારી તેલ કંપનીઓએ આજે ગુરુવાર માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા જેમાં કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. દેશના ચાર મહાનગરોમાં 6 એપ્રિલથી તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી. આ અગાઉ કેન્દ્ર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ મે મહિનામાં પેટ્રોલ 9 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા સસ્તું થયું હતું.

આ પણ વાંચો : દુકાન સહાય યોજના 2022

25-08-2022 ના પેટ્રોલ ડીજલના ભાવ

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.35 અને ડીઝલ રૂ. 94.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો આવતા સામાન્ય પ્રજાને રાહત મળી રહી છે. મંગળવારના રોજ સતત 13મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. મંગળવારના રોજ પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 20 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 7 પૈસાનો ઘટાડો નોંધાયો છે. ત્યારે આવો અમે આપને જણાવીએ ગુજરાત સહિત દેશના મુખ્ય શહેરોના ભાવ અંગે..

પેટ્રોલ ડીજલના ભાવ ઘરે બેઠા કઈ રીતે જાણવા

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો વધારો કરવામાં આવે છે. અને ત્યાર બાદ નવા ભાવ સવારે 6 વાગ્યે પ્રકાશિત કરવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આજના સોના ચાંદીના ભાવ જાણવા અહી ક્લિક કરો

Leave a Comment