તમારા ગ્રામ પંચાયત માટે આવેલી ગ્રાન્ટ ની માહિતી મેળવો ઘરે બેઠા

Gram Panchayat Work Report Online: હવે તમે ઘરે બેઠા તમારી ગ્રામ પંચાયત માટે ફાળવેલ ગ્રાન્ટની માહિતી અને થયેલા કામની વિગત તમારા મોબાઈલથી ઓનલાઈન જોઈ શકો છો. ભારત સરકાર દ્વારા ગ્રામ પંચાયતમાં થયેલી કામગીરની વિગતો, બાકી કામો, વર્ષિક ફાળવેલ ગ્રાન્ટ વગેરેની વિગત દર્શાવતુ પોર્ટલ શરુ કરવામાં આવેલ છે.

મિત્રો, હવે તમે તમારા ગામમાં થયેલ વિકાસના કામો અંગેની માહિતી ઓનલાઈન જોઈ શકશો.અહીં અમે સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ એક પોર્ટલની સંપુર્ણ વિગત તમારી સાથે સેર કરીશું. જેમાં તમે તમારી ગ્રામ પંચાયત માટે બજેટ 2024 માટે કેટલી ગ્રાંટ મળેલ છે અને છેલ્લા વર્ષોમાં કેટલી ગ્રાન્ટ પાસ થઈ અને તે કઈ કઈ જગ્યાએ વાપરવામાં આવી તેની માહિતી જોઈ શકાશે.

ગ્રામ પંચાયત માટે કેટલી ગ્રાન્ટ આવી માહિતી

પોસ્ટનું નામ ગ્રામ પંચાયતમાં કેટલી ગ્રાન્ટ આવી કેવી રીતે જોવું?
કોના દ્વારા શરૂ કરી પંચાયતી રાજ મંત્રાલય
લાભાર્થીઓ ભારતીય નાગરિક
મોડ ઓનલાઇન
વર્ષ 2024
સત્તાવાર વેબસાઇટ https://egramswaraj.gov.in
પંચાયતી રાજ મંત્રાલય

ગ્રામ પંચાયત કાર્ય અહેવાલ ઓનલાઈન (ગ્રામ પંચાયત ગ્રાન્ટ 2024)

સરકાર દ્વારા શરૂ કરાયેલ ઓનલાઈન પોર્ટલ ગ્રામ પંચાયતને મળેલી અનુદાન અને તે અનુદાનનો ઉપયોગ કરીને કરવામાં આવતી કામગીરી વિશે સંપૂર્ણ માહિતી પ્રદાન કરે છે. નાગરિકો સરકારી વેબસાઈટ પર જઈને આ માહિતી મેળવી શકે છે. ગ્રામ પંચાયત કાર્ય અહેવાલને ઑનલાઇન કેવી રીતે તપાસવો તે અહીં છે:

આ રીતે ચેક કરો તમારા ગામમાં કેટલી ગ્રાન્ટ આવી

  • સૌપ્રથમ તમારે આ ઓફિશિયલ વેબસાઈટ https://egramswaraj.gov.in/ પર જઈ માહિતી ભરવાની રહેશે.
  • મિત્રો અહીં આપની આ યોજના વર્ષ અને આપણા રાજ્યનું નામ પસંદ કરી તમારે ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે મિત્રો આ યોજનામાં એક એકમ વિશે પૂછવામાં આવશે દાખલા તરીકે આ વર્ષે સરકારમાંથી જાણવું હોય કે વર્ષે આપણા ગામ માટે સરકારમાંથી કેટલા રૂપિયા આવ્યા.
  • મિત્રો પછી એક તમને ગ્રામ પંચાયત અંગ્રેજીમાં લખેલ દેખાશે ત્યાં તમારે ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે પછી મિત્રો તમે કયા જિલ્લામાં રહો છો અથવા તમારા જિલ્લાની કઈ પંચાયત લાગે છે તે જિલ્લાની નામ પસંદ કરો.
  • મિત્રો તમે જો જિલ્લો પસંદ કર્યા પછી જિલ્લા પંચાયત અથવા ગ્રામ પંચાયત બ્લોકનું નામ પસંદ કરો.
  • હવે પછી તમને ગ્રામ પંચાયતનું નામ દાખલ કરવામાં આવશે તે તમારે ગ્રામ પંચાયત નું નામ આપવાનું રહેશે હવે તમે તમારા ગામનું ત્યાં તમને એક ગેટ Report નું ઓપ્શન જોવા મળશે એના પર ક્લિક કરો.
  • આ વેબસાઈટથી આપનું (Gram Panchayat Report) ગામ/મહોલ્લો/વોર્ડમાં અત્યાર સુધી કેટલા પૈસા આવ્યાં છે. તેમજ સરપંચ, બોર્ડ મેમ્બરોએ કેટલું કામ કર્યું. સરકાર પાસેથી કેટલા રૂપિયા લીધા છે તેની પૂરી જાણકારી લઈ શકો છો. જો આપને એવો કોઈ ડેટા મળે જે આપને સાચો નથી લાગતો તો એની ફરિયાદ આપ જનસુવિધા કેન્દ્ર પર કરી શકો છો. આ ફરિયાદ પર મુખ્યમંત્રીની સીધી નજર રહેશે.

