CRPF દ્વારા હેડ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે 12 પાસ પર ભરતીની જાહેરાત

CRPF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022: ડાયરેકટોરેટ જનરલ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા હેડ કોન્સ્ટેબલ (સ્પોર્ટ્સ ક્વોટા) ની 322 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન રિલીઝ કરવામાં આવ્યું છે. પુરુષ અને મહિલા ઉમેદવાર આ ભરતી માટે ઓફલાઇન અરજી કરી શકશે. આ ભરતીમાં સિલેક્ટ થયેલા ઉમેદવારોને ભારતમાં ગમે ત્યાં ફરજ સોંપવામાં આવશે. CRPF હેડ કોન્સ્ટેબલ ની ભરતી માટે ધોરણ 12 પાસ ઉમેદવાર ઓફલાઇન અરજી કરી શકશે.

CRPF હેડ કોન્સ્ટેબલ ભરતી

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા હેડ કોન્સ્ટેબલ (સ્પોર્ટ્સ ક્વોટા) ની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીની ઓફલાઇન અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના 30 દિવસ સુધીમાં ફક્ત સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર્ડ પોસ્ટ એડી. થી કરવાની રહેશે. આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવાર ને રૂ.25500 થી 81100/- સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે.

CRPF હેડ કોન્સ્ટેબલ ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામસેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ
પોસ્ટનું નામહેડ કોન્સ્ટેબલ
કુલ જગ્યાઓ322
અરજી પ્રકારઓફલાઇન
જોબ લોકેશનઓલ ઇન્ડિયા
ફોર્મની છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયાના 30 દિવસમાં

પોસ્ટ

પોસ્ટનું નામપુરુષમહિલા
હેડ કોન્સ્ટેબલ25765

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવાર ધોરણ 12 પાસની લાયકાત અથવા તેને સમકક્ષ લાયકાત માન્ય બોર્ડ/ઇન્સ્ટિટ્યૂટ માંથી પાસ કરેલું હોવું જોઈએ.

સ્પોર્ટ્સ લાયકાત

  • ઉમેદવારે નોટિફિકેશન માં દર્શાવેલ કોઈપણ વ્યક્તિગત ઇવેન્ટમાં ભાગ લીધેલ હોવો જોઈએ.

ઉમર મર્યાદા

  • ઉમેદવારની ઉંમર 18 થી 23 વર્ષની વચ્ચેની હોવી જોઈએ. કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

પગાર ધોરણ

  • આ ભરતીમાં પસંદ પામેલ ઉમેદવાર ને રૂ.25500 થી 81100/- રૂપિયાનું પગાર ધોરણ આપવામાં આવશે.

અરજી ફી

Gen/OBC/EWSરૂ.100/-
અન્ય તમામ કેટેગરીકોઈ ફી નહિ

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારની પસંદગી શારીરિક કસોટી, સ્પોર્ટ્સ ટ્રાયલ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઈનલ મેરીટ લિસ્ટના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર નીચે આપેલ ઓફલાઇન ફોર્મ ડાઉનલોડ કરીને તેને સચોટ રીતે ભરીને જાહેરાત માં આપેલ ઝોન પ્રમાણે ના એરિયામાં ફક્ત સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર્ડ પોસ્ટ એડી. થી મોકલવાની રહેશે.

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here