હવે નાગરીકોએ જાગૃત થવાની જરૂર છે.સરકારે ઓનલાઇન વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવી છે. ગામના ફક્ત 2-3 યુવાનો આ માહિતી તેમના ગામના લોકોને જણાવશે તો 50 % ઓછો થઈ જશે.

Gram Panchayat Work Report Online – ગ્રામ પંચાયત રિપોર્ટ

  • દરેક ગામમાં થતા વિકાસલક્ષી કામો તે ગામની ગ્રામ પંચાયત ને લાગુ પડે છે અને તે વિકાસના કામો પુરા કરવાની જવાબદારી પણ ગ્રામ પંચાયતની રહે છે.
  • ગામમાં પાણીનો પુરવઠો પુરો પાડવાની જવાબદારી ગ્રામ પંચાયતની રહે છે.
  • એવી જ રીતે ગામની સ્કુલો, રોડો અને ગટરનું કામ કાજ ગ્રામ પંચાયત ના હસ્તક હોય છે.
  • ગામના વેરો ઉઘરાવવાની અને જમા કરવાની જવાબદારી પણ ગામ પંચાયત ની રહે છે.
  • સરકારની નવી યોજનાઓની જાણકારી લોકો સુધી પહોચતી કરી તેમને યોજનાનો મહત્તમ લાભ મળે તેવા પ્રયાસો કરવાની જવાબદારી રહે છે.
  • ભારત સરકાર દ્વારા ઈ-ગ્રામ સ્વારાજ પોર્ટલ ની શરુઆત કરવામાં આવી છે, જેમાં ગામનો કોઇપણ વ્યક્તિ ગ્રામ પંચાયતના કાર્યનો રિપોર્ટ મેળવી શકે છે.

ઈ ગ્રામ સ્વરાજ એપના લાભો

  • આ એપની મદદથી પંચાયતમાં ચાલતું કોઇપણ કામની માહિતી ગામનો દરેક વ્યક્તિ સરળતાથી મેળવી શકે છે.
  • આ એપ્લીકેશન તમામ એન્ડ્રોઈડ યુઝર ડાઉનલોડ કરી શકે છે.
  • આ એપની મદદથી નરેગા જોબ કાર્ડની માહિતી મેળવી શકશો.
  • પાન કાર્ડ આધારકાર્ડ લીંક સ્ટેટસ જોઈ શકો
  • PMJAY યોજનાની માહિતી મેળવો
  • PNR સ્ટેટસ જોઈ શકશો
  • અધારકાર્ડ ડાઉનલોડ કરી શકશો
  • ઈ શ્રમ કાર્ડ માટે UAN નંબર મેળવી શકશો.
  • PM Kisan યોજના ની સંપુર્ણ માહિતી, તથા eKYC અને લાભાર્થીનું લિસ્ટ જોઈ શકશો.
  • PMJAY નું લિસ્ટ

મિત્રો, ઈ ગ્રામ સ્વરોજ એપલીકેશન ની મદદથી તમે ઉપરના તમામ લાભો મેળવી શકો અને ગ્રામ પંચાયત ને લગતી તમામ માહિતી પણ મેળવી શકો છો.

ઉપયોગી લીંક

ચેક કરવા માટે અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